Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 308
________________ નાણંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૩૦૭ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. આ છે કષાય વ્યુત્સર્ગ નામક અત્યંતર તપનો પ્રભાવ. (૬) સંસાર ઉત્સર્ગ :- સંસાર એટલે આત્મા સાથે ચોટેલા કર્મોને કારણે નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય એ ચાર ગતિમાં પરિભ્રમણ. - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ વગેરે જે જે કારણોથી સંસાર વધતો હોય તે સર્વે નિમિત્તોનો ત્યાગ કરવો અને કેવળ મોક્ષમાર્ગ પરત્વેનું લક્ષ્ય રાખવું તે સંસાર વ્યુત્સર્ગ કહેવાય. – “સંસાર' શબ્દનું વિવેચન સૂત્ર-૨૧ “સંસાર દાવાઓમાં જોવું. (૭) કર્મ ઉત્સર્ગ :- કર્મ ઉત્સર્ગ એટલે કર્મબંધનોના કારણોનો ત્યાગ કરવો તે. “આશ્રવો સદા છોડવા લાયક છે અને સંવર સદા આદરવા લાયક છે.” આ ઉક્તિ મુજબ આશ્રવને છોડવા અને સંવરને આદરવારૂપ તપ કરી સંચિત કર્મોની નિર્જરા કરવી. છેલ્લે સર્વ કર્મના ત્યાગ દ્વારા મોક્ષ મેળવવો તે કર્મ વ્યુત્સર્ગ – સર્વ કર્મોનો ત્યાગ (નિર્જરા) તે કર્મ ઉત્સર્ગ કહેવાય. ૦ આ રીતે સાત પ્રકારે ઉત્સર્ગ (વ્યત્સર્ગ) નામક અત્યંતર તપ શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે. પણ જેઓ ‘ઉત્સ’ નો અર્થ માત્ર કાયોત્સર્ગ ઘટાવે છે, તે પણ અર્થપૂર્ણ જ છે. કેમકે કાયોત્સર્ગ એ ઉત્સર્ગ તપની પૂર્વની કે મહત્વપૂર્ણ ભૂમિકા છે. જો કાયાનું મમત્વ જ છૂટી જશે તો પછી ઉત્સર્ગ તપની ભૂમિકા ઘણી સરળ બની જવાની. કેમકે કાયાનું મહત્ત્વ છે તો ઉપધિનું પણ મમત્વ છે, કાયાનું મમત્વ છે તો આહારનું પણ મમત્વ છે. પણ કાયાનું મમત્વ છૂટી જાય તો એ જ કાયા' કર્મ નિર્જરા કરવાના સાધનરૂપ બની જશે. પછી આજ “કાયા”નો ઉત્સર્ગ છે કે જે “કર્મના ઉત્સર્ગ પર્યન્તની યાત્રારૂપ બની જશે. જેમ ધ્યાનરૂપ તપમાં શુક્લધ્યાનનું ચોથું અને છેવું ચરણ પછી મોક્ષ જ પ્રાપ્ત થાય તેમ ઉત્સર્ગ તપ એ પણ અંતિમ અને મહત્ત્વપૂર્ણ તપ છે. કેમકે છેલ્લે કર્મ આદિનો સર્વથા ઉચ્છેદ થાય છે. • ભિંતરો તો ડું - (તે) અત્યંતર તપ છે. – ગાથા-૭માં ચાર ચરણોમાં આ ચોથું ચરણ છે. – પ્રાયશ્ચિત્ત આદિ છ ભેદોને જણાવ્યા પછી છેલ્લે આ ચરણમાં તેનું સ્વરૂપ જણાવતું આ પદ મૂકાયું છે. આ છ એ અત્યંતર તપ છે. - અત્યંતર - જેનો સંબંધ અંતર સાથે છે તે અત્યંતર. ૦ ગાથા-૫, ૬, ૭નો સારાંશ : - નારંમિ દંસણૂમિ સૂત્રની ગાથા-૨, ૩, ૪માં જ્ઞાન, દર્શન અને ચારિત્રાચાર જણાવ્યા પછી ગાથા ૫ થી ૭માં તપાચાર જણાવેલ છે. – જેમાં ગાથા-પમાં “બાહ્ય અને અત્યંતર એવા બે ભેદે તપ છે.” એમ તીર્થકરોએ કહ્યું છે. એટલું જણાવી તેના બાર ભેદનો ઉલ્લેખ કર્યો.

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322