________________
૨૪.
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ ૦ આ પદોનું ઉચ્ચારણ કરવાની રીત :
આવશ્યક વૃતિ, યોગશાસ્ત્ર, ગુરુવંદનભાષ્ય મુજબ આ પદોનું ઉચ્ચારણ કરવાની અને તે વખતે કાયચેષ્ટા કેમ કરવી ? તે જણાવે છે–
– “અહોકાયં કાય' પદોના એક એક અક્ષર સ્પષ્ટ સ્વરે જુદો જુદો બોલાય છે, તે જે રીતે બોલાય છે, તેને આવર્ત કહેવાય છે.
નો ઉચ્ચાર કરતી વખતે બે હથેલી ઊંધી કરી, દશે આંગળીઓ વડે રજોહરણ (ચરવળા)ની દશીઓને દશે આંગળી વડે સ્પર્શ કરે.
પછી હથેલી ચત્તી કરી હો નો ઉચ્ચાર કરતી વખતે દશે આંગળીઓ વડે લલાટને મધ્યભાગમાં સ્પર્શ કરે.
એ જ રીતે વા બોલતા રજોહરણને સ્પર્શે અને ચં બોલતા ફરી લલાટને સ્પર્શ, પાછું હા બોલતા રજોહરણને સ્પર્શે અને એ બોલતા લલાટને સ્પર્શે.
આ રીતે ત્રણ વખત ચરવળા કે ઓઘા (રજોહરણ)ની દશીને સ્પર્શે ત્યારે હથેળી ઊંધી હોય અને ત્રણ વખતે દશે આંગળી વડે લલાટના મધ્ય ભાગે સ્પર્શે ત્યારે હથેળી ચત્તી હોય
આ રીતે ૩ - હો, - , શ્રા - ય એમ ત્રણ વખત જે સ્પર્શના થાય તેને ત્રણ આવર્ત કહેવાય છે. જેમાં પહેલા-પહેલા વર્ણ , કાં અને હા માં હથેળી ઊંધી અને ગુરુ ચરણે સ્પર્શ થાય. બીજા-બીજા વર્ણ હો, ચં અને ય માં હથેળી ચત્તી હોય અને સીધો જ લલાટે સ્પર્શ થાય. ( આ ક્રિયા વખતે હથેળી સીધી જ ચત્તી કરીને ઉપર લઈ જવી, રોકાઈને કે આરતીની જેમ ફેરવીને નહી)
૦ સંwાસં - ‘આવર્ત’ વિધિથી -હીં-છા-ચં-હાં-ચ બોલ્યા પછી બે હાથ અને મસ્તકથી રજોહરણને સ્પર્શ કરતા સંsi શબ્દ બોલે. બીજી રીતે કહીએ તો રજોહરણ પર સવળા હાથી રાખીને ગુરુચરણને નમસ્કાર કરવા. તેના પર મસ્તક મૂકીને સંછાસ બોલે.
• વમળaો મે વિનામો - (હે ભગવંત ! મારા વડે) આપને કંઈ ખેદ કે ગ્લાનિ થઈ હોય તો તે સમાયોગ્ય છે.
૦ વમળો - ક્ષમાયોગ્ય, સહન કરવા યોગ્ય છે.
– આવશ્યક વૃત્તિમાં ક્ષમણીયનો અર્થ સહ્ય અને યોગશાસ્ત્રમાં સોઢવ્ય: કર્યો છે. તેનો અર્થ છે – “સહન કરવા યોગ્ય
૦ મે - આપના વડે, હે ભગવંત ! આપે. ૦ વિનામો - ખેદ, પરિશ્રમ, ગ્લાનિ.
– ‘કિલામો’ શબ્દનો અર્થ આવશ્યક વૃત્તિમાં દેડ ગ્લાનિરૂપ' કર્યો છે. યોગશાસ્ત્ર વૃત્તિમાં પણ કહ્યું છે – ‘કિલામો’ એટલે સ્પર્શ કરવાથી થતો દેહ-ગ્લાનિરૂપ ખેદ.
(અણુજાણ૭ મે - થી કિલામો - સુધી અનુજ્ઞાપન સ્થાન છે.)
– “ખમણિજ્જો બે કિલામો" પદો બે હાથ જોડી લલાટે રાખીને અથવા આ શબ્દો મસ્તકે અંજલિ કરી ગુરુ સામે દૃષ્ટિ રાખી બોલાય છે.