________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ (૩) ઉવસગ્ગહરં સ્તોત્ર પર રચાયેલ વિવિધ નૃત્યાદિ :
ઉવસગ્ગહર સ્તોત્ર પર વિવિધ નૃત્યાદિ રચાયા છે, તેની માહિતી કંઈક આ પ્રમાણે છે – (૧) બૃહવૃત્તિ, જે વિક્રમની બારમી સદી પૂર્વે રચાઈ છે પણ તેના કર્તાનો નિર્ણય થઈ શક્યો નથી. (૨) લઘુવૃત્તિ - બારમી સદીમાં રચાઈ છે. તેના કર્તા પૂર્ણચંદ્ર સૂરિ છે. (૩) વૃત્તિ - બારમી સદીમાં રચાઈ, જે કીજ પાર્થ દેવગણિની છે, (૪) વિ.સં. ૧૩૬૫માં જિનપ્રભસૂરિએ “અર્થકલ્પલતા” ટીકા રચી. (૫) ૧૫મી સદીમાં જયસાગર ગણિએ વૃત્તિ રચી, (૬) ૧૭મી સદીમાં સિદ્ધિચંદ્ર ગણિએ ટીકા રચી, (૭) ૧૭મી સદીમાં હર્ષકીર્તિસૂરિએ વૃત્તિ રચી, (૮) ૧૭મી સદીમાં કોઈ અજ્ઞાત કર્તાની રચેલી લઘુવૃત્તિ છે. આ સિવાય પણ ત્રણેક ટીકા કે અવચૂરિનો ઉલ્લેખ જોવા મળેલ છે.
આ રીતે બારમી સદી પૂર્વેથી આજ પર્યન્ત “ઉવસગ્ગહરં સ્તોત્ર' પર વૃત્તિ, ટીકા કે અવમૂરિ રૂપે ઘણાં કાર્યો થયા છે.
(૪) પાઠાંતર નોંધ :
(૧) ગાથા-૩માં સુવq ટોળાં માં ઢોરાં શબ્દને બદલે પાઠાંતર રૂપે વોમાં' એવો પાઠ પણ મળે છે.
(૨) ગાથા-પમાં ત્તિ-મર એવો પણ પાઠ મળે છે અને મહિમર એવો પાઠ પણ જોવા મળે ચે.
(૩) ગાથા-૪માં સન્મત્તે પછી જે “ન’ શબ્દ છે તેને બદલે ‘’ એવો શબ્દ પણ જિનપ્રભસૂરિ કૃત્ વૃત્તિમાં છે.
(૪) ગાથા-પમાં રૂમ શબ્દને બદલે રૂચ જોવા મળે છે. (૫) ગાથા-પમાં ‘હિયUM' ને બદલે હિમ' જોવા મળે છે. ચોથો અને પાંચમો પાઠભેદ અનેકાર્થરત્નમંજૂષામાં નોંધાયેલ છે. (૫) છંદ :- સામાન્યથી આ સ્તોત્ર “ગાહા' છંદમાં આવેલ છે.
– વિશેષથી કહીએ તો (ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય પુસ્તકની નોંધ મુજબ) પહેલી ગાથા છંદ વિદ્યુત્ નામક ગાહા'માં, બીજી ગાથા છંદ માલા નામક ગાડામાં, ત્રીજી ગાથા છંદ વિદ્યુત નામક ગાહામાં, ચોથી ગાથા “છંદ માગધી નામક ગાહામાં અને પાંચમી ગાથા છંદમાલા નામક ગાહામાં છે.
આ પાંચે ગાથાના છંદ-બંધારણ સહિતનું સંપૂર્ણ વિવરણ જાણવા માટે જિજ્ઞાસુઓ તે ગ્રંથના પૃષ્ઠ ૧૨૭ થી ૧૩૧ જોઈ શકે છે.
(૬) નવ સ્મરણોમાં સ્થાન :
તપાગચ્છની વર્તમાન પ્રણાલિ મુજબ “નવસ્મરણો' કહ્યા છે. (૧) નવકાર મંત્ર, (૨) ઉવસગ્ગહરં સ્તોત્ર, (૩) સંતિકર, (૪) તિજયપહુત, (૫) નમિઊણ, (૬) અજિતશાંતિ સ્તવન, (૭) ભક્તામર સ્તોત્ર, (૮) કલ્યાણમંદિર સ્તોત્ર અને (૯) બૃહત્ (મોટી) શાંતિ. આ નવે સ્મરણો બેસતા વર્ષે માંગલિકમાં બોલાય છે, શાંતિ સ્નાત્રાદિ વિશિષ્ટ વિધાનોમાં ત્રિકાળ આ નવે સ્મરણોનો પાઠ કરવામાં આવે