________________
૧૧૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
કરી છે. લલિતવિસ્તરામાં પણ ‘સવ્વલોએ'થી જ આ સૂત્રનો આરંભ થાય છે. તો સૌ! એટલે શું ? અને પ્રસ્તુત સૂત્ર ‘અરિહંત ચેઇયાણં’ અને ‘સર્વીલોએ અરિહંત ચેઇયાણં' એ બંનેમાં અર્થની દૃષ્ટિએ અને ક્રિયાની દૃષ્ટિએ શો તફાવત ? પહેલા સવ્વનો શબ્દનો અર્થ વિચારીએ ૦ સવ્વલોએ એટલે સર્વ લોકમાં.
૦ અહીં ‘લોક' શબ્દનો અર્થ આવશ્યક વૃત્તિકારે કર્યો તે - કેવળજ્ઞાનથી જે પ્રકાશમાન થાય છે - દેખાય છે તે લોક. ચૌદરાજ પ્રમાણ લોક અહીં ગ્રહણ કરવો. કહ્યું છે કે, જે ક્ષેત્રમાં ધર્મ આદિ દ્રવ્યોની (ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ અને કાળ) પ્રવૃત્તિ હોય છે તે દ્રવ્યોથી યુક્ત તે લોક કહેવાય છે અને તેનાથી વિપરિત (આ દ્રવ્યો ન હોય તે) અલોક કહેવાય છે.
સર્વ શબ્દથી અધો-તિર્થા અને ઉર્ધ્વ ત્રણ ભેદથી પણ લોક કહ્યો છે. તેથી કરીને અધોલોકમાં ચમર આદિના ભવનોમાં, તીર્થાલોકમાં દ્વિપ, પર્વતો, જ્યોતિષ્ક વિમાનાદિમાં તેમજ ઉર્ધ્વલોકે સૌધર્માદિ સર્વે કલ્પે ચૈત્યો (જિનાલયો તથા જિનપ્રતિમાઓ) રહેલા છે તે અર્હત્ ચૈત્યો-પ્રતિમાઓ અહીં ગ્રહણ કરવાના છે.
લલિત વિસ્તરામાં આ જ અર્થનો થોડો વિસ્તાર છે–
સઘળાએ લોકનાં અર્હત્ ચૈત્યોનાં વંદન આદિ નિમિત્તે કાયોત્સર્ગ કરવા માટે આ ‘સર્વીલોએ અરિહંત ચેઇયાણં' કહેવામાં આવે છે.
—
• લલિતવિસ્તરા કર્તા એ સવ્વ અને તોજ શબ્દની વ્યાખ્યાતો આવશ્યક વૃત્તિ અનુસાર જ કહેલી છે. વિશેષમાં જિનચૈત્ય સંખ્યા ત્યાં જણાવી છે. જે આપણે સૂત્ર-૧૧ ‘જગચિંતામણી' અને સૂત્ર-૧૨ ‘જંકિંચિ'માં જણાવેલ છે.
૦ હવે ‘અરિહંત ચેઇયાણં’ અને ‘સર્વીલોએ અરિહંત ચેઇયાણં' એ બંનેમાં અર્થ અને ક્રિયાની દૃષ્ટિએ શો તફાવત છે તે જોઈએ-
આ ચર્ચા લલિતવિસ્તરા તથા તેની વૃત્તિને આધારે કરેલ છે.
(૧) ક્રિયારૂપે દેવવંદનાદિમાં ચાર કાયોત્સર્ગમાંનો પહેલા કાઉસ્સગ્ગ કરીએ ત્યારે માત્ર ‘અરિહંત ચેઇયાણં' બોલાય છે અને લોગસ્સ બોલ્યા પછી બીજો કાયોત્સર્ગ કરતા પહેલા ‘સવ્વલોએ અરિહંત ચેઈયાણં' બોલાય છે.
(૨) ‘અરિહંત ચેઇયાણં' બોલી કરાતા કાયોત્સર્ગમાં કોઈ એક તીર્થંકર પરમાત્માને આશ્રીને સ્તુતિ બોલાય છે. જ્યારે ‘સવ્વલોએ અરિહંત' પછી સર્વ જિનને આશ્રીને સ્તુતિ બોલાય છે.
ચૈત્યવંદન ભાષ્ય ગાથા-૨૩ની વ્યાખ્યામાં પણ મધ્યમ ચૈત્યવંદનની વ્યાખ્યા કરતા અધ્રુવ સ્તુતિ અને ધ્રુવ સ્તુતિ એવા બે ભેદ કહ્યાં. ત્યાં જણાવે છે કે ભિન્ન ભિન્ન તીર્થંકર અથવા ચૈત્યસંબંધી જે પહેલી થોય તે અશ્રુવ સ્તુતિ કહેવાય. ત્યારપછી ‘લોગસ્સ' સૂત્ર બોર્લી તે ચોવીશ ભગવંત (તથા અન્ય સર્વે ભગવંતો)ની સ્તવના રૂપે બોલાય તે ધ્રુવ સ્તુતિ કહેવાય.