________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ માને છે કે દુનિયાને તેની ફરજનું ભાન કરાવવા માટે સર્વ શક્તિમાન ઈશ્વર કે અલ્લાહ પોતાના દૂતને ધર્મદૂત કે પયગંબરરૂપે ખાસ સંદેશો લઈને મોકલે છે.
૧૬૬
જ્યારે જૈનધર્મમાં આવા અનાદિપણાને કે એકેશ્વરવાદને સ્વીકૃત કરેલ નથી. આત્મા સર્વશુદ્ધિને પામે ત્યારે સિદ્ધ-ભગવંત બને છે. આવા પરમાત્માઓને ઉપાધિના કારણરૂપ કોઈપણ કર્મ બાકી રહેતું હોતું નથી. તેથી તેઓને જન્મ કે મરણ સંભવી શકતા નથી. પરંતુ ભરત કે ઐરવત ક્ષેત્રને આશ્રીને સમગ્ર અવસર્પિણીકાળ કે ઉત્સર્પિણીકાળમાં એવા ચોવીશ મહાપુરુષો જરૂર થાય છે કે જેઓ અર્હત્-તીર્થંકર બનીને ધર્મ માર્ગનું સ્થાપન કરે છે. મહાવિદેહમાં પણ આવા વીશ તીર્થંકરો હાલ વિચરી રહ્યા છે, જેમની સંખ્યા ઉત્કૃષ્ટ ૧૬૦ સુધી પણ એક સાથે સંભવે છે.
આ સર્વે તીર્થંકરો વ્યવહાર દૃષ્ટિએ ધર્મ માર્ગની ‘આદિ’ને કરનારા હોય છે. તેઓ સર્વજ્ઞપણું પામ્યા બાદ અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થયા બાદ જ્યારે તીર્થની સ્થાપના કરે ત્યારે દ્વાદશાંગી બાર અંગો રૂપ શ્રુતની સૂત્રથી-શબ્દથી નવી જ સ્થાપના થાય છે. તેથી આ કાર્યમાં શ્રુતજ્ઞાન નિમિત્તભૂત હોવાથી તેઓ શ્રુતધર્મની આદિને કરનારા પણ કહેવાય છે.
– પ્રત્યેક તીર્થંકર સ્વ-સ્વ કાળ અને ક્ષેત્રને આશ્રીને તેમના-તેમના શાસનમાં ધર્મની આદિ કરનારા કહેવાય છે. કેમકે પ્રત્યેક તીર્થંકરના તીર્થ સ્થાપના બાદ તેમના-તેમના ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. જો કે દ્વાદશાંગી તો નિત્ય જ છે. પણ સૂત્ર કે શબ્દથી તેની રચના પ્રત્યેક તીર્થની સ્થાપના વખતે થાય છે. (આ બાબતનો ઉલ્લેખ સૂત્ર-૨૧ ‘સંસારદાવાનલ''માં ‘વીરાગમ જલનિધિ''ના વિવેચનમાં થયો છે.)
૦ નમસામ - હું નમું છું, હું નમસ્કાર કરું છું.
આ નમસ્કાર ધર્મની આદિ કરનારાઓને કરવામાં આવેલ છે. આ રીતે આ સૂત્રથી પ્રથમ ગાથા કે સ્તુતિમાં “ધર્મના આદિકરતીર્થંકરોને નમસ્કાર કર્યો છે. આ ધર્મ તે શ્રુતધર્મ છે. તે તીર્થંકરોનો સંભવ ક્યાં હોઈ શકે તે દર્શાવવા માટે અઢીદ્વીપ ક્ષેત્ર અને તદ્ અંતર્ગત ભરત આદિ પંદર કર્મભૂમિ ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો છે.
હવે આ સૂત્રની બીજી ગાથામાં શ્રુતનું મહત્ત્વ વર્ણવી, તેને નમનનમસ્કાર કરવામાં આવેલ છે. તે આ પ્રમાણે–
૦ તમ-તિમિર-પsજ્ઞ-વિદ્વૈતપસ- અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર (શ્રુતજ્ઞાનને હું વંદુ છું)
૦ તમ એટલે અજ્ઞાન (તે રૂપ)
૦ તિમિર એટલે અંધકાર.
-
અજ્ઞાનરૂપ અંધકાર. અથવા
-
-
આવશ્યક વૃત્તિમાં કહ્યું છે
-