Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 316
________________ નાણંમિદંસણૂમિ સૂત્ર-વિશેષ કથન ૩૧૫ બાર ભેદોનું કથન છે. તે મુજબ બાહ્ય તપ છ – (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિ સંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ, (૬) સંલીનતા છે અને અત્યંતર તપ (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) ઉત્સર્ગ એ છ છે. એ રીતે કુલ બાર ભેદે તપાચાર છે. જેનું વિસ્તૃત વિવરણ ‘વિવેચન' વિભાગમાં કરેલું છે. “પાક્ષિક અતિચાર"માં જણાવ્યા મુજબ તપાચારના અતિચારોનું નિરૂપણ કંઈક આ રીતે કરી શકાય – (૧) અનશન તપના અતિચાર - જેમકે ઉપવાસાદિ તપ પર્વતિથિએ શક્તિ હોવા છતાં પણ ન કરે. (૨) ઉણોદરી તપના અતિચાર - જેમકે - કોળીયા પાંચ સાત ઓછું ભોજન કર્યું નહીં અર્થાત્ ભુખ કરતા ઓછું ભોજન ન કર્યું. (૩) વૃત્તિસંક્ષેપ તપના અતિચાર - જેમકે - દ્રવ્ય આદિ સર્વ વસ્તુનો સંક્ષેપ ન કીધો. (૪) રસત્યાગ તપના અતિસાર - જેમકે વિગઈનો કે સ્નિગ્ધ રસની લોલુપતાનો ત્યાગ ન કરે. 1 (૫) કાયકલેશ તપના અતિચાર - જેમકે લોચ (વાળ ખેંચીને કાઢવા) આદિ કષ્ટ સહન ન કરે. (૬) સંલીનતા તપના અતિચાર - અંગ ઉપાંગ સંકોચી ન રાખે. ૦ આ સિવાય પણ બાહ્ય તપના વિષયમાં કેટલાંક અતિચારોની નોંધ “પાક્ષિક અતિચાર"માં થયેલી છે. જેમકે– – પચ્ચક્ખાણ ભાંગે. - એકાસણાદિ કરતી વેળા પાટલો હલતો હોય તો તેને સ્થિર ન કરે. – ગંઠસી-મુઠસી આદિ પચ્ચક્ખાણ લઈને પછી આહાર-પાણી લેતી વખતે ગાંઠ છોડવાનું ભૂલી જાય કે મુઠી વાળી પચ્ચક્ખાણ ન પારે. – ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું, બીયાસણું ઇત્યાદિ તપ કર્યો હોવા છતાં કાચું પાણી પીએ, તપમાં ઉલટી-વમન થાય. (૭) પ્રાયશ્ચિત્ત તપના અતિચાર - જેમકે - શુદ્ધ મનથી ગુરુ પાસે પોતાના દોષની આલોચના ન કરે, આલોચનાદિ કર્યા પછી ગુરુએ જે પ્રાયશ્ચિત્તરૂપ તપ કરવા કહ્યું હોય, તે તપ કરે નહીં (૮) વિનય તપના અતિસાર - જેમકે - દેવ, ગુરુ, સંઘ, સાધર્મિક આદિ પ્રત્યે ઉચિત વિનય ન દાખવે. (૯) વૈયાવચ્ચ તપના અતિચાર - જેમકે - બાળ, વૃદ્ધ, રોગી, તપસ્વી ઇત્યાદિ દશની વૈયાવચ્ચ-ભક્તિ-સેવા ન કરે. (૧૦) સ્વાધ્યાય તપના અતિચાર - જેમકે - વાચના, પૃચ્છના આદિ પાંચ પ્રકારે જે સ્વાધ્યાયના ભેદ કહ્યા છે તે સ્વાધ્યાય ન કરે.

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322