________________
૩૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
સ્થાન હાનિ જાણવી. જેથી તે સર્વેને જીવાદિ તત્ત્વોનો પ્રદ્યોત સમાન થઈ શકતો નથી. અહીં પ્રદ્યોત' એટલે વિશિષ્ટ પ્રકારના નય-નિપાદિથી સંપૂર્ણ તત્ત્વજ્ઞાનના અનુભવની યોગ્યતા. એ યોગ્યતા વિશિષ્ટ ચૌદ પૂર્વધરોમાં જ હોય છે.
– લલિત વિસ્તરા ટીકામાં જણાવે છે - લોક શબ્દથી જો કે પ્રકરણાનુસાર ભવ્યલોકનું ગ્રહણ થાય છે, પણ અહીં “લોક' શબ્દથી ઉત્કૃષ્ટ બુદ્ધિવાળો જીવલોક જ ગ્રહણ કરવાનો છે. વિશિષ્ટ પ્રકાશ માત્ર ગણધરોને જ થાય છે. માત્ર ત્રણ પદો ઉપૂત્રે ૩ વા, વિમે ડું વા, ધૂવે રૂ વા.” પ્રાપ્ત કરીને સમગ્ર દ્વાદશાંગીની રચના કરી દે છે. અહીં તીર્થકરો સિવાય આ ત્રિપદીનું બીજા કોઈ ઉચ્ચારણ કરી શકતા નથી, ગણધરો સિવાય બીજા કોઈને ત્રિપદીથી આટલો બોધ પણ થઈ શકતો નથી.
ગણધરોની માફક ભગવંતના બીજા શિષ્યો પણ ચૌદ પૂર્વો સહિત દ્વાદશાંગીના જ્ઞાતા હોય છે. પણ તે બધા માટે અરિહંતો પ્રદ્યોતકર થતા નથી. કેમકે ઉત્કૃષ્ટ પ્રકાશ માત્ર દ્વાદશાંગીના પ્રણેતા ગણધર મહર્ષિને જ થાય છે. અન્ય ચૌદપૂર્વ અધ્યેતાને થતો નથી.
૦ આ પ્રમાણે લોકોત્તમ વગેરે પાંચ પ્રકારે પરોપકારક હોવાથી સ્તોતવ્ય સંપદાની “સામાન્ય ઉપયોગ" નામની પાંચ પદની આ ચોથી સંપદા કહી. હવે આ સંપદાના હેતુઓ જણાવનારી “ઉપયોગ હેતુ સંપદા” નામની પાંચમી સંપદા કહે છે. અભયદયાણ, ચક્ખુદયાણું, મગ્નદયાણ, સરણયાણ, બોડિયાણ. (આ સૂત્રમાં “સરવયાળ' શબ્દ પછી સમવાય નામના આગમમાં તેમજ કલ્પસૂત્રમાં નવરિયા' પાઠ પણ છે.)
- હવા – જેમ ચાર પદોમાં “પુરિસ' શબ્દ આરંભે આવતો હતો, પછી પાંચ પદોમાં “ત્નો' શબ્દ આરંભે આવ્યો હતો. તેમ હવે પછીના પાંચ (કે છે) પદોમાં “રા' શબ્દ અંતે આવે છે. (અહીં પાંચ કે ‘વિકલ્પ છ' એટલા માટે કહ્યું કે, જો માત્ર “ઉપયોગ હેતુ”રૂપ પાંચમી સંપદાનો વિચાર કરો તો સમવાયાં ના સૂત્ર-૧માં ‘નીવદયા' એવો છઠો ‘રવા' વાળો શબ્દ છે અને પ્રસ્તુત નમુત્યુvi સૂત્રનો જ વિચાર કરીએ તો હવે પછીની છઠી સંપદામાં પણ થમ્પયા પદથી યાપ પ્રયોગ છે.) યા શબ્દનો અર્થ “દેનારા' અથવા “આપનારાઓને છે.
• સમયથા – સર્વ જીવોને અભય દેનારાઓને. – અભયને દેનારા તે “અભયદ' તેવા અરિહંતોને નમસ્કાર.
– અભય અર્થાત્ “ભયનો અભાવ'. ભય એટલે ભીતિ, બીક, ડર, આ ભય એ મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતો આત્માનો એક પ્રકારે અધ્યવસાય છે. જીવની અત્યંત અવિકસિત સ્થિતિમાં પણ ભય' નામક સંજ્ઞારૂપે તે દૃષ્ટિગોચર થાય છે. જેમકે રીસામણી નામની વનસ્પતિના પાનને સ્પર્શ થતાં જ તે એટલી બધી ભય પામે છે કે તેની પાંદડીઓ ઝડપથી બીડાઈ જાય છે. આવો ભય મુદ્ર જંતુથી લઈને પશુપક્ષી સુધી તથા મનુષ્ય આદિમાં પણ જણાઈ આવે છે.