________________
૧૪૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ પહેલા, બીજા, ત્રીજા ચરણમાં તથા ચોથા ચરણના ઉત્તરાર્ધમાં ભગવંત મહાવીર સ્વામીના વિશેષણો છે તે આ પ્રમાણે–
• સંસાર-વિનિન - વાહ - નીરં સંસારરૂપી દાવાનલના દાહને શાંત કરવામાં અથવા ઓલવવામાં પાણી સમાન (એવા ભગવંત મહાવીર)ને.
૦ સંસાર - સંસાર, ભવભ્રમણ, ચતુર્ગતિરૂપ. – આ શબ્દનું વિવેચન સૂત્ર-૨૦ “કલ્લાણ કંદમાં આવી ગયેલ છે. - આગમોમાં “સંસાર' શબ્દની વિવિધ વ્યાખ્યા આ પ્રમાણે છે–
- સ્થાનાંગ સૂત્ર - સંસાર એટલે ચારગતિરૂપ, મનુષ્યાદિ પર્યાયમાંથી નારકાદિ પર્યાયમાં સંસરણ કરવું તે સંસાર.
જીવાજીવાભિગમ સૂત્ર - નારક, તિર્યંચ, નર, દેવના ભ્રમણ લક્ષણરૂપ એક ગતિમાંથી બીજી ગતિમાં સંસરવું તે સંસાર.
આ જ વ્યાખ્યા દશવૈકાલિક અને પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આપી છે. ૦ યુવાન - દાવાનળ, વન કે જંગલમાં પ્રગટેલો અગ્નિ – હાવ એટલે જંગલ કે વન કે અરણ્ય.
મનન એટલે અગ્નિ. ૦ ટાદ - દાહ, તાપ, દાઝવું, બળવું, ગરમી કે સંતાપ.
– જેમ દાવાનળ પ્રગટે ત્યારે તેનો દાહ-તાપ બાળે છે. તેમ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ સંતાપ પણ સંસારરૂપી દાવાનલમાં દાહરૂપ છે. જેમાં પાધિ એટલે વિવિધ પ્રકારની માનસિક પીડા. ‘વ્યાય' એટલે વિવિધ પ્રકારની શારીરિક પીડા અને ઉપાધિ એટલે વિવિધ પ્રકારની આવી પડેલી બાહ્ય આપત્તિઓ કે મુશ્કેલીઓ એવો અર્થ થાય છે.
-૦- સંસારને અહીં દાવાનલની ઉપમા આવી છે. સંસાર એ જ દાવાનલ સ્વરૂપ છે. જેમ દાવ-જંગલના અગ્નિ બાળે છે કે સંતાપે છે, તેમ સંસારરૂપી દાવાનલ પણ આત્માને સંતાપે છે - બાળે છે. તેથી તેને દાહ કહે છે.
– સંસારનું બાહ્ય સ્વરૂપ - માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, સ્વજન, સંબંધી, વડીલ, ગુરુ આદિ અનેક પ્રકારે સંબંધોથી ગૂંથાયેલું જીવન એ સંસાર છે. વ્યાપાર, કળા, કૃષિ, હુન્નર ઇત્યાદિ સર્વે બાહ્ય સંસાર છે.
– સંસારનું અત્યંતર સ્વરૂપ - ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિઅરતિ, ભય, શોક, જુગુપ્સા ઇત્યાદિ તથા વિષય-વિકારાદિ જેમાં અનુભવાય તે સંસારનું અત્યંતર સ્વરૂપ છે.
– કોઈપણ જીવ સંસારના આ બાહ્ય અને અત્યંતર સ્વરૂપને કારણે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિમાં સંસરણ-પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણ એ જ જીવ માટે દાવાનલનો દાહ બની રહે છે.
– આ સંસારરૂપી દાવાનલના દાહને ઓળવવામાં કે શાંત કરવામાં કે બૂઝવવામાં નીર સમાન એવા.
૦ નીર - એટલે જળ, પાણી, વારિ, સલિલ ઇત્યાદિ.