________________
જય વિયરાય સૂત્ર-વિવેચન
૯૫
પ્રસન્નતા ઇડલૌકિક પદાર્થોની સિદ્ધિથી ન મળે. કેમકે ધન, દૌલત, રૂપ આદિ પદાર્થો તો અનિત્ય છે, અશાશ્વત છે, આત્માનું લક્ષ્ય તો શાશ્વત કે નિત્ય તત્ત્વની પ્રાપ્તિ હોવું જોઈએ. જો સંસારી પદાર્થોને જ ઇષ્ટફળ માનશે તો તેને ‘ભવનિર્વેદ' થયો જ કેમ કહેવાશે ?
(૪) તો વિરુદ્ધાળો – લોકથી વિરુદ્ધ આચરણનો ત્યાગ. – જે કાર્યો લોકમાં દુષ્ટ કે નિંદ્ય મનાતા હોય તેનો ત્યાગ કરવો તે.
– પંચાશકમાં જણાવે છે કે – (૧) કોઈની પણ નિંદા કરવી તે લોકવિરુદ્ધ છે. તેમાં પણ ગુણવાનોની નિંદા વિશેષતયા લોક વિરુદ્ધ છે. સરળ માણસોની ધર્મકરણીમાં થતી ભૂલોની હાંસી કરવી કે લોકોમાં પૂજનીય હોય તેની હલકાઈ કે અપમાન કરવા તે. (૨) જેના ઘણાં વિરોધી કે વૈરી હોય તેની સોબત કરવી, દેશ, કાળ, કુળ વગેરેના આચરણોનું ઉલ્લંઘન કરવું, દેશ, જાતિ, કુળને ન શોભે તેવો ઉભટ વેશ પહેરવો, ભોગ કરવા આદિ તથા દાન-તપ આદિ કર્યા પછી જાહેરમાં મોટાઈ દેખાડવી. (૩) સાધુ કે સજ્જનો પર સંકટ આવે તેમાં ખુશી થવું, સામર્થ્ય છતાં બચાવવા માટે ઉદ્યમ ન કરવો - આ સર્વે લોકવિરુદ્ધ કાર્યો છે, તેનો ત્યાગ કરવો જોઈએ.
- લોક એટલે શિષ્ટજનોનો સમુદાય. આવો સમુદાય જેની નિંદા કરે તેવી સર્વ કોઈ પ્રવૃત્તિ તે લોકવિરુદ્ધ. તેનો ત્યાગ કરવો તે.
– લોકોના ચિત્તમાં સંક્લેશ ઉભો કરે, ખેદ, દ્વેષ, દુર્ભાવ ઉત્પન્ન કરે તેવા કાર્યો, તેવા વચનો કે તેવા અનુચિત્ત વ્યવહાર, તેનો ત્યાગ કરવો.
(૫) કુળન પૂના :- ગુરુજનોની પૂજા - તેમના વિનય આદિ.
– ગુરુ વર્ગની ઉચિત સેવારૂપપૂજા, “ગુરુ' શબ્દથી મુખ્યતાએ તો ધર્માચાર્યનું જ ગ્રહણ થાય છે, તો પણ અહીં માતા-પિતાદિને પણ “ગુરુ'રૂપે જાણવા. કેમકે યોગબિંદુ ગાથા-૧૧માં હરિભદ્રસૂરિજી જણાવે છે કે, માતા, પિતા, વિદ્યાગુરુ અને તેમના જ્ઞાતિજનો-બંધુજનો તથા વૃદ્ધો અને ધર્મોપદેશકો એ બધાંને સપુરુષો “ગુરુ'' માને છે.
- ગુરુજન પૂજા એટલે વડીલો પરત્વેનો આદરભાવ. તેઓ પરત્વેનો વિનય, સેવા, ભક્તિ કરવી તે રૂ૫ પૂજા
(૬) પત્થર – પરોપકાર કરવો તે. – બીજાનું ભલું થાય તેવી પ્રવૃત્તિ કરવી તે પરાર્થકરણ કહેવાય.
- ઘર એટલે બીજાનાં, ૩૫ર્થ એટલે પ્રયોજન, કરણ એટલે પ્રવૃત્તિ. બીજાનું ભલું કરવું તે પરાર્થ-કરણ અથવા પરોપકાર કહેવાય છે. આવું પરોપકાર કરણ બે પ્રકારે છે – (૧) લૌકિક અને (૨) લોકોત્તર. લૌકિક પરોપકાર અન્ન, વસ્ત્ર, ઔષધ, ધન આદિ જરૂરિયાતની વસ્તુઓ આપવાથી થાય છે જ્યારે લોકોત્તર પરોપકાર ધર્મમાર્ગનો ઉપદેશ, માર્ગમાં સ્થિરીકરણ અને ક્રમિક આત્મવિકાસના માર્ગે ચડાવવાથી થાય છે.