Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 280
________________ નાસંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન ૨૭૯ – સામાન્ય અર્થમાં તો રસત્યાગ એટલે “સ્વાદવૃત્તિનો ત્યાગ". - શરીરની ધાતુઓને વિશેષ પુષ્ટ કરે તે ‘રસ' કહેવાય છે. જેમકે – દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડાવિગઈ (તળેલું). તેનો ત્યાગ કરવો તે રસત્યાગ. કેમકે રસોનું સેવન મન, વચન, કાયામાં વિકૃતિ લાવે છે. માટે તેને વિકૃતિના સૂચક નામથી ઓળખવામાં આવે છે. કહ્યું છે કે વિગતિ એટલે કે દુર્ગતિથી ભય પામેલો સાધુ, વિકૃતિ કરનાર - વિગતિમાં ગમન કરાવનાર, વિગઈ (રસવાળા પદાર્થોનું) જો ભોજન કરે તો વિકાર કરવાના સ્વભાવવાળી વિગઈ તેને બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે.” આ વિકૃતિ-વિગઈના સ્વરૂપની દૃષ્ટિએ ત્રણ ભેદ કહ્યા છે– (૧) દ્રવરૂપ, (૨) પીંડરૂપ (5) દ્રવપીંડરૂપ (૧) દ્રવરૂપ - દુધ, મધ, તેલ જે પ્રવાહીરૂપ છે તે દ્રવ્યરૂપ વિગઈ. (૨) પીંડરૂપ - માખણ, પકવાન (કડાવિગઈ) તે પીંડરૂપ વિગઈ. (૩) દ્રવપીંડરૂપ-ઘી, ગોળ, દહીં વગેરે પીંડ અને દ્રવના મિશ્રણરૂપ જે વિગઈ તે દ્રવ-પીંડ વિગઈ. સર્વ વિગઈનો ત્યાગ ન કરી શકનાર શ્રાવક પણ રોજ એકાદી વિગઈનો ત્યાગ કરી વિગઈત્યાગ રૂપ પચ્ચકખાણ કરી શકે છે. રસત્યાગનો બીજી રીતે વિચાર કરીએ તો “સ્વાદ-લાલસા' પર કાબુ હોવો તે છે. આ વાતને પાક્ષિક સૂત્રમાં રાત્રિ ભોજનવતના અતિચારમાં સારી રીતે વર્ણવેલી છે – તિરેવા, વહુ, વ. કડવું કે તીખું, ખારું કે ખાટું, મીઠું કે તુરું - કોઈપણ પ્રકારનો સ્વાદ હોય તો પણ રાગ કે દ્વેષ રહિતપણે તેને ગ્રહણ કરવું એટલે કે ભાવતો સ્વાદ હોય તો રાગ નહીં અને ન ભાવતી કે બેસ્વાદ વસ્તુ હોય તો પણ તે ખાતા દ્વેષ ન થવો તે સ્વાદ ત્યાગ. રસત્યાગ રૂપ તપ એ બાહાતપનો ચોથો ભેદ છે. ઉપવાસ કરવાનો નહીં, ઓછું પણ ખાવાનું નહીં, વૃત્તિનો સંક્ષેપ કે અભિગ્રહો કરવાના નહીં તો પણ તપ કહેવાય. કેમકે રસત્યાગ કરવાથી આસક્તિનો ત્યાગ થઈ જાય છે. આસક્તિ જન્ય રાગ કે દ્વેષના પરીણામો ભોગવવા પડતા નથી. જ્યારે રસની લાલસા ક્યારેક દુર્ગતિમાં પણ પહોંચાડી દે છે. જેમ આચાર્ય મંગુસૂરિજી રસની લાલચથી યક્ષરૂપે ઉત્પન્ન થયા. મંગુ નામના એક આચાર્ય હતા. શ્રતરૂપી જલના સાગરરૂપ હતા. કોઈ વખતે વિહાર કરતા મથુરા નગરી પહોંચ્યા. ત્યાં ઘણાં જ ધનાઢ્ય શ્રાવકો હતા. તેઓ સાધુ મહારાજની ભાવોલ્લાસપૂર્વક ભક્તિ કરતા. આચાર્ય મહારાજ ત્યાં રહી સ્વાધ્યાય-અધ્યાપન આદિમાં લીન બન્યા. તેમના સુંદર ઉપદેશ થકી શ્રાવકો પણ તેમના તરફ અધિક પ્રીતિભકિતવાળા થયા. મંગુસૂરિ મહારાજની ઉત્તમ જીવનપદ્ધતિ અને વિશેષ ક્રિયારૂચિ જોઈને મથુરા નગરીના શ્રાવકોને થયું કે આમને

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322