________________
૬૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
પ્રકારના દંડનું સેવન કરતા-કરાવતા કે અનુમોદતા નથી તેવા સાધુને વંદન કરું છું.) વિશેષ-કથન :
‘જાવંત કે વિ સાહૂ’ નામથી આ સૂત્રની ઓળખ તો તેના આદ્ય શબ્દોને કારણે અપાય છે. પરંતુ આ સૂત્રમાં સર્વ પ્રકારના સાધુને વંદન કરવામાં આવેલ છે, તેથી તેને ‘સવ્વસાહૂ વંદનસૂત્ર' પણ કહે છે.
અરિહંતો અને અરિહંત પ્રતિમાઓની માફક સાધુઓ પણ આત્મ-બોધ થવામાં અતિ ઉપકારક નિમિત્ત છે. કેમકે અરિહંત ચૈત્ય જેમ સ્થાવર તીર્થ છે, તેમ સાધુઓ પણ જંગમતીર્થ કહ્યા છે. તેથી તેમના પ્રત્યેનું સન્માન, પૂજ્યભાવ અને અંતરંગ ભક્તિ મનુષ્યોને ચારિત્રભાવ ના જન્મદાતારૂપ કે વૃદ્ધિમાં પ્રબળ નિમિત્ત છે. તેથી તેમને વંદન કરવામાં આવેલ છે.
-
શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં આ સૂત્રને મુનિ વંદના ના હેતુથી રચાયેલ ગાથારૂપે રજૂ કરાયેલ છે. = સૂત્ર-નોંધ :
આ સૂત્રનો ઉલ્લેખ આવશ્યક સૂત્ર નામક આગમમાં કે અન્ય કોઈ આગમમાં થયેલો નથી. પણ વંદિત્તુ સૂત્રની ૪૫-મી ગાથા રૂપે ઉલ્લેખ પામેલ ગાથા એ જ આ સૂત્ર છે.
આ સૂત્ર ‘ગાહા’ નામક છંદમાં રચાયેલ છે. ભાષા પ્રાકૃત છે.
આ સૂત્રમાં ૧-ગાથા, ૪-૫૬, ૪-સંપદા, ૧-ગુરુવર્ણ, ૩૭-લઘુવર્ણ મળીને સર્વ વર્ણ-૩૮ છે.
-