Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 317
________________ ૩૧૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ (૧૧) ધ્યાન તપના અતિચાર - જેમકે - આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરવું તેમજ ધર્મધ્યાન અને શુક્લધ્યાન ન કરવા. (૧૨) ઉત્સર્ગ તપના અતિચાર (અહીં “પાક્ષિક અતિચારમાં ઉત્સર્ગ તપને કાયોત્સર્ગ અર્થમાં જ લીધો છે.) - કર્મક્ષયના હેતુથી દશ-વીશ આદિ લોગસ્સ પ્રમાણ કાઉસ્સગ્ન ન કરે. ૦ તપાચારના સ્વરૂપ વિશે કિંચિત્ વિચારણા : તપાચારના બાર ભેદોનું વર્ણન ઘણાં જ વિસ્તારથી “વિવેચન” વિભાગમાં કર્યું જ છે. અહીં સરળ શબ્દોમાં તેના સ્વરૂપની સંક્ષિપ્ત રજૂઆત કરી અત્રે તપાચારને વ્યવહારિકરૂપે જોવાનો પ્રયત્ન વિશેષ છે. તપાચાર'ના બાહ્ય અને અત્યંતર બે મુખ્ય ભેદો છે. તે પ્રત્યેકના છ-છ ભેદો છે. એ રીતે તપને કુલ બાર પ્રકારમાં વિભક્ત કરાયેલ છે. આ ભેદો સારી રીતે સમજવા જેવા છે. તેમાં ઉપવાસ, આયંબિલ આદિ વડે યથાશક્તિ આહારત્યાગ કરી શકાય છે. ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ એ ત્રણે તપ વડે રસના આદિ ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકાય છે. વીરાસનાદિ આસનો વડે કાયકલેશ તપ કરવાથી અપ્રમત્ત બની શકાય છે. તથા નિર્દોષ સ્થાનમાં રહીને ઇન્દ્રિય અને કષાયના જય ઉપરાંત મનની વૃત્તિઓનો તથા વાણીનો નિરોધ પણ થાય છે. આ રીતે તપના આ બાહ્ય ભેદમાં આરોગ્ય, અધ્યાત્મ અને ધર્મના સિદ્ધાંતોનો યોગ્ય સમન્વય સધાય છે. એ જ રીતે અત્યંતર તપની વિચારણા કરીએ તો - તેમાં પ્રથમ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. એટલે દોષની શુદ્ધિ બતાવી છે, પછી વિનય રૂપ તપના વિધાન થકી નમ્રતા અને ભક્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પછી વૈયાવચ્ચના વિધાન થકી નિઃસ્વાર્થ ભાવે કરાયેલી સેવાને સન્માનીત કરવામાં આવી છે. સ્વાધ્યાયને તારૂપે ગણાવી અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અથવા કેળવણીનું મહત્ત્વ પ્રકાશવામાં આવેલ છે. ધ્યાનના વિધાન થકી યોગમાર્ગને અપનાવવામાં આવેલ છે. છેલ્લે ઉત્સર્ગના વિધાન દ્વારા સર્વ પ્રકારના ત્યાગનું તેમજ તદ્ અંતર્ગત્ કાયાના મમત્વ ભાવના ત્યાગને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ રીતે અત્યંતર તપ દ્વારા “ભાવ શુદ્ધિ"ની ઉપયુક્તતા પ્રતિપાદિત થાય છે. (૫) વીર્યાચાર : નારંમિ દંસણંમિ” સૂત્રની આઠમી ગાથામાં “વીર્યાચાર"નું સ્વરૂપ પ્રગટ કરવામાં આવેલ છે. “અતિચાર” તરીકે તો તેના ત્રણ અતિચારો છે તેવું સંખ્યા કથન “પાક્ષિક અતિચાર'માં કરાયેલું છે. અહીં વીર્યાચારના વ્યવહારિક સ્વરૂપને અને તેમાં લાગતા અતિચારોને જણાવીએ છીએ ૦ વીર્યાચારનું વ્યવહારીક સ્વરૂપ :વીર્યાચારમાં એક જ મુખ્ય વાત છે – “અંતરમાં ધરબાયેલી એવી અમિત

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322