________________
૧૧૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
દ્રવ્યથી મસ્તક નમાવવું, હાથ જોડવા વગેરે. ભાવથી સામા વ્યક્તિની મહત્તા અને પોતાની લઘુતાનો સ્વીકાર કરવો.
નામસ્મરણ, સ્તુતિ, નમન આદિ તથા મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ એ વંદન છે.
આવશ્યક વૃત્તિકાર કહે છે વંદન એટલે અભિવાદન. તેનો ભાવાર્થ કાયા, વાણી, મનની પ્રશસ્ત પ્રવૃત્તિ છે.
કાયોત્સર્ગ દ્વારા મને ચૈત્યો-પ્રતિમાઓના વંદનનો લાભ થાઓ. અથવા ચૈત્યોની વંદના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું એમ અર્થ સમજવો.
ભાવના :- તીર્થંકર પરમાત્માનો જીવ દેવલોકમાંથી ચ્યવીને માતાના ગર્ભમાં આવે ત્યારે ત્રણે ભુવનમાં આનંદની લહેર ઉઠે. દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થાય. અવધિજ્ઞાન વડે નિરખતો શક્રેન્દ્ર અત્યંત હર્ષિત થઈને બે હાથ જોડી, મસ્તકે અંજલી કરી તુષ્ટ મન વડે નમ્રુત્યુર્ણ અરિહંતાણં આદિ વિવિધ શબ્દોથી પ્રભુની ઉત્કૃષ્ટ વંદના કરે છે.
-
આ કે આવી ઉત્કૃષ્ટ વંદનાનો લાભ આ કાયોત્સર્ગથી મને થાઓ. (૨) બળવત્તિયા! - પૂજનના પ્રત્યય વડે, પૂજન નિમિત્તે, પૂજન માટે. પૂજન એટલે પૂજા, આરાધના કે ઉપાસના. તે બે પ્રકારે છે. દ્રવ્યથી સુગંધી ચૂર્ણ, કેશર, બરાસ, પુષ્પ આદિથી કરાય તે, ભાવથી-વિનય અને ભક્તિ દ્વારા પૂજાય તે.
આવશ્યક વૃત્તિકાર કહે છે - ગંધ-માલ્ય આદિ વડે અર્ચન કરવું તે પૂજન. આ જ વ્યાખ્યા લલિતવિસ્તરા, યોગશાસ્ત્ર આદિમાં પણ કહી છે. આવા પૂજન નિમિત્તે કે પૂજનનો લાભ થાય તે હેતુથી કાયોત્સર્ગ કરું છું.
ભાવના :- જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે સમગ્ર વિશ્વમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. ઇંદ્રાદિ દેવો પોતાના કલ્પ મૂજબ અરિહંત પરમાત્માને મેરુ પર્વત પર લઈ જાય છે, ત્યાં રત્નમયી શીલા પર સ્નાત્ર વડે જિનેશ્વરનો અભિષેક કરે છે. ઇત્યાદિ... હું આવી પૂજા કરનારો ક્યારે બનું ? તે નિમિત્તે કાયોત્સર્ગમાં ચિંતવના કરે.
(૩) સારવત્તિયા! - સત્કાર પ્રત્યય વડે, સત્કાર નિમિત્તે, સત્કાર માટે. સત્કાર એટલે આદર કરવો તે. દ્રવ્યથી સત્કાર એટલે આસન આપવું, વંદન કરવું, ભોજન-પાન કે વસ્ત્રાદિ આપવા વગેરે ભાવથી સત્કાર એટલે મનમાં ઉત્કટ આદરભાવ રાખવો તે.
-
આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે, સત્કાર એટલે ઉત્તમ વસ્ત્ર, આભરણ આદિ વડે અર્ચન કરવું તે. (આ જ અભિપ્રાય યોગશાસ્ત્ર આદિ ગ્રંથકારોનો છે.) સત્કાર શબ્દના વિવિધ આગમોમાં કરાયેલા અર્થો :
-
(ઉત્તરાધ્યયન) સત્કાર એટલે અર્ધ આસનાદિ આપવું તે. (ઠાણાંગ) સત્કાર એટલે સ્તવન વંદનાદિ કે વસ્ત્રાદિ વડે કરાય તે.