________________
૩૧૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
– સાતમી ગાથામાં અત્યંતર તપના છ ભેદોને જણાવેલા છે.
- આઠમી ગાથામાં વીર્યાચારના ત્રણ આચારો જણાવ્યા છે – “મન, વચન, કાયાની સંપૂર્ણ શક્તિથી શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરવી.”
૦ નીવર ની ભૂમિકા :
ધર્મમાં આચારની પ્રધાનતા છે. કેમકે “આચાર એ પહેલો ધર્મ છે.” તેમ કહ્યું છે, આચાર રહિતતામાં ધર્મનો સંભવ નથી. પણ આચાર કે આચરણા એ સહેલી વસ્તુ નથી. કલ્પના કે તર્કથી ગમે તેવી વાતો વિચારી કે પુરવાર કરવાનું શક્ય છે. “તત્ત્વજ્ઞાન’ મનને સમાધાન આપવા કે બહેલાવવા માટેનું સારું સાધન જરૂર છે, પણ તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા કે તે પ્રમાણે આચરણા કરવી તે થોડું મુશ્કેલ કાર્ય છે.
આચાર' શબ્દનો અર્થ વ્યક્તિ સાપેક્ષ છે. સંપ્રદાય અનુસાર તેના મતોમાં ભિન્નતા પ્રવર્તે છે. તેથી અહીં આચાર કોને કહેવો ? તે વાત પાંચ ભેદના ઉલ્લેખપૂર્વક કરવામાં આવેલી છે. આ વાતનું કથન અમારી કે સૂત્ર સંયોજકની મતિકલ્પનાથી કરવામાં આવેલ નથી, પણ સર્વજ્ઞ, સર્વદર્શી, આત્માની ઉચ્ચતમ ભૂમિકાએ બિરાજમાન એવા વીતરાગ તીર્થંકર પરમાત્માએ કરેલ છે. આ આચરણાથી આત્મા વિકાસના સર્વોચ્ચશિખર સુધી પહોંચી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. વળી આ આચરણામાં કોઈ સાંપ્રદાયિકતાનું દર્શન નથી, પણ સર્વ કોઈ જીવને અધ્યાત્મ વિકાસથી કર્મનિર્જરા સુધીનો આદર્શ પુરો પાડે છે.
આવા આચારને પાંચ ભાગોમાં વિભાજીત કરાયો છે.
(૧) જ્ઞાનાચાર - શુદ્ધ, સાચું અને આત્મ સ્વરૂપનું દર્શન કરાવનાર એવું જ્ઞાન પ્રગટે.
(૨) દર્શનાચાર - શ્રદ્ધા દૃઢ થાય, આત્મ પરિણામો નિર્મળ બને.
3) ચારિત્રાચાર - શુદ્ધ શ્રદ્ધાયુક્ત એવા સમ્યક્ જ્ઞાનને આચરણમાં મૂકાય. | (૪) તપાચાર - આચરણની વિશેષ શુદ્ધિ અને કર્મનિર્જરાના ઉપાયો થાય.
(૫) વીર્યાચાર - મન, વચન, કાયાની સર્વ શક્તિઓ જ્ઞાનાદિ આચરણમાં વપરાય.
૦ જ્ઞાનાદિ આચારનો ક્રમ :
જો કે દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિમાં તો “દર્શન' જ પહેલું મૂક્યું છે. પણ અહીં જ્ઞાનને પહેલું મૂક્યું છે, અતિચારોની ગુંથણી પણ પાક્ષિક અતિચારમાં જ્ઞાનદર્શનના ક્રમમાં જ થયેલી છે. તેથી જ્ઞાનાચારની પ્રાથમિકતાનો આપણે સૂત્રાનુસાર અહીં સ્વીકાર કરેલ છે.
જ્ઞાન પછીનું બીજું સ્થાન અહીં દર્શનાચારને અપાયું છે. જે દર્શનમાં “શ્રદ્ધા અર્થ અભિપ્રેત છે. શુદ્ધ જ્ઞાન અને નિર્મળશ્રદ્ધાના સમન્વયથી જ સમ્યકુઆચરણામાં પ્રવેશ કરી શકાય છે, તેથી ત્રીજું સ્થાન ચારિત્રાચારનું મૂક્યું