________________
૨૯૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ જેમકે ભગવતીજી સૂત્રમાં ગૌતમસ્વામી દ્વારા પૂછાયેલા ૩૬,૦૦૦ પ્રશ્નોનું સમાધાન ભગવંત મહાવીરે આપેલું છે.
- અહીં એક વાત ખાસ નોંધપાત્ર છે કે, “પૃચ્છના''રૂપ સ્વાધ્યાય નામનો તપ કેવળ શંકાના નિવારણ માટે અને જ્ઞાનપ્રાપ્તિના ઉદ્દેશપૂર્વકનો જ હોવો જોઈએ - સામાને નિરંતર કરવા કે સ્વયંના પાંડિત્ય પ્રદર્શન બુદ્ધિથી કરેલો તપ કર્મ નિર્જરાને બદલે કર્મ બંધાવનાર બને છે.
લઘુ દૃષ્ટાંત :
એક આચાર્ય મહારાજને ૫૦૦ શિષ્યો હતા. આચાર્ય મહારાજ પોતે પણ એક સમર્થ વિદ્વાન્ હતા. પ૦૦ શિષ્યોને વાંચના આપે અને તેમના દ્વારા કરાતી શંકા (પૃચ્છના)નું સમાધાન પણ આપે.
એક રાત્રિએ તેઓ સુતેલા હતા. ત્યારે કોઈ મુનિ આગમના કોઈ પદાર્થનો અર્થ પૂછવા માટે આવ્યા. તુરંત તેનું સમાધાન આપ્યું. પછી બીજા કોઈ મુનિએ પૃચ્છા કરી. તેમને પણ ઉત્તર આપ્યો. એ રીતે કેટલાંયે મુનિ આવ્યા. પોત-પોતાની શંકાના સમાધાનો મેળવતા ગયા. તેમને નિદ્રામાં સતત વિક્ષેપ થતાં તેમના મનમાં કુવિચાર પ્રવેશ્યો.
આચાર્ય મહારાજ વિચારે છે કે અરેરે ! મારા મોટા ભાઈ મુનિ ભણ્યા નથી, તો સ્વેચ્છાએ સુએ છે, ખાય છે, પીએ છે, ફરે છે, આવું સુખ મને ક્યાંથી ? આવી પાપમય વિચારણા સાથે બાર દિવસ મૌન ધારણ કર્યું. વાચના-પૃચ્છનાદિ સ્વાધ્યાય તપ કર્યો નહીં-કરાવ્યો નહીં.
પરિણામે તેઓ મૂર્ખ એવા વરદત્તકુમારના ભવને પામ્યા.
(૩) પરાવર્તન :- ભણાયેલા સૂત્રો વગેરે વિસ્મૃત ન થાય તે માટે વારંવાર પરાવર્તના કે પુનરાવર્તન કરવું.
– સામાન્ય ભાષામાં પરાવર્તના એટલે આવૃત્તિ કરવી.
– શીખેલા પાઠને સ્થિર કરવા કે હૃદયંગમ કરવા માટે આ વિશેષ સ્પષ્ટ પદ્ધતિ છે. જેથી જુનું શીખેલું ભૂલાય નહીં
(૪) અનુપ્રેક્ષા :- સૂત્રાર્થનો મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં જ ધ્યાન ધરવું, તે અનુપ્રેક્ષા સ્વાધ્યાય.
– કાયોત્સર્ગાદિમાં તેમજ અસ્વાધ્યાય દિવસોમાં મુખેથી પરાવર્તના થઈ શકતી નથી. તે માટે અનુપ્રેક્ષા સ્વાધ્યાય વડે જ મૃતનું સ્મરણ કરી શકાય છે.
– પરાવર્તના સ્વાધ્યાય કરતાં પણ અનુપ્રેક્ષા સ્વાધ્યાય તપ અધિક ફળદાયી છે. કેમકે અભ્યાસના વશથી મનનું શુન્યપણું હોવા છતાં મુખ વડે પરાવર્તન થઈ શકે છે. જ્યારે અનુપ્રેક્ષા સ્વાધ્યાય તો સાવધાન મન વડે જ થઈ શકે છે.
- મંત્ર આરાધનાની સિદ્ધિ માટે પણ અનુપ્રેક્ષા સ્વાધ્યાય જરૂરી છે.
– સંલેખના કે અનશનાદિકમાં શરીર બહુ ક્ષીણ થઈ જાય છે. તેથી પરિવર્તનાદિક શક્તિ રહેતી નથી. ત્યારે અનુપ્રેક્ષા વડે જ નિત્ય ક્રિયા