Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 300
________________ નાણૂમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૨૯૯ સંહનનવાળાનું જે એક વિષયમાં અંતઃકરણ વૃત્તિનું સ્થાપન તે ધ્યાન." – સામાન્ય અર્થમાં ધ્યે વિત્તાયામ્ મુજબ ધ્યાન શબ્દનો અર્થ “ચિંતન કરવું” એવો થાય છે. – આત્માના જે અધ્યવસાયો સ્થિર એટલે કે વ્યવસ્થિત હોય, આત્મવિષયને અનુરૂપ હોય તે ધ્યાન, પ્રસન્નચંદ્ર રાજા સંધ્યાકાળે ઝરૂખામાં બેઠા છે, નગરનું રૂપ નીહાળતાં નીહાળતાં નાના-નાના પ્રકાશી રંગવાળા વાદળો જોયા. તે જોઈને હર્ષિત થયેલો રાજવી હજી સુંદરતાને માણે તેટલીવારમાં તો સંધ્યાનો ખીલેલો રંગ જોત-જોતામાં નાશ પામ્યો. ત્યારે તેને ચિંતન શરૂ થયું કે અરે ! આ સંધ્યાના વાદળના રંગની સુંદરતા કયાં ગઈ? ખરેખર ! સંધ્યાના રંગોની જેમ આ દેહ પણ અનિત્ય જ છે. આમ વિચારતા વૈરાગ્ય વાસિત થઈને બાલ્યવયના પુત્રને રાજગાદી સોંપી દીક્ષા ગ્રહણ કરી. કોઈ વખતે તેઓ રાજગૃહી નગરીના ઉદ્યાનમાં કાયોત્સર્ગ મુદ્રા ધરીને ઉભા છે. આવા સમયે ભગવંત મહાવીર રાજગૃહીના ગુણશીલ ઉદ્યાનમાં સમોસર્યા. તે જાણીને શ્રેણિક રાજા આડંબર સહિત વંદન કરવા નીકળ્યો. પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈને હાથી પરથી નીચે ઉતરી શ્રેણિક રાજાએ તેમને વંદન કર્યું. સંયમજીવનની અનુમોદના કરી આગળ ચાલ્યા. તે વખતે દુર્મુખ નામનો ચોપદાર બોલ્યો કે આ મુનિનું નામ પણ લેવા લાયક નથી. વૈરીઓ બાળકને હણીને તેનું રાજ્ય હડપ કરી જશે. આટલી વાત જ કાનમાં પડતા પ્રસન્નચંદ્ર રાજર્ષિના ધ્યાનમાં ભંગ થયો. અશુભ ચિંતવના ચાલુ થઈ. મનમાં તુમુલયુદ્ધ જામી ગયું. રૌદ્રધ્યાનમાં પ્રવેશી ગયા. સાતમી નારકીને યોગ્ય પરીણામો થયા. પણ મસ્તકે હાથ જતાં લોચ કરેલ મસ્તક જોઈને વિચારધારા પલટાણી, શુભભાવની ધારાએ ચડ્યા. શુક્લ ધ્યાનમાં લીન થયા અને કેવળજ્ઞાન પામી ગયા. અહીં કથાનો સંક્ષેપ કરી ધ્યાનના માત્ર બે ભેદોના નામ નોંધ્યા. પણ તત્ત્વાર્થ સૂત્રમાં નવમાં અધ્યાયનાં ૨૯માં સૂત્રમાં તથા સ્થાનાંગ સૂત્ર સ્થાન-૪ના સૂત્ર૨૬૧માં ધ્યાનના ચાર ભેદો જણાવ્યા છે. (૧) આર્તધ્યાન :- પીડા કે દુ:ખ જેમાંથી ઉદ્ભવે તે આર્ત. - જે ધ્યાનમાં રૂદન, દીનતા, આઠંદન વગેરે રહેલા છે તે આર્તધ્યાન. – આર્તધ્યાન ચાર પ્રકારે જણાવવામાં આવ્યું છે. (૧-૧) રૂપિયા - પ્રિય વસ્તુ કે વ્યક્તિનો વિયોગ જ્યારે થાય ત્યારે તેને મેળવવાની ચિંતારૂપે જે ધ્યાન થાય તે ઇષ્ટના વિયોગરૂપ આર્તધ્યાન કહેવાય છે. (૧-૨) નિ:સંયો - અપ્રિય કે અનિષ્ટ વસ્તુ અથવા વ્યક્તિનો સંયોગ થયો હોય ત્યારે તેના વિયોગની એટલે કે તે વ્યક્તિ કે સ્થિતિથી છુટા પડવાની

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322