________________
જય વિયરાય સૂત્ર-વિવેચન
૧૦૩ ચોથી ગાથાના આ આખા ઉત્તરાર્ધમાં પરમાત્મા પાસે એક પ્રાર્થના રજૂ કરી છે પણ ઉપાસક પોતાની ઇચ્છિત એવી આધ્યાત્મિક વસ્તુની પ્રાપ્તિ માટે પણ અંતે તો ભગવંતના પ્રણામ ને જ સાધનરૂપ માને છે - તેથી શબ્દો મૂક્યા કે હે નાથ તમને પ્રણામ કરવાથી આ બધું મને પ્રાપ્ત થાઓ.
– પ્રણામનો અર્થ નમસ્કાર કરીએ તો સૂત્ર-૧માં “નમો’ શબ્દ અને સૂત્ર૧૩માં પણ “નમો' શબ્દની વ્યાખ્યા કરી જ છે..
– પ્રમ - શબ્દ જ લઈએ તો પ્રકૃષ્ટતયા નમન કરવું તે. – આવું પ્રકૃષ્ટ નમન ચૈત્યવંદન ભાષ્યમાં ત્રણ પ્રકારે જણાવેલું છે – (૧) અંજલિબદ્ધ - બે હાથ જોડી અંજલિ કરી પ્રણામ કરવો. (૨) અર્ધાવનત - કેડથી નમીને હાથ વડે ભૂમિનો સ્પર્શ કરીને પ્રણામ
કરવા.
(૩) પંચાંગ - બે ઢીંચણ, બે હાથ, મસ્તક પાંચે અંગ જમીનને સ્પર્શે તેવી રીતે ખમાસમણ - પ્રણિપાતની ક્રિયા કરી પ્રણામ કરવો.
હવે છેલ્લી ગાથામાં અંત્યમંગલરૂપ શ્લોક છે. જેમાં જૈન શાસનની મહત્તા દર્શાવવામાં આવી છે. જો કે આ સર્વ મંન માન્ય શ્લોક લઘુશાંતિ અને મોટી શાંતિ એ બંનેને અંતે પણ આવે જ છે. તે આ પ્રમાણે છે
૦ સર્વ-સંત-બાંન્ચ - સર્વે મંગલોમાં મંગલરૂપ
– આ સમગ્ર પદ જૈનશાસનના વિશેષણરૂપે મૂકાયેલ છે. જેમાંના માત્ર શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ “નવકારમંત્ર'માં કરાયેલ છે.
– લૌકિક અને લોકોત્તર સર્વ મંગલોમાં પણ મંગલરૂપ. ૦ સર્વ-વેચાણ-વાર - સર્વે કલ્યાણોના કારણરૂપ.
– કલ્યાણ શબ્દને પ્રાકૃતમાં છેલ્લી કહે છે. શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૧૭ “ઉવસગ્ગહરમાં કરાયેલ છે. આ શબ્દનો પ્રયોગ સૂત્ર-૨૦ “છાવવું માં પણ આવશે.
– સ્વર્ગ, અપવર્ગ (મોક્ષ) આદિ સર્વ કલ્યાણોના કારણરૂપ. – આ સમગ્ર પદ પણ જૈનશાસનનું વિશેષણ છે. • પ્રધાન સર્વ ઘળાં - સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ કે ઉત્તમ
- આ પદ પણ વિશેષણરૂપ જ છે. પણ તેમાં ઘર્મ શબ્દના અર્થ વિશે કોઈ સ્પષ્ટ વિધાન પ્રાપ્ત થયેલ નથી. એક પડાવશ્યક બાલાવબોધમાં એમ જણાવેલ છે કે, “દુનિયાના સર્વે ધર્મોમાં જિનેશ્વરોએ પ્રરૂપેલો જિનધર્મ સર્વોત્તમ-શ્રેષ્ઠ છે.
• નૈનં ગતિ શાસનમ્ - જૈન શાસન જયવંતુ વર્તે છે.
– જૈન શાસન - જિનોનું પ્રવચન, જિનેશ્વરની આજ્ઞાઓ કે જિનેશ્વરની આજ્ઞાનુસાર પ્રવર્તતો ચતુર્વિધ સંઘ
– પૂર્વેના ત્રણ પદો વિશેષણો રૂપ છે અને આ વિશેષ્ય પદ છે. – જયવંતા એવા જૈન શાસનને ઉત્તમ મંગલરૂપ, કલ્યાણના કારણ રૂપ અને