________________
૨૬
છે. આ આવર્તને જણાવવા બંને સ્થાનો સાથે મૂક્યા છે.) યાત્રા, સંયમ યાત્રા.
० जत्ता
-
આવશ્યક વૃત્તિમાં ‘ખત્તા' શબ્દની વ્યાખ્યા કરતા લખ્યું કે યાત્રા એટલે તપ અને નિયાદિ લક્ષણવાળી યાત્રા અથવા ક્ષાયિક-મિશ્ર અને ઔપશમિક ભાવલક્ષણ સંયમ યાત્રા.
રહિત.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
- સામાન્યથી તીર્થની મુસાફરીએ જવું તેને ‘યાત્રા’ કહે છે. પણ પંચમહાવ્રતધારી ગુરુને માટે સંયમ, તપ, નિયમો એ જ ભાવતીર્થરૂપે હોવાથી તેનું પાલન ‘યાત્રા’ સમાન છે. અથવા ક્ષાયિકાદિ ભાવોરૂપ સંયમ તેમને માટે યાત્રારૂપ છે.
યાત્રા દ્રવ્યથી પણ હોય અને ભાવથી પણ હોય સાધુને ભાવ-યાત્રા હોય છે. સંયમનો નિર્વાહ એ ભાવયાત્રા છે અને ભાવયાત્રા એ જ સાચી યાત્રા છે. તેથી યાત્રા શબ્દથી અહીં ‘સંયમયાત્રા' સમજવું.
૦ જ્યારે શિષ્ય ‘યાત્રા-પૃચ્છા'' દ્વારા આ રીતે પૂછે છે નત્તા મે ? ત્યારે ગુરુ તેને કહે છે ‘“તુમં પિ વટ્ટ’” તને પણ વર્તે છે ? અર્થાત્ મને તો તપસંયમની યાત્રા વૃદ્ધિ પામે છે. તને પણ તે યાત્રા વૃદ્ધિ પામતી રહેશે.
(આ અર્થ આવશ્યક સૂત્ર-૧૦ની વૃત્તિમાં કર્યો છે. તેમજ આ સ્થાનનો તથા ગુરુના પ્રત્યુત્તરનો ઉલ્લેખ આવશ્યક નિર્યુક્તિ-૧૨૧૮ તથા ૧૨૨૪માં છે. યાત્રાના દ્રવ્ય-ભાવ ભેદનો ઉલ્લેખ નિયુક્તિ-૧૨૨૩માં છે.)
હવે ‘ચાપના પૃચ્છા સ્થાન'ને જણાવીએ છીએ–
૦ નાળણું - ઇન્દ્રિયો અને મનના ઉપશમ વગેરે પ્રકારો વડે યુક્ત, વ્યાબાધા
આવશ્યક વૃત્તિમાં જણાવે છે કે, યાપનીય એટલે ઇન્દ્રિય-નોઇન્દ્રિય ઉપશમનાદિ પ્રકારથી અને અબાધિતરૂપે જાણવી.
– યોગશાસ્ત્રવૃત્તિમાં કહ્યા મુજબ - આ પ્રશ્ન - ‘નિગ્રહ કરવા લાયક પદાર્થ સંબંધી કુશળતા પૂછવા માટે શિષ્ય કરે છે.
હે ભગવંત ! આપને ઇન્દ્રિય અને કષાયો ઉપશમમાં વર્તે છે ?
– ઇન્દ્રિય અને કષાયો ઉપઘાત-રહિત હોય અર્થાત્ વશમાં વર્તતા હોય તે ‘યાપનીય’ કહેવાય છે. (જો કે બાહ્ય તપના સંલીનતા નામક તપમાં ઇન્દ્રિય જય અને કષાયજયનું વિધાન છે એટલે આ પૃચ્છાને તપસંબંધી પૃચ્છા પણ કહી શકાય છે.)
૦ ૬ એટલે વળી.
૦ મે એટલે આપના.
-૦- શિષ્ય ભક્તિપૂર્વક આ પ્રમાણે પૂછે ત્યારે ગુરુનો વિનય કર્યો કહેવાય. ત્યારે ગુરુ આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે ઇન્દ્રિયાદિકથી અબાધિત છું.
‘વં’ હા, એમ જ છે. અર્થાત્ હું
(આ સ્થાન, તેનો પ્રત્યુત્તર, દ્રવ્યથી તથા ભાવથી યાપના એ બે ભેદ આ બધાંનો ઉલ્લેખ આવશ્યક નિર્યુક્તિ-૧૨૧૮, ૧૨૨૩ અને ૧૨૨૪માં છે. તેમજ આવશ્યક સૂત્ર
-
-