Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 312
________________ નાસંમિ દંસણંમિ સૂત્ર-વિશેષ કથન ૩૧૧ શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન ગમે તેટલું હોય, ફક્ત જ્ઞાન, ફક્ત શ્રદ્ધા કે માત્ર તે બંનેથી જ કલ્યાણ થતું નથી. પણ જ્ઞાન અને શ્રદ્ધાની પછી તે મુજબની આચરણા પણ જીવનમાં જરૂરી છે. આ આચરણા એ જ ચારિત્ર. ઉત્તરાધ્યન સૂત્રના અધ્યાય-૨૮ની ગાથા-૧૧૦૫માં પણ જણાવે છે કે સખ્યત્વ (દર્શન) વિના જ્ઞાન થતું નથી, જ્ઞાન વિના ચારિત્રગુણ હોતો નથી. ચારિત્રગુણ વિના મોક્ષ થતો નથી. મોક્ષ વિના નિર્વાણ પ્રાપ્ત થતું નથી.” તેથી મોક્ષ પ્રાપ્તિ માટે “ચારિત્ર' એ પૂર્વ શરત છે. ચારિત્રની પ્રાપ્તિ માટે દર્શન અને જ્ઞાનનું હોવું અનિવાર્ય છે. ચારિત્રાચાર પછી ચોથા ક્રમે “તપાચાર' મૂક્યો છે. કેમકે જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણેની સિદ્ધિ માટે તપની આરાધના ખૂબ જ જરૂરી છે. વળી કર્મોની નિર્જરાનો ધ્યેય સિદ્ધ કરવા માટે પણ બાર પ્રકારના તપોકર્મનું વિધાન છે. પાંચમા ક્રમે વીર્યાચારને મૂક્યો. કારણ કે પુરા પ્રયત્ન વિના અને સબળ પુરુષાર્થ વિના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના સંપૂર્ણ થઈ શકતી નથી. કોઈપણ આચારની સુવ્યવસ્થિત અને સામર્થ્યનુસાર સર્વાગ સંપૂર્ણ આરાધના કરવા માટે મન, વચન, કાયાની સર્વે શક્તિઓને જોડવી જરૂરી છે અને આ રીતે શક્તિનું જોડાણ વીર્યાચાર-પાલન કરવાથી થાય છે. ૦ જ્ઞાનાચારના નિયમો અને અતિચારો – નાણંમિ દંસણૂમિ સૂત્ર પ્રતિક્રમણ ક્રિયામાં ઉપયોગમાં આવે છે. તે રાત્રિ અને દિવસ બંને પ્રતિક્રમણમાં અતિચાર વિચારણા માટે જ કાયોત્સર્ગ દરમિયાન બોલાય છે. એટલે ખરેખર તો આ સૂત્ર અતિચારની ચિંતવના માટે છે. પણ સમગ્ર સૂત્રનું વિવેચન આપણે જોયું, તેમાં આખું સૂત્ર આચાર-વર્ણન' રૂપ છે, પણ અતિચાર વર્ણનરૂપ નથી. આપણે સામાન્યથી એવું કહી શકીએ કે આ આચારોનું યથાર્થ પાલન ન કરવું તે અતિચાર છે, પણ પાક્ષિક અતિચારોમાં તેનું વર્ણન અતિચાર રૂપે કરાયેલ છે. તેની સંક્ષિપ્ત વિચારણા અત્રે કરીએ તો આ સૂત્ર દ્વારા શું ચિંતન કરવાનું છે, તેનો સામાન્ય ચિતાર રજૂ થઈ શકે. કેમકે– (૧) જ્ઞાનાચાર – જ્ઞાનાચારને સમજાવતા તેના આઠ આચારો કે નિયમોને “નાસંમિ દંસણૂમિ" સૂત્રમાં જણાવ્યા તે પ્રમાણે (૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિલવતા, (૬) વ્યંજન, (૭) અર્થ, (૮) તદુભય. આ આઠેનું વિવરણ પૂર્વે વિવેચન વિભાગમાં કરેલ છે. પણ તેના અતિચાર સંબંધી વિચારણા પાક્ષિક અતિચાર મુજબ આ પ્રમાણે છે– (૧) જ્ઞાનકાળ વેળાએ ભણવું-ગણવું નહીં. - તેમજ અકાળે જ્ઞાનને ભણવું-ભણાવવું. (૨) કદાચિત્ આવું જ્ઞાન કાળ-સમયના નિયમ અનુસાર ભણે-પર-તે જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322