Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 285
________________ ૨૮૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ સમજવી. તદુપરાંત વિવિતચર્યા નામના ભેદને પણ વીતરાગ પરમાત્માએ સંલીનતા કહેલી છે. આ રીતે આ સૂત્રની છઠી ગાથામાં – અનશનથી સંલીનતા પર્યન્ત છે ભેદે તપોનું વર્ણન કર્યા પછી આ જ ગાથાના ચોથા ચરણમાં તે બાહ્યતપના છ ભેદો છે તેમ જણાવવા કહે છે કે • વેઠ્યો તેવો હોz - બાહ્ય તપ હોય છે. - ઉપરોક્ત છ ભેદે બાહ્ય તપ હોય છે અર્થાત્ બાહ્ય તપના અનશન, ઉણોદરી આદિ છ ભેદ જાણવા. હવે સૂત્રકાર મહર્ષિ સાતમી ગાથામાં તપાચારના જ સ્વરૂપને જણાવવા માટે અત્યંતર તપના છ ભેદોનો નામોલ્લેખ કરે છે. – આ સૂત્રની ગાથા-૬ દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિ-૪૭ રૂપે નોંધાયેલ છે. તેમાં જણાવેલ બાહ્યતપના છ ભેદ પરત્વે શ્રી હરિભદ્રસૂરિ રચિત વૃત્તિ તેમજ જિનદાસગણિજી રચિત ચૂર્ણિ પણ છે જ. તદુપરાંત આ જ ગાથા થોડા ફેરફાર સાથે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૩૦માં ગાથા-૧૧૯૬ રૂપે જોવા મળે છે. જેનું વિવરણ સ્વયં સૂત્રકાર મહર્ષિએ જ ગાથા-૧૧૯૭ થી ૧૨૧૬ સુધી કરેલ છે. જે ગાથા ઉપર વૃત્તિ અને ચૂર્ણિ પણ રચાયેલી છે. બાહ્ય તપના છ ભેદોને વિસ્તૃત રીતે જાણવા-સમજવા માટે ઉત્તરાધ્યયનની આ ગાથાઓ તથા તેની ચૂર્ણિ અને વૃત્તિ જોવા ખૂબ જ ઉપયોગી છે. – હવે જેનું વિવેચન કરવાનું છે તે ગાથા-૭ દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ-૪૮ રૂપે જોવા મળે છે. જે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૩૦ની ગાથા-૧૨૧૮ રૂપે કિંચિત્ ફેરફાર સાથે છે. વળી આ છ એ અત્યંતર ભેદોનું સ્વરૂપ પણ ઉત્તરાધ્યયનમાં ગાથા-૧૨૧૯ થી ૧૨૨૪માં જણાવેલું છે. વિસ્તારથી છ ભેદોને જાણવા આ સર્વે ગાથા તેની ચૂર્ણિ તથા વૃત્તિ ખાસ જોવા જેવા છે. (૧) પ ત્ત - પ્રાયશ્ચિત્ત તપ. - અત્યંતર તપનો આ પહેલો ભેદ છે. પ્રાય: એટલે “તપ' અને ‘ત્તિ' એટલે “માનસ'. માનસ (અંતર)ની શુદ્ધિને માટે જે તપ કરાય તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. – (આ શબ્દની વિવેચના માટે સૂત્ર-૬ ‘તસ્સ ઉત્તરી’ ખાસ જોવું.) – પ્રાયશ્ચિત્ત એટલે પાપનો છેદ અથવા ચિત્તનું શોધન. – પ્રાયશ્ચિત્ત તપ પાપના મળને ધોવા માટે અને આત્મા પર લાગેલા પાપના ઘાવને સાફ કરવા માટે છે. – પ્રાયશ્ચિત્ત એ પાપને દૂર કરનારી એક જાતની પ્રક્રિયા છે. જે મન કે આત્મામાં રહેલા મલિન ભાવોને દૂર કરે છે. ૦ પ્રાયશ્ચિત્ત તપનું કારણ જણાવતા જ્ઞાની પુરષોએ કહ્યું છે – શાસ્ત્રવિહિત કર્મો નહીં કરવાથી, નિંદિત કર્મોના આચરણથી અને

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322