________________
અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિવેચન
૧૧૧
(ઓહનિસ્તુત્તિ) સત્કાર એટલે વંદન-અભ્યત્થાન આદિ. (ભગવતી) સત્કાર એટલે વંદનાદિ વડે આદર કરવો, વસ્ત્રાદિનું દાન દેવું. (આવશ્યક) સત્કાર એટલે અભ્યત્થાન, આસનદાન, વંદન, અનુવ્રજનાદિ. – આવા સત્કાર નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું.
૦ ભાવના :- તીર્થંકર પરમાત્મા ઊંચા રાજવંશી કુલોમાં જન્મે છે. ઉત્કૃષ્ટ પુન્ય પ્રકૃત્તિને લીધે સદા સર્વદા દ્રવ્ય અને ભાવથી આદર સત્કાર પામે છે. તેઓ દેશના દેતા વિરમે ત્યારે લોકો ચોખા વડે પ્રભુને વધાવે છે. અહીં લોકો એટલે ચક્રવર્તીથી માંડીને સામાન્ય રાજા પર્યન્ત જે દેશના સાંભળવા આવેલા છે. તેમજ શ્રાવક-નગરજન સર્વે (શાલી) ચોખા વડે વધાવે છે.
શુદ્ધ જળ વડે રાંધેલા ચોખા, અર્ધ ફૂલેલા ચોખાને રત્નના થાળમાં ભરી સર્વ શૃંગાર સજી સૌભાગ્યવંતી સ્ત્રીના મસ્તક પર ધારણ કરાવે, દેવતા તેમાં સુગંધી દ્રવ્ય નાંખે. અનેક પ્રકારના ગીત-વાદ્ય પૂર્વક તે બલિ પરમાત્મા પાસે લઈ જવામાં આવે, સમોસરણના પૂર્વ ધારેથી તેનો પ્રવેશ કરાવે. બલિપાત્ર આવે ત્યારે પરમાત્મા ક્ષણવાર દેશના દેતા વિરમે. ચક્રવર્તી કે રાજા આદિ શ્રાવકો તે બલિ સામે ત્રણ પ્રદક્ષિણા આપે. પરમાત્માના ચરણો પાસે આવી પૂર્વ દિશામાં ઉભા રહી પ્રૌઢ મુષ્ટિ વડે સર્વે દિશાઓમાં તે બલિ ફેંકવા વડે કરીને પરમાત્માને વધાવે છે. ત્યારે તેનો અડધો ભાગ આકાશમાં દેવતા ગ્રહણ કરી લે છે. ચોથો ભાગ બલિના કર્તા આગેવાન લે છે. બાકીનો ચોથો ભાગ લોકો જેમ મળી શકે તેમ લઈ લે છે. આવા બલિનો માત્ર એક કણ માથે મૂકે તો પણ સર્વ રોગ શમી જાય છે. છ માસ સુધી નવો રોગ થતો નથી,
જિન પ્રતિમાને થતી અંગરચના કે વસ્ત્રાભૂષણ વડે પણ સત્કાર કરાય છે. આવો દ્રવ્ય કે ભાવ સત્કારનો લાભ મને ક્યારે મળે તેવું કાયોત્સર્ગમાં ચિંતવે.
૦ પ્રશ્ન :- આવશ્યક વૃત્તિકારે અને તદનુસારે યોગશાસ્ત્રમાં પણ અહીં એક સંશય ઉભો કરે છે કે, (જો ગંધમાલ્યાદિથી અર્ચન એ પૂજન કહેવાય અને વસ્ત્ર આભરણાદિથી અર્ચન એ સત્કાર કહેવાય તો) આ બંને કૃત્યો તો દ્રવ્યપૂજા રૂપ છે. મુનિઓને તે ઉચિત નથી અને શ્રાવકોને તો સાક્ષાત્ તે તે દ્રવ્યોથી પૂજન-સત્કાર કરી શકાતો હોવાથી કાયોત્સર્ગ દ્વારા પૂજન-સત્કારની પ્રાર્થના તેને પણ નિષ્ફળ છે.
સમાધાન :- સાધુને સ્વયં દ્રવ્ય પૂજનનો નિષેધ છે અને કરે તો પણ પ્રાયશ્ચિત્ત આવે. આ વાત સત્ય છે. પણ સાધુને ઉપદેશ દેવાનો કે અનુમોદના કરવાનો નિષેધ નથી. શ્રાવક માટે તો કહ્યું જ છે કે, સર્વ વિરતિને ન પામેલા શ્રાવકને સંસાર ઘટાડવા માટે દ્રવ્ય સ્તવ યોગ્ય જ છે. વળી જિનમંદિરનું નિર્માણ, જિનમૂર્તિ પધરાવવી, જિર્ણોદ્ધાર કરાવવા આદિનો ઉપદેશ તો સાધુએ કરવાનો અધિકાર છે જ. વળી બીજાએ કરેલ સત્કાર આદિની અનુમોના પણ સાધુ કરે તો તેનો નિષેધ નથી.
ટૂંકમાં સાધુને પૂજા સત્કારની પ્રાર્થનાનો નિષેધ નહીં હોવાથી અને શ્રાવકને