________________
૧૧૪
શ્રદ્ધા, વધતી જતી મેઘા એમ સમજવું જોઈએ.
—
આ શ્રદ્ધા આદિ પાંચે સાધનોનું વિવરણ આ પ્રમાણે છે— (૧) સહાપ્
શ્રદ્ધા વડે.
.
- મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી મનમાં જે નિર્મળતા પ્રગટે છે, તે ‘શ્રદ્ધા' કહેવાય છે
અથવા
- ચિત્તમાં રહેલા સંશય (એટલે કે સંદેહ કે શંકા), વિપર્યવ (એટલે કે વિપરિત ભાવો) આદિ દોષો દૂર થઈને સત્ય સિદ્ધાંતો પ્રત્યે સદ્ભાવ ઉત્પન્ન થવો તત્ત્વો પર અભિરુચિ થવી એ ‘શ્રદ્ધા' છે.
શ્રદ્ધા એટલે રુચિ, સ્વકીય અભિલાષા કે ચિત્તની પ્રસન્નતા. - યોગશાસ્ત્ર વૃત્તિમાં કહ્યું છે કે, શ્રદ્ધા એ મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારી અને ઉદકપ્રાસાદ મણીની જેમ ચિત્તને સ્વચ્છ કરનારી છે. જેમ જલકાંતમણી જળાશયમાં નાખતાં કચરાને દૂર કરે છે, તેમ શ્રદ્ધા-સંશયાદિ દોષરૂપ કચરાને દૂર કરી ચિત્તને સ્વચ્છ કરે છે.
આવા શ્રદ્ધારૂપી સાધન વડે હું કાયોત્સર્ગ કરું છું. એટલે કે કોઈના બળાત્કારથી નહીં પણ મારી જ રુચિ કે ચિત્ત પ્રસન્નતાથી કાઉસ્સગ્ગ કરું છું. ૦ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩માં શાસ્ત્રકાર મહર્ષિ ચાર વસ્તુને દુર્લભ ગણાવે છે. જેમાં શ્રદ્ધાને પણ દુર્લભ ગણાવી છે
પ્રાણીઓને ચાર પરમ અંગોની પ્રાપ્તિ થવી દુર્લભ છે (૧) મનુષ્યત્વ એટલે મનુષ્યપણાની પ્રાપ્તિ, (૨) શ્રુતિ એટલે સમ્યક્શાસ્ત્ર સાંભળવાનો યોગ, (૩) શ્રદ્ધા, જીવ, અજીવ આદિ તત્ત્વોની પ્રતીતિ અને (૪) સંયમી જીવન ગાળવાનો પુરુષાર્થ.
—
—
--
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
―
મનુષ્યત્વ અને શાસ્ત્રશ્રવણ મળ્યા પછી પણ શ્રદ્ધા થવી દુર્લભ છે. તે શ્રદ્ધા થઈ પણ જાય, તો પણ અહીં કાયોત્સર્ગ સાધનરૂપે પૂરતું નથી. કેમકે અહીં તો વધતી જતી શ્રદ્ધા વડે' કાયોત્સર્ગ કરવાનો છે.
--
– પ્રશ્ન :- ‘શ્રદ્ધા'રૂપ સાધનાના વિવરણમાં ન તુ વમિયોગેન બળાત્કારથી નહીં (પણ સ્વરૂચિથી) એમ કેમ લખ્યું ?
સમાધાન :- સુરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજી શ્રદ્ધાદિ પાંચ સાધનોને સમજાવતા પહેલા પાંચ 7 કાર મૂક્યા છે. કાયોત્સર્ગ કઈ રીતે કરવો ? (૧) બળાત્કારથી નહીં પણ ‘શ્રદ્ધા' વડે.
(૨) જડતા નહીં પણ ‘મેધા' (બુદ્ધિ) વડે.
(૩) રાગાદિની આકુળતાથી નહીં પણ ‘ધૃતિ’' વડે.
(૪) ચિત્તની શુન્યતાથી નહીં પણ ‘ધારણા' વડે.
(૫) પ્રવૃત્તિ માત્રથી નહીં પણ સમજણ-ચિંતન અને ‘અનુપ્રેક્ષા' વડે. આ રીતે પાંચ ‘ન’-કારથી પાંચ સાધનો પ્રગટ કર્યા. તેમાં પ્રથમ સાધન
એવા ‘શ્રદ્ધા’નું વિવરણ કર્યું. હવે મેધા આદિ ચાર સાધનોનું વિવરણ