Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 320
________________ નાસંમિદંસણૂમિ સૂત્ર-વિશેષ કથન ૩૧૯ (ગાથા-૧૧૯૬ કિંચિત્ ફેરફાર છે.) ગાથા-૭ આધાર- નિર્યુક્તિ ગાથા-૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્યયન-૩૦-જેમાંની ગાથા-૧૨૧૮ કિંચિત્ ફેરફાર છે. ગાથા-૮ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૭ * અહીં જે ‘નિર્યુક્તિ' લખ્યું છે, તે દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ સમજવી. * ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૦માં જે ગાથાનો આધારસ્થાનરૂપે ઉલ્લેખ છે તેમાં નીચે મુજબ વિશેષતા જાણવી. – ગાથા ક્રમાંક-૧૧૯૫માં તપના બે ભેદ અને બંનેના પેટા ભેદ છ-છ છે તે પ્રમાણેનો ઉલ્લેખ છે. જે “નાસંમિદંસણૂમિ' સૂત્રની પાંચમી ગાથાના આધારસ્થાન સાથે સમાન શબ્દ સ્વરૂપ ધરાવે છે. ગાથા ક્રમાંક-૧૧૯૬માં બાહ્ય તપના છ ભેદો જણાવે છે. ગાથા ક્રમાંક-૧૧૯૭ થી ૧૨૦૧માં અનશનના બે મુખ્ય ભેદ અને તેના પેટભેદોના નામોલ્લેખ છે, જેની વ્યાખ્યા ઉત્તરાધ્યયનવૃત્તિમાં જોવા મળે છે. ગાથા ક્રમાંક-૧૨૦૨માં ઉણોદરીના પાંચ ભેદોનું કથન છે - ત્યાર પછીની ગાથા-૧૨૦૪ થી ૧૨૧૨માં ઉણોદરીના પાંચે ભેદોની વ્યાખ્યા છે. ગાથા ક્રમાંક-૧૨૧૩માં ‘ભિક્ષાચર્યા જેને વૃત્તિસંક્ષેપ કહે છે તેનું અન્ય પ્રકારે કથન છે. જેમાં “અભિગ્રહપૂર્વક ભિક્ષા લેવી તે અર્થ મુખ્ય છે. ગાથા ક્રમાંક-૧૨૧૪માં “રસત્યાગ' નામના બાહ્ય તપનું સ્વરૂપ જણાવેલ છે. ત્યાં રસત્યાગનો “રસપરિત્યાગ' એવો અર્થ કર્યો છે. ગાથા ક્રમાંક ૧૨૧પમાં કાયફલેશ તપનું સ્વરૂપ જણાવેલ છે. ગાથા ક્રમાંક ૧૨૧૬માં સંલીનતા તપને ‘વિવિક્ત શયણાસન' તપ નામથી ઓળખાવીને તેનું સ્વરૂપ જણાવેલ છે. ગાથા ક્રમાંક ૧૨૧૮માં અત્યંતર તપના છ ભેદોનો નામ નિર્દેશ છે. ગાથા ક્રમાંક ૧૨૧૯માં પ્રાયશ્ચિત્ત તપનું સ્વરૂપ જણાવેલ છે. ગાથા ક્રમાંક ૧૨૨૦માં વિનય તપનું સ્વરૂપ જણાવેલ છે. ગાથા ક્રમાંક ૧૨૨૧માં વૈયાવચ્ચ તપ વિશે કથન કરેલ છે. ગાથા ક્રમાંક ૧૨૨૨માં સ્વાધ્યાય તપના ભેદો જણાવ્યા છે. ગાથા ક્રમાંક ૧૨૨૩માં ધ્યાન તપ વિશે પ્રકાશ પાડેલ છે. ગાથા ક્રમાંક ૧૨૨૪માં વ્યુત્સર્ગ તપનું સ્વરૂપ બતાવેલ છે. -૦- આ રીતે ઉત્તરાધ્યયન સૂત્રમાં નાણંમિ દંસણૂમિ' સૂત્રની ગાથા ૬ અને ૭નો વિસ્તૃત આધાર ઉપલબ્ધ થાય છે. ૦ પ્રાયઃ કરીને શ્રાવકોમાં આ સૂત્રનો ઉપયોગ ઓછો જોવા મળેલ છે. ઘણાં બધા લોકો કાયોત્સર્ગમાં આ આઠ ગાથા ચિંતવવાને બદલે આઠ નવકાર ગણી લેવાની વૃત્તિ ધરાવે છે. તેથી જ આ સૂત્રનું વિવેચન અને વિશેષ કથન વિસ્તારથી

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322