Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 257
________________ ૨૫૬ અને બહુમાન બંને હોવા જોઈએ. (૪) વહાળે - ઉપધાનને વિશે શ્રાવક ‘ઉપધાન’ તપ તપીને (કરીને) આવશ્યક સૂત્ર ભણે અને સાધુ યોગવહન કરીને સિદ્ધાંત ભણે એ ચોથો જ્ઞાનાચાર છે. ઉપધાન એટલે સૂત્ર ભણવા માટે કરાતો તપ વિશેષ. પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ — શ્રુતનું ગ્રહણ કરવાની ઇચ્છાવાળાએ ઉપધાન તપ કરવો જોઈએ. વૈજનિષ્ઠ વૃત્તિ માં જણાવે છે કે, ‘‘સમીપમાં રહીને જે ધારણ કરાય તે ઉપધાન-તપ વિશેષ કહેવાય. જે અધ્યયન માટે જે આગાઢ વગેરે યોગનું વિધાન કરાયેલ હોય તે પ્રમાણે તે યોગ કરવા જોઈએ. આવા (ઉપધાન) યોગપૂર્વક કરાયેલ તપ જ સફળ થાય છે. આચારપ્રતીપ ટીા માં પણ કહ્યું છે કે, “જે તપ વડે સૂત્રાદિક આત્મ સમીપમાં કરાય (ઉપ-સમીપે ધીયતે-યિતે) તે ઉપધાન. આ ઉપધાન જ્ઞાનાચારનો ચોથો ભેદ છે. - ઉપધાનનો સામાન્ય અર્થ આલંબન છે, તે જ્ઞાનારાધન માટેનું તપોમય અનુષ્ઠાન છે. ‘જ્ઞાનાચાર'ના સંબંધમાં આ શબ્દ આલંબનરૂપ તપોમય ખાસ અનુષ્ઠાનને માટે વપરાય છે. સૂત્રોના આરાધન નિમિત્તે ખાસ ક્રિયાઓ કરવા સાથે આયંબિલ આદિ વિશિષ્ટ તપ તેમાં કરવાનો હોય છે. તે માટે ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં ૧૧માં અધ્યયનમાં શ્રી શાંત્યાચાર્ય જણાવે છે કે ‘‘ઉપધાન એટલે અંગ અને અંગબાહ્ય (અનંગ) શ્રુતના અધ્યયનની આદિમાં કરવામાં આવતું યોગોહનપૂર્વકનું આયંબિલાદિ તપ વિશેષ.'' જેમ સાધુને યોગવહન કર્યા વિના સિદ્ધાંતનું અધ્યયન કલ્પ નહીં, તેમ ઉપધાન તપ કર્યા વિના શ્રાવકોને નમસ્કાર આદિ સૂત્ર ભણવા ન કલ્પે. તે વિશે મહાનિશીથ સૂત્ર નામના આગમમાં કહ્યું છે કે, અકાળ, અવિનય, અબહુમાન અને અનુપધાન વગેરે જ્ઞાન સંબંધી આઠ પ્રકારના અનાચાર મધ્યે ઉપધાનનું વહન ન કરવારૂપ અનાચાર મોટા દોષવાળો છે. સૂત્ર સાક્ષી— ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૧ ‘ચરણવિધિ’માં વીશમી ગાથાની વૃત્તિમાં બત્રીશ યોગ સંગ્રહમાંના ચોથા યોગ સંગ્રહમાં, સમવાય અંગ સૂત્રના બત્રીશમાં સમવાયમાં તથા આવશ્યકવૃત્તિમાં પ્રતિક્રમણ અધ્યયનમાં ‘િિસ્લોવહાળે ય ત્તિ' એમ કહ્યું. આવશ્યક નિર્યુક્તિ-૧૨૭૪ની વૃત્તિમાં તેની વ્યાખ્યા કરાયેલ છે - પ્રશસ્ત યોગ સંગ્રહને માટે કોઈની સહાય વિના ‘ઉપધાન’ તપ કરવો જોઈએ. આ જ વાત અભયદેવસૂરિજી પણ સમવાય ટીકામાં લખે છે કે, અનિશ્રિત ઉપધાન એટલે બીજાની સહાયની અપેક્ષા વિના તપ કરવું એ છે. સ્થાનાંગ સૂત્ર સ્થાન-૩ના સૂત્ર-૧૪૪માં અને સ્થાન-૧૦ના સૂત્ર-૯૭૮માં ‘યોગવહન’(ઉપધાન) અંગે જણાવેલ છે. ત્રીજા સ્થાનમાં યોગવહનનું ફળ -

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322