________________
જય વયરાય સૂત્ર-વિવેચન પ્રણિધાન કહેવામાં આવે છે.
– નિશીથચૂર્ણિમાં જણાવે છે કે, પ્રણિધાન, અધ્યવસાય કે મનની સ્થિરતા એ બધાં એકાર્થક શબ્દો છે.
– “જે વિશુદ્ધ ભાવનાથી પ્રધાન છે, જેમાં મન વીતરાગના વિષયમાં અર્પિત થયેલ છે તથા શક્તિ મુજબ ક્રિયા ચિન્હથી જે યુક્ત છે તેને મુનિએ પ્રણિધાન કહેલું છે.
• નવ વરિય! બાપુ! હે વીતરાગ ! હે જગના ગુરુ ! તમે જયવંતા વર્તે, આપનો જય થાઓ.
૦ નય - આ શબ્દ માટે જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણિ' ગાથા-૩. – જય પામો, જયવંતા વર્તા, આપનો જય થાઓ. (આ પ્રાર્થના છે.)
૦ પ્રશ્ન :- વીતરાગ પરમાત્મા તો જય પામેલા છે જ તો શું આપણે તેને આશીર્વાદ આપવાના છે ? આપણા કહેવાથી જય થવાનો છે ?
– ના. લલિત વિસ્તરાના વિવેચનમાં જણાવે છે કે આ પ્રાર્થના છે આશીર્વચન નથી. ભગવંત તો પરમપુરુષ છે, ઉત્તમપુરુષ છે. આપણે તેમને આશીર્વાદ આપનાર કોણ ? અહીં આપણે (૧) આશંસા (અભિલાષા) વ્યક્ત કરીએ છીએ. હે ભગવંત ! આપ મારા હૃદયમાં વિજયવંતા રહો કે જેથી કારમા આંતર્ શત્રુઓ મારા હૃદયમાંથી ભાગી જાય.
(૨) હરિભદ્રસૂરિજી આ શબ્દોને આમંત્રણ વચન ગણાવે છે અને તે ભાવ સંનિધાન માટે છે. હૃદયમાં વીતરાગનું ભાવથી સંનિધાન અર્થાત્ નિકટતા, સાંનિધ્ય, નિશ્રા હોવી તે. હાલ તેઓનું દ્રવ્યથી સાંનિધ્ય તો આપણે ભરતક્ષેત્રમાં નથી, પણ ભાવથી આપણી પાસે જ છે, સંનિહિત જ છે એવી જે આકાંક્ષા છે, તેને ભાવ સંનિધાન કહે છે.
– શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે, ધર્મસંગ્રહમાં પણ તે વાત છે, પંચાશકમાં પણ છે કે, “જયવંતા રહો” એ શબ્દથી વીતરાગને જગદ્ગુરુને પોતાની બુદ્ધિમાં-જ્ઞાનમાં લાવવા માટેનું આમંત્રણ છે, આ પ્રમાણે એક પ્રાર્થના વચન છે.
– નંદીસૂત્રની મલયગિરિજી ટીકામાં સૂત્ર-૧ “નયે વિ૦ માં પણ કહે છે કે, ઇન્દ્રિય વિષય કષાય ઘાતકર્મ પરિષહ ઉપસર્ગાદિ શત્રુગણનો પરિજય કર્યો હોવાથી આવા સર્વાતિશાયિ ભગવંત જોતાની સાથે જ પ્રણામને યોગ્ય હોવાથી તેમને ગતિ કહ્યું છે.
- આવો જ શબ્દ પ્રયોગ નય કે નયાય શબ્દથી ભગવતીજી સૂત્રમાં, કલ્પસૂત્રમાં કે અન્ય આગમોમાં ભગવંતને પ્રાર્થના માટે, સાંનિધ્ય માટે, ભક્તિસૂચક વચનો રૂપે ઇન્દ્રો દ્વારા, લોકાંતિક આદિ દેવો દ્વારા, રાજા આદિ મનુષ્યો દ્વારા થયેલો જોવા મળે છે. ક્યાંક ભક્તિથી નિર્ભર હદય વડે આશીર્વાદરૂપે પણ દર્શાવે છે.