Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 314
________________ નાસંમિદંસણૂમિ સૂત્ર-વિશેષ કથન ૩૧૩ (૪) અન્યતીર્થિકોને જોઈને ચારિત્રવાન્ સાધુ પરત્વે અભાવ થવો. (૫) મિથ્યાત્વીઓની પૂજા અને પ્રભાવના જોઈને મૂઢતા-ચલિતતા થવી. (૬) સંઘમાં ગુણવંત આત્માઓના ગુણની પ્રશંસા ન કરવી. (૭) સમ્યક્ત્વથી પડતા આત્માને સ્થિર ન કરવા. (૮) આવા રત્નાધિક ગુણવાન્ આત્માની અપ્રીતિ, અભક્તિ હોવી, તેમનું અબહુમાન હોવું ઇત્યાદિ. (૯) દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્યાદિનું ભક્ષણ કરે, ઉપેક્ષા કરે, અલ્પબુદ્ધિ કે અજ્ઞાનથી તેનો વિનાશ કરે, વિનાશ થતો હોય ત્યારે તેની ઉપેક્ષા કરે, શક્તિ હોવા છતાં તેની સારસંભાળ ન લેવી. (૧૦) સાધર્મિકો સાથે કલહ-ઝઘડા કરવા. (૧૧) દેવપૂજા કરતી વખતે અષ્ટ પડ મુખકોશ ન બાંધે. (૧૨) જિનપ્રતિમાને વાસ(પ)ના ડબ્બાનો, ધૂપધાણાંનો, કળશનો ધક્કો વાગે અથવા જિનબિંબ હાથમાંથી પડી જાય. તેને ઉચ્છવાસ લાગે. (૧૩) દેરાસરજી - જિનાલયમાં મળ-શ્લેષ્મ આદિ કાઢે, ત્યાં હાસ્ય, ખેલ, રમત, કુતૂહલ, આહારપાણી ગ્રહણ, મળ-મૂત્રાદિ ત્યાગ કરે. (૧૪) સ્થાપનાચાર્ય હાથેથી પડે, પડિલેહણ કરવાના રહી જાય. (૧૫) જિનભવન સંબંધી ચોર્યાશીમાંથી કોઈપણ આશાતના કરે. (૧૬) ગુરુ પ્રત્યેની તેત્રીશમાંથી કોઈપણ આશાતના કરે. – ઇત્યાદિને પાક્ષિક અતિચારમાં દર્શનાચાર સંબંધી અતિચારો કહ્યા છે. જ્યારે નિઃશંકિતતા આદિ આઠ ભેદે દર્શનાચારની ચિંતવના કરે ત્યારે જો તેના અતિચારોની વિચારણા કરવી હોય તો ઉપરોક્ત પાક્ષિક અતિચારને આધારે કરાયેલી નોંધ અનુસાર દર્શનાચાર સંબંધી અતિચારોની વિચારણા કરી શકાય. (૩) ચારિત્રાચાર : આ સૂત્રની ચોથી ગાથામાં ચારિત્રાચારના આઠ નિયમો કે આચારોનું વર્ણન કરાયેલ છે. તે મુજબ તો પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિ એ આઠ ભેદે ચારિત્રાચાર પાલન કર્યું છે. સમિતિ કે ગુતિ સંબંધી વિવેચનનો સંદર્ભ તો પૂર્વે અપાઈ ગયેલ છે. પણ તેની પરિપાલના મુખ્યત્વે સાધુની જીવનચર્યા સાથે સંબંધિત છે. તો પણ શ્રાવકને પૌષધાદિ ક્રિયામાં આ આઠે આચારનું પાલન કરણીય જ છે. ગૃહસ્થરૂપે પણ ઇર્યા સમિતિ, ભાષાસમિતિ આદિની આચરણા આદર્શરૂપ તો છે જ. કેમકે ગૃહસ્થોને માટે પણ આ સમિતિ-ગુપ્તિ અનુકરણીય તો છે જ. પાક્ષિક અતિચારને આધારે આ આઠે આચારના અતિચારની વિચારણા કરીએ તો કંઈક આવી નોંધ કરી શકાય : (૧) ઇર્ષા સમિતિનું યથાયોગ્ય પાલન ન કરવું તે - જેમકે ભૂમિના યોગ્ય

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322