________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિશેષ કથન
૩૭
– “સખ્યક પ્રકારના ફળને ન આપી શકે એવી વંદનાદિ ક્રિયા' તે દ્રવ્યથી જાણવી અને “સમ્યક્ પ્રકારના ફળને આપી શકે તેવી વંદનાદિ ક્રિયાઓ ભાવથી જાણવી. (એ પ્રમાણે જોતા-)
(૧) મિથ્યાષ્ટિ જીવની ગુરૂ સ્તવના તેમજ ઉપયોગરહિત સમ્યગૃષ્ટિની ગુરૂ સ્તવના તે દ્રવ્યવંદનકર્મ જાણવું
– ઉપયોગ સહિત સમ્યગુદૃષ્ટિએ કરેલી ગુરૂ સ્તવના તે ભાવવંદન જાણવું
(૨) તાપસ વગેરે મિથ્યાષ્ટિ જીવોની જે તાપસાદિ યોગ્ય ઉપધિ-ઉપકરણ પૂર્વક કુશળ ક્રિયા કે તેનો સંચય અને સગર્ દૃષ્ટિ જીવોની ઉપયોગ રહિત રજોહરણાદિ ઉપધિપૂર્વક કુશળ ક્રિયા તે દ્રવ્ય ચિતિકર્મ જાણવું
– ઉપયોગ સહિત સમ્યગૃષ્ટિની રજોહરણાદિ ઉપકરણો પૂર્વક ક્રિયા તે ભાવ ચિતિકર્મ જાણવું.
(3) નિન્દવ વગેરે મિથ્યાષ્ટિઓની તથા ઉપયોગરહિત સમ્યગદૃષ્ટિની નમસ્કાર ક્રિયા તે દ્રવ્ય કૃતિકર્મ
– ઉપયોગ સહિત સમ્યગૃષ્ટિની નમસ્કાર ક્રિયા તે ભાવકૃતિકર્મ
(૪) મિથ્યાષ્ટિ અને ઉપયોગરહિત સમ્યગૃષ્ટિઓની મન, વચન, કાય સંબંધી ક્રિયા તે દ્રવ્ય પૂજાકર્મ
– ઉપયોગપૂર્વક સમ્યગદૃષ્ટિઓની પ્રશસ્ત મન, વચન, કાયા સંબંધી ક્રિયા તે ભાવ પૂજાકર્મ
(૫) મિથ્યાષ્ટિ અને ઉપયોગરહિત સમ્યગુદૃષ્ટિનો જે ગુરૂ પ્રત્યે વિનય તે દ્રવ્ય વિનયકર્મ
– ઉપયોગપૂર્વક સમ્યમ્ દષ્ટિએ કરેલો ગુરુ પ્રત્યેનો વિનય તે ભાવ વિનય કર્મ ૦ વંદનના પાંચે પર્યાયોના દૃષ્ટાંતો :
– આ દૃષ્ટાંત આવશ્યક નિર્યુક્તિ-૧૧૦૪ તથા તેની વૃત્તિમાં, તથા તદનુસાર પ્રવચન સારોદ્ધાર વૃત્તિ આદિમાં આપેલા છે.
(૧) વન્દન વર્મ - શતાવાર્ય નું દૃષ્ટાંત :
શ્રીપુર નગરમાં શીતલ નામના રાજાએ ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ગુરૂએ અનુક્રમે આચાર્ય પદવી આપી, ત્યારે તેઓ શીતલાચાર્ય નામે પ્રસિદ્ધ થયા. તે શીતલ રાજાની શૃંગારમંજરી નામની બહેનને ચાર પુત્રો હતા. તેણી પોતાના પુત્રોને શીતલાચાર્ય મામાનું દૃષ્ટાંત આપી નિરંતર વૈરાગ્ય માર્ગનો ઉપદેશ આપતી જેથી ચારે પુત્રો વૈરાગ્ય પામ્યા. કોઈ સ્થવિર પાસે દીક્ષા લીધી. ચારે સાધુ કાળક્રમે ગીતાર્થ થયા. ત્યારપછી કોઈ વખતે ગુરુની આજ્ઞા લઈ મામા શીતલાચાર્યને વંદના કરવા નીકળ્યા. જે નગરમાં શીતલાચાર્ય હતા ત્યાં પહોંચ્યા ત્યારે સંધ્યા થઈ જવાથી નગરની બહાર જ રોકાઈ ગયા. શ્રાવક દ્વારા આચાર્ય મહારાજને નગરમાં સમાચાર પહોંચાડી દીધા.
રાત્રિ દરમ્યાન કાયોત્સર્ગમાં રહેલા મુનિને શુભધ્યાનમાં કેવળજ્ઞાન પ્રાપ્તિ થઈ.