________________
૧૧૫
અરિહંત-ચેઈયાણ સૂત્ર-વિવેચન
(૨) મેદાઇ – મેધા વડે, બુદ્ધિ વડે, પ્રજ્ઞા વડે.
– મેધા એટલે ઉત્તમ શાસ્ત્રોને સમજવામાં કુશળ, પાપશાસ્ત્રોને છોડી દેનારી એવી જ્ઞાનાવરણીય કર્મના લયોપશમથી પ્રગટેલી બુદ્ધિ કે જે આત્માનો ગુણ વિશેષ છે, જેને “મેધા' કહે છે. એ મેધાપૂર્વક નહીં કે જડતાથી અથવા મેધા વડે એટલે અસમંજસપણે (જેમ-તેમ) નહીં પણ વિધિ આદિની મર્યાદામાં રહીને કાઉસ્સગ્ગા કરું છું.
– મેધા એટલે હેય-ઉપાદેયના જ્ઞાનવાળી બુદ્ધિ કે પ્રજ્ઞા.
– મેધાનો સામાન્ય અર્થ તીવ્ર બુદ્ધિ થાય છે, પણ વિશિષ્ટ અર્થમાં જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિને મેધા કહે છે.
– લલિત વિસ્તરામાં મેધાનો અર્થ કરતા કહ્યું છે કે, ગ્રંથને ગ્રહણ કરનારા આત્માના પટુ પરિણામ એટલે જ્ઞાનાવરણીય કર્મના લયોપશમથી થતો એક પ્રકારનો ચિત્ત-ધર્મ.
– હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર કરનારી જે પ્રજ્ઞા તે મેધા.
આ રીતે મેધા એટલે “સમજણ' જેમાં કાયોત્સર્ગ મારે માટે કરણીય છે, આચરણીય છે, તેવું જ્ઞાન થાય છે. શ્રદ્ધાની સાથે મેધા પણ જરૂરી છે. કેમકે શ્રદ્ધા પુરેપુરી હોય, પણ મેધા ન હોય તો અજ્ઞાનતાથી પાપપ્રવૃત્તિ થઈ પણ જવાની. તેથી વધતી જતી શ્રદ્ધા સાથે વધતી જતી મેધા વડે કાયોત્સર્ગ કરે. કેમકે સૂક્ષ્મ અને વિશદ સમજણથી ચિત્તને એક પ્રકારનું સમાધાન પ્રાપ્ત થાય છે, કે જે પ્રવૃત્તિની સ્થિરતા માટે ઉપયોગી છે.
(૩) fથg - ધૃતિ વડે, વ્યાકુળતા રહિત સ્થિતિ વડે. – ધૃતિ એટલે ધીરજ, મનનું પ્રણિધાન કે વ્યાકુળતા રહિત સ્થિતિ.
– મનની સમાધિરૂપ ધીરજ વડે કાઉસ્સગ્ન કરું છું નહીં કે કોઈપણ પ્રકારના રાગ-દ્વેષથી આકુલપણે.
મનની સમાધિરૂપ ધીરજ એવો અર્થ એટલા માટે ઉપયોગી છે કે, આત્મસાધનાના કઠોર માર્ગમાં અનાદિકાળના સંસ્કારો આપણી આરાધનામાં આવે આવે છે. તેથી શ્રદ્ધા સાથે જેમ મેધા આવશ્યક છે, તેમ ધૃતિ-ધીરજ પણ જરૂરી જ છે. જો ધીરજ નહીં હોય તો માર્ગમાં અટકી જવાશે.
લઘુદષ્ટાંત :- મીસરના રાજકુમારને દુશ્મન રાજા પકડી ગયા. બધાં કેદીની જેમ તેને પણ કામ સોંપાયું. રાજકુમારે કહ્યું મને ગાલીચા બનાવતા આવડે છે. મને તે કામ સોંપશો તો તમને ઘણું ધન મળશે. એક ગાલીચો બનાવ્યો. રાજાને સારી કિંમત મળી. રાજકુમારે કહ્યું મારા દેશમાં વેચશો તો હજી વધુ કિંમત મળશે. ગાલીચો મીસર વેચાવા ગયો. રાજા સમજી ગયો કે કારીગર મીસરનો જ છે. ગાલીચાના મોં માગ્યા દામ આપ્યા. કેટલાંક સમય પછી રાજકુમારે ગાલીચામાં મીસરથી કેદખાના સુધીનો નકશો બનાવીને સંદેશો લખી દીધો. મીસરના રાજાને ખ્યાલ આવતાં જ તેણે હુમલો કરી રાજકુમારને છોડાવી લીધો.