________________
અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિવેચન
૧૧૩
ઉપભોગ કરે છે. પણ જ્યારે નિર્વાણ સમય નજીક આવે ત્યારે શૈલેશીકરણ કરી સર્વ યોગોને રૂંધી ‘અયોગીકેવલી' નામક ચૌદમાં ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. પછી ધનુષમાંથી બાણ છૂટે તેમ શરીરમાંથી આત્મા છૂટીને ઉર્ધ્વગતિ વડે સિદ્ધશિલાએ પહોંચે છે અને નિરુપસર્ગ સ્થિતિ પામે છે. આવી નિરુપસર્ગ સ્થિતિ એટલે કે મોક્ષ મને ક્યારે મળે ? તેમ કાયોત્સર્ગ કરતી વખતે ચિંતવે.
૦ લઘુ દૃષ્ટાંત :- દ્વારિકા નામે નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ નામે રાજા હતો. તેને ધારિણી નામે રાણી હતી. તેઓના એક પુત્રનું નામ ગૌતમ હતું.
કોઈ વખતે અત્ અરિષ્ટનેમિ દ્વારિકામાં પધાર્યા. સમવસરણ રચાયું. ચારે નિકાયના દેવો આવ્યા, કૃષ્ણ પણ નીકળ્યા, તે વખતે જનસમૂહના શબ્દો અને જનકોલાહલને સાંભળીને અને જોઈને ગૌતમકુમાર પણ નીકળ્યા. ધર્મશ્રવણ કર્યા પછી દીક્ષા લેવાની ભાવના જાગી. માતા-પિતાની અનુમતિને પામીને દીક્ષા ગ્રહણ કરી. ભગવંત અરિષ્ટનેમિના સ્થવીરો પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અનેક પ્રકારનો તપ કર્યો.
ત્યારપછી ભગવંતની આજ્ઞા લઈને ભિક્ષુપ્રતિમાની આરાધના કરી. બારે ભિક્ષુપ્રતિમાની આરાધના કર્યા પછી ગુણરત્ન સંવત્સર નામે મહાનું તપ કર્યો. પોતાની કાયા કૃશ થયેલી જાણીને ભગવંત પાસે અનશન કરવાની આજ્ઞા માંગી. ભગવંતની આજ્ઞાપૂર્વક શત્રુંજય પર્વત પર Wવીરો સાથે જઈને અનશન સ્વીકાર્યું. કાયોત્સર્ગમાં લીન થઈ ગયા. એ રીતે એક માસના અનશનપૂર્વક કાયાના મમત્વનો ત્યાગ કરીને રહેલા એવા ગૌતમ મુનિ અંતે કેવળી થઈને નિરુપસર્ગ સ્થિતિ એટલે મોક્ષને પામ્યા.
આ રીતે કાયોત્સર્ગ દ્વારા વંદન, પૂજન, સત્કાર, સન્માન એ બધાં હેતુઓ જણાવ્યા તે તો યોગ્ય જ છે. પણ આ બધા હેતુ સિદ્ધ જેને માટે કરવાના છે તે બોધિલાભની પ્રાપ્તિ અને અંતે મોક્ષરૂપ ફળ પામવું તે જ કાયોત્સર્ગનો મુખ્ય હેતુ છે, તે સિદ્ધ કરવા પુરુષાર્થ કરવો જોઈએ.
આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે - આ રીતે, ઉક્ત નિમિત્તોથી કાયોત્સર્ગ કરતો હોવા છતાં જો તે જીવ શ્રદ્ધા આદિ પાંચ સાધનોથી રહિત હોય તો તેની અભિલાષા-ઇષ્ટ પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. તેથી કાયોત્સર્ગની સિદ્ધિ માટે જરૂરી એવા પાંચ સાધનો જાણવા જરૂરી છે.
આ પાંચ સાધનો છે – શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા.
પણ સૂત્રકારે તેની સાથે એક સુંદર અનુસંધાન જોડી દીધું વાળી, શબ્દ થકી. વડ્ડમાળીસદ્ધU, વમળીમેહા, ઇત્યાદિ સમજવું.
૦ વરાળ એટલે વધતી જતી, વૃદ્ધિ પામતી.
– આ શબ્દ ભલે શ્રદ્ધાદિ પાંચ સાધનોને અંતે મૂકાયો, પણ તે પાંચે સાધનો સાથે સંબંધ ધરાવે છે. તેથી “શ્રદ્ધા' આદિ કાયોત્સર્ગના સાધન ખરા, પણ અહીં માત્ર “શ્રદ્ધા-આદિ' કહીશું તો અર્થ અપૂર્ણ રહેશે. પુરો અર્થ લેવા માટે વધતી જતી [2] 8]