________________
૧૨૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ - સવ્વલોએ પૂર્વક કહીએ તો તે રાત્રિ અને દેવસિક પ્રતિક્રમણમાં બબ્બે વખત બોલાય છે – (૧) દેવવંદનમાં, (૨) જ્ઞાનાદિ શુદ્ધિઅર્થે થતા લોગસ્સ પછીના કાયોત્સર્ગમાં.
-૦- દેવવંદન નિત્ય આરાધના વિધિરૂપે કરાતા દેવવંદનમાં તો બંને વખત ચાર થોયના જોડામાં આ સૂત્રનું સ્થાન સુનિશ્ચિત્ત જ છે.
-૦- ચૈત્યવંદન - નિત્ય ચૈત્યવંદના પ્રભાતે રાત્રિપ્રતિક્રમણમાં થતી સીમંધર સ્વામીની અને સિદ્ધાચલ તીર્થની - બંનેમાં તો આ સૂત્ર આવે જ છે.
તદુપરાંત પ્રાતઃકાલીન ચૈત્યવંદન ક્રિયા જે જિનાલયમાં કરાય છે તેમાં પણ જઘન્યથી એક વખત તો અરિહંત ચેઇયાણ આવશે જ. વિશેષ ભક્તિરૂપે જેટલા ચૈત્યવંદનો કરો તેટલા અને ઉભયકાળ કે ત્રિકાળ કરો તો તેટલી વખત પ્રત્યેક ચૈત્યવંદનમાં બોલાય જ.
-૦- ત્રણમાંથી કોઈ પણ ચૈત્યવંદન કરો - જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ ત્રણેમાં અરિહંત ચેઇયાણનું સ્થાન અચળ જ છે.
૦ દંડકો કયા કયા છે ? - અરિહંત ચેઇયાણ દંડક કહેવાતો હોવાથી આ પ્રશ્ન થયો.
- ચૈત્યવંન ભાષ્યમાં - (૧) શકસ્તવ, (૨) ચૈત્યસ્તવ, (૩) નામસ્તવ, (૪) શ્રુતસ્તવ અને (૫) સિદ્ધસ્તવ એ પાંચને “દંડક' સંજ્ઞાથી જણાવ્યા છે. જેમાં શક્રસ્તવ એટલે નમુત્થણે સૂત્ર, ચૈત્ય સ્તવ એટલે અરિહંત ચેઇયાણં સૂત્ર, નામસ્તવ એટલે લોગસ્સ સૂત્ર, શ્રુતસ્તવ એટલે પુકખરવરદી - સૂત્ર અને સિદ્ધસ્તવ એટલે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર આ રીતે પાંચે દંડકસૂત્ર જાણવા
આ સૂત્રને ચૈત્યસ્તવ કેમ કહ્યું ?
આ સૂત્રમાં અરિહંતના ચૈત્યોની સ્તવના અથવા ગુણોત્કીર્તન મુખ્ય હોવાથી “ચૈત્યસ્તવસૂત્ર કહેવાય છે. ચૈત્યવંદન ભાષ્યમાં પણ તેને વેર-થય’ કહ્યું છે. જેનું સંસ્કૃત રૂપાંતર “ચૈત્યસ્તવ' જ થાય છે.
• ચૈત્યવંદનની મહત્તા :
આ સૂત્ર ચૈત્ય-સ્તવ કહેવાય છે. વળી લઘુ-મધ્યમ કે બૃહત્ એ ત્રણે ચૈત્યવંદનમાં અરિહંત ચેઇયાનું સ્થાન છે. તો ચૈત્યની વંદના સ્વરૂપ આ સૂત્રના વિશેષ કથનમાં ચૈત્યવંદનની મહત્તા શું છે ? તે જોઈએ – ચૈત્યવંદનનો મુખ્ય હેતુ ભક્તિ દ્વારા “ભાવસમાધિ' પ્રાપ્ત કરવી તે છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ચોથા પંચાશકમાં જણાવેલ છે કે
- વિધિપૂર્વક કરાયેલું ચૈત્યવંદન કર્મવિષને દૂર કરવા માટે પરમમંત્ર તુલ્ય છે. એમ સર્વજ્ઞો કહે છે.
- લાયોપથમિક ભાવ વડે પરમ આદરથી કરવામાં આવેલું ચૈત્યવંદનરૂપ શુભ અનુષ્ઠાન તથાવિધ કર્મના દોષથી કદાચ ભંગ થઈ જાય તો પણ તે શુભભાવની વૃદ્ધિ કરનારું છે.