________________
નાણુંમિ હંસમિ સૂત્ર-વિવેચન
“અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસાર કાંતારનું ઉલ્લંઘન' કહ્યું છે અને સ્થાન-૧૦માં તેનું ફળ-ભવિષ્યમાં “શુભ તથા ભદ્રક પરિણામ પામે'' તેમ જણાવેલ છે. દશવૈકાલિક સૂત્ર વૃત્તિમાં - આ વિષયમાં એક દૃષ્ટાંત આપેલ છે
કોઈ એક આચાર્ય હતા. સાધુઓને વાચના આપતા આપતા કોઈ કાળે તેઓ કંટાળી ગયા થાકી ગયા. તેથી સ્વાધ્યાય કાળ હોવા છતાં તેમણે તેને અસ્વાધ્યાય કાળ જાહેર કરી દીધો. જ્ઞાનનો અંતરાય બાંધીને તેઓ કાળ કરી દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને કોઈ આહીર કુળમાં ઉત્પન્ન થયા. કોઈ વખતે તે આહીરને ત્યાં પુત્રીનો જન્મ થયો. લોકોએ તે કન્યા યુવાન થઈ ત્યારે તેનું “અશકટા'' નામ પાડી દીધું. તે આહીર પણ “અશકટાતાત'' નામે ઓળખાવા લાગ્યો. વૈરાગ્ય પામીને તેણે દીક્ષા લીધી. ઉત્તરાધ્યયન સૂત્રના યોગવહન કરતા ત્રણ અધ્યયન ભણ્યા. પછી તેને પૂર્વે સંચિત કરેલા જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી ઘણો પ્રયાસ કરવા છતાં ચોથા અધ્યયનનો એક અક્ષર પણ યાદ રહેતો ન હતો.
-
–
૨૫૭
ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, જ્યાં સુધી આ અધ્યયન સ્થિર ન થાય ત્યાં સુધી તમે આયંબિલ કરો. ત્યારે આહીરમુનિએ તે વાતને સ્વીકારી. એ પ્રમાણે આયંબિલપૂર્વક અધ્યયન કરતા-કરતા તે મુનિને બાર વર્ષ પસાર થયા. બાર વર્ષ આયંબિલ તપ સહિત અધ્યયન કરતા તેમના પૂર્વ સંચિત જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થતા કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ પ્રમાણે ‘આગાઢજોગ'નું સમ્યક્ પ્રકારે અનુપાલન કરવું જોઈએ. (અર્થાત્ ઉપધાન કરવા જોઈએ.)
-
મહાનિશીથ નામક આગમ સૂત્રમાં અધ્યયન-૩ના સૂત્ર-૪૯૦માં નોઆગમથી સુપ્રશસ્ત જ્ઞાનકુશીલ આઠ પ્રકારના કહ્યા છે તેમાં ઉપધાન કર્યા વિના સુપ્રશસ્ત જ્ઞાન ભણનાર-ભણાવનારને જ્ઞાનકુશીલ કહ્યા છે. સૂત્ર-૪૯૧માં પણ કહ્યું છે કે, ઉપધાન કર્યા વિના આવું જ્ઞાન ભણે, ભણાવે કે ભણનાર-ભણાવનારની અનુમોદના કરે તે સુપ્રશસ્ત જ્ઞાનની મહાઆશાતના કરે છે. સૂત્ર-૪૯૨માં ગૌતમસ્વામીએ પ્રશ્ન કરેલ છે કે શું ઉપધાન કરવા જોઈએ ? તેનો વિસ્તારથી ઉત્તર આપતા ભગવંત મહાવીરે ઉપધાન કરવાનું વિધાન કરેલ છે. ત્યારપછીના સૂત્રમાં ઉપધાન કઈ રીતે કરવા તેની વિધિ પણ બતાવેલ છે.
(૫) નિવળે - ગુરુ, જ્ઞાન, સિદ્ધાંત વગેરેનો અપલાપ ન કરવાને વિશે, ભણાવનાર ગુરુને ન ઓળવવા વિશે.
--
- નિ +હનુ - છુપાવવું. તે પરથી નિદ્ભવ એટલે છુપાવનાર બન્યું.
– છુપાવવાની ક્રિયા, અપલાપ કરવો કે શઠપણું તે નિદ્ભવન છે. આવું નિવળ પણું ન હોવું તે અનિવળ કહેવાય. અશઠપણું નિખાલસતા એ જ ‘અનિહ્નવ' છે.
જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય, તેનું નામ છુપાવવું તે નિહ્નવ દોષ છે. એ જ રીતે સિદ્ધાંતને છુપાવવો કે તેનો ઢાંકપિછોડો કરવો અથવા તેનાથી
217