Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 295
________________ ૨૯૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ તપ, સ્વાધ્યાય, ક્રિયા આદિ આરાધના યોગ્ય રીતે ટકી રહે. (૫) ગ્લાન વૈયાવચ્ચ :- રોગ આદિ કારણોથી ક્ષીણ થયેલા તે ગ્લાન કહેવાય છે. – સંઘમાં કદાપી કોઈ સાધુ કે સાધ્વી બીમાર હોય તો તેમની વૈયાવચ્ચ કરવી જોઈએ. શક્ય છે કે યોગ્ય વૈયાવચ્ચના અભાવે તેમનો સમતાભાવ ન જળવાય, અશુભ પરિણામો ઉત્પન્ન થાય, તેમની ક્રિયા આદિ સદાય. ધર્મમાર્ગમાં અસ્થિરતા આવે માટે વૈયાવચ્ચ કરવી જોઈએ. જેમ મરીચીના ભાવમાં મહાવીરસ્વામીના જીવના પરિણામો ઘણાં સારા હતા, પણ જ્યારે બીમારીમાં કોઈ સેવા કરનારા ન મળ્યા ત્યારે ધર્મ વિશેની પ્રરૂપણા ફેરવી તેણે કહ્યું કે, “હે કપિલ ! ધર્મ અહીં પણ છે અને ત્યાં પણ છે.” આટલી જ વાતમાં તેણે કેટલો મોટો સંસાર ઉભો કરી દીધો (૬) શૈક્ષ વૈયાવચ્ચ :– નવદીક્ષિત સાધુને શૈક્ષ કહે છે. – નવા નવા આવેલા હોય, ભણવા-ગણવાનું (અધ્યયનાદિ) ચાલુ હોય ત્યારે કદાચ મેઘકુમારની જેમ મન ચલિત થઈ પણ જાય. – આવા-આવા કારણે શૈક્ષની વૈયાવચ્ચ કરવી જોઈએ. (૭) કુલ વૈયાવચ્ચ :– એક જ દીક્ષાચાર્યના પરિવારને કુળ કહેવાય છે. - આવા કુળની વૈયાવચ્ચથી સંસ્થાકીય ભક્તિનો ભાવ ઉદ્ભવશે. (૮) ગણ વૈયાવચ્ચ :- જુદા જુદા આચાર્યોનો પરિવાર છે તે ગણ કહેવાય છે (અથવા). - પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળાનો ગણ કહેવાય. – તેવા “ગણ'ની વૈયાવચ્ચ કરવી. (૯) સંઘ વૈયાવચ્ચ :- સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ સમૂહ તે સંઘ કહેવાય (અથવા) – સર્વે ગણોનો સમૂહ એકત્ર થવાથી સંઘ બને છે. - આવા શ્રી સંઘની વૈયાવચ્ચ કરવી. તે તીર્થંકર નામકર્મ પણ ઉપાર્જને કરાવી શકે છે. માટે સંઘ વૈયાવચ્ચ રૂ૫ તપ કરવાનું કહ્યું. (૧૦) સાઘર્મિક વૈયાવચ્ચ :- સમાનધર્મવાળા તે “સાધર્મિક” કહેવામાં આવે છે. – તત્ત્વાર્થાધિગમ સૂત્રકાર અહીં “સમનોજ્ઞ” શબ્દ પ્રયોજે છે – જેનો અર્થ ત્યાં કરેલ છે - “જ્ઞાનાદિ ગુણોમાં સમાન હોય તે.” – આવા સાધર્મિકોની વૈયાવચ્ચ કરવી જોઈએ. ૦ વૈયાવચ્ચનું મહત્ત્વ :– આચાર્ય આદિ દશેની વૈયાવચ્ચ મહાનિર્જરાનું કારણ બને છે.

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322