________________
અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિશેષ કથન
૧૧૯
– આ જ વાતની વિશેષ સ્પષ્ટતા ચૈત્યવંદનભાષ્ય ગાથા-૬૧ અને તેની વ્યાખ્યામાં પણ જોવા મળે છે. જેમાં દેવવંદનના ત્રીજા અધિકારમાં એક ચૈત્ય કે એક જિન સંબંધી થોય અરિહંત ચેઇયાણ બોલ્યા પછીના પ્રથમ કાઉસ્સગ્નમાં છે અને સવ્વલોએ અરિહંત ચેઇયાણ બોલ્યા પછીના બીજા કાઉસ્સગ્નમાં સર્વ જિન સંબંધી થોય બોલવી તેમ પાંચમાં અધિકારમાં કહ્યું છે.
(૩) ઉપરોક્ત મુદ્દા-૨નો સાર એ છે કે “અરિહંત ચેઇયાણં'માં એક ચૈત્ય અને “સવ્વલોએ અરિહંત ચેઇયાણમાં સર્વ ચૈત્ય અર્થાત્ એક પ્રતિમા અને સર્વ પ્રતિમાને આશ્રીને કાયોત્સર્ગ થાય છે. તેથી સ્તુતિનો સંબંધ પણ એ રીતે જ જોડાય છે. પહેલા એક ચૈત્ય કે એક જિનની અને પછી સર્વ ચૈત્ય કે સર્વ જિનની સ્તુતિ બોલાય છે. આ એક સુંદર તાર્કિક સંબંધ છે. આ સંબંધ સિદ્ધાંત અનુસાર રચાયેલ સર્વ સ્તુતિ ચતુષ્કમાં જોવા મળે છે. (અપવાદ રૂપે ક્યાંક એકથી વધુ જિન કે વધુ પદ પણ પહેલી સ્તુતિમાં દેખાય છે.)
(૪) લલિતવિસ્તરામાં આ જ કથન તર્કથી સમજાવેલ છે – “મૂળ ચૈત્ય સમાધિનું કારણ હોવાથી મૂળનાયકની પ્રતિમાની વંદનાદિ નિમિત્તે કાયોત્સર્ગ પહેલા કર્યો પછી સર્વ અરિહંત તે સમાધિકરણ ગુણવાળા હોઈ સર્વલોકનું ગ્રહણ કર્યું."
- જે નિકટના જિનપ્રતિમા છે, પરિચિત્ત છે તે શીઘ સમાધિનું કારણ છે કેમકે અનેકવાર તેના દર્શનનો, સ્મરણનો, વંદનાદિનો લાભ લીધો હોવાથી તેમને ચિત્તસ્થ કરવા સહેલા છે. તેથી જલ્દી સમાધિ આપે છે માટે તેમનું સ્થાન પહેલું મુક્યું છે. બીજા ક્રમે સર્વલોકના અહેતુ ચૈત્યોને મૂક્યા કેમકે તે પણ સમાધિ પ્રદાયક તો છે જ. બીજા કાયોત્સર્ગ પછી બોલાતી સ્તુતિમાં સર્વજિનની વંદના આદિ દ્વારા “' શબ્દનો ભાવ દઢ બને છે.
• આ સૂત્રમાં ‘રિહંત રેફયા' એકલું જ કેમ ?
આવો પ્રશ્ન સ્વાભાવિક છે કે જો આધારસ્થાનમાં સંધ્ધનો શબ્દ છે તો પછી અહીં એકલું અરિહંત ચેઇયાણ કેમ ?
(૧) પરંપરાગત રૂપે આ રીતે જ આ સૂત્ર જોવા મળે છે તે મુખ્ય વાત.
(૨) આ પરંપરા પણ ઘણી જ પ્રાચીન છે. કેમકે યોગશાસ્ત્ર, પંચાશક, ધર્મસંગ્રહ ઇત્યાદિ ગ્રંથોમાં “અરિહંત ચેઇયાણં' પાઠ છે જ.
(૩) ચૈત્યવંદન ભાષ્યમાં તો બંને પ્રકારના “અરિહંત ચેઇયાણં'નો ઉલ્લેખ, ઉદ્દેશ અને કાર્ય-કારણ સંબંધ સહ વિવરણ છે.
(૪) વર્તમાન પ્રણાલિ મુજબ મધ્યમ ચૈત્યવંદનમાં અંતે એક જ સ્તુતિ બોલાય છે. તેમાં જે-તે જિનનું ચૈત્યવંદન હોય તેમની સ્તુતિ બોલવાની મુખ્યતા હોવાથી સવ્વનો મૂકેલ નથી.
• દેનિક ક્રિયામાં “અરિહંત ચેઇયાણનું સ્થાન
-૦- પ્રતિક્રમણ - રાત્રિ પ્રતિક્રમણમાં છ આવશ્યક પછી થતા દેવવંદનમાં અને દેવસિક પ્રતિક્રમણમાં આરંભે કરાતા દેવવંદનમાં આ સૂત્ર બોલાય છે.