________________
૧૧૭
અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિવેચન
-૦- અનુપ્રેક્ષા ભિન્નભિન્ન સ્વરૂપે – (૧) અનુપ્રેક્ષા એ અહીં કાયોત્સર્ગ માટેના એક સાધનરૂપ છે. (૨) અનુપ્રેક્ષા એ પાંચ પ્રકારના સ્વાધ્યાયનો એક ભેદ છે.
– ઉત્તરાધ્યન સૂત્રમાં અધ્યયન ૩૦ માં વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકહા એમ ચોથા ભેદરૂપે કહેવાયેલ છે.
– તત્ત્વાર્થ સૂત્રમાં આ પાંચ ભેદમાં તેનો ત્રીજો ક્રમ કહેવાયો છે. (૩) ધર્મધ્યાન પછી કરાતા એક પર્યાલોચનારૂપે પણ અનુપ્રેક્ષા કહી છે. (૪) ભાવના સ્વરૂપે - ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા-ભાવનાઓ કહી છે. – વૈરાગ્ય ભાવના રૂપે અનિત્યાદિ બાર ભાવનાઓ કરી છે.. – આવી વધતી જતી અનુપ્રેક્ષા વડે હું કાયોત્સર્ગ કરું છું.
-૦- શ્રદ્ધાથી મેધા, મેધાથી ધીરજ, ધીરજથી ધારણા, ધારણાથી અનુપ્રેક્ષા થાય છે. આ પાંચેની વૃદ્ધિ પણ આ ક્રમમાં જ થાય છે.
૦ આ રીતે પહેલા - પ્રતિજ્ઞારૂપે “કરેમિ કાઉસ્સગ્ગ' કહ્યું, પછી કાઉસ્સગ્ગ માટેના છ નિમિત્તો જણાવ્યા. પછી કાઉસ્સગ્ગના પાંચ સાધનો જણાવ્યા અને સૂત્રનો ચોથો-છેલ્લો હિસ્સો છે - પ્રવૃત્તિ. તે માટે કહે છે–
૦ ટન વહસ - કાયોત્સર્ગમાં સ્થિર થાઉ છું.
૦ આખા સૂત્રનો વાક્યર્થ સારાંશરૂપે મૂકીએ તો - શ્રદ્ધા આદિ પાંચ સાધનો દ્વારા વંદન આદિ છ ને માટે હું કાઉસ્સગ્ન કરું છું. ૩ ૦ પ્રશ્ન - સૂત્રના આરંભે વરેમિ ફાઉસ કહ્યું જ છે. તો અંતે ફરી ટીમ છાસમાં કહેવાની શી જરૂર ?
-૦- સમાધાન :- પહેલા જે કહેવાયું તે પ્રતિજ્ઞારૂપ કથન હતું. છેલ્લે જે કહેવાયું તે પ્રવૃત્તિરૂપ કથન છે – બીજું - નિ હાઉસ માં જે વરેમિ મૂક્યું તે હમણાં જ કરીશ કે કરવા ઇચ્છું છું એવા સંકલ્પનો ભાવ પ્રગટ કરે છે. ત્યાં સિદ્ધહૈમના સૂત્ર સત્ સાથે સત્ વત્ વા મુજબ વર્તમાન સમીપમાં હોય તે વર્તમાનરૂપ ગણાય છે. એ ન્યાયે અહીં વરેમિ મૂકહ્યું છે. જ્યારે છેલ્લે ‘મ blહસ્તમ' કહ્યું. ત્યાં તો સ્પષ્ટતયા પ્રવૃત્તિનો આરંભ જ કરવાનો છે. તેથી કામ - “રહું છું' કે “સ્થિર થાઉ છું' અર્થ મૂક્યો.
i વિશેષ કથન :- સૂત્ર સાથે સંબંધિત પણ અર્થ અને વિવેચનમાં અનુક્ત એવી કેટલીક મહત્ત્વની બાબતોનું અહીં કથન આવશ્યક છે – (૧) સવ્વલોએનું રહસ્ય, (૨) “અરિહંત ચેઇયાણં' એટલું જ કેમ ? (૩) દૈનિક ક્રિયાદિમાં અરિહંત ચેઇયાણ કયા કયા ? (૪) દંડકો કયા કયા? (૫) સૂત્રનું નામ “ચૈત્યસ્તવ' કેમ ? (૬) ચૈત્યવંદનની મહત્તા (૭) વંદનથી મોક્ષના ક્રમનો તાર્કીક સંબંધ.
• સવ્ય પદ – ‘અરિહંત ચેઇયાણં' સૂત્રનું જે આધાર સ્થાન છે તેગાવશ્યક સૂત્ર નું ૪૭મું સૂત્ર છે. પણ ત્યાં આ સૂત્રની શરૂઆત “સલ્વતો' શબ્દથી