________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
ત્યારે એક ઉંદર પાદપીઠ નજીક આવ્યો, ભૂમિ પર મસ્તક મૂકી પોતાની ભાષામાં કંઈક કહેવા લાગ્યો. ભગવંતે પર્ષદાને કહ્યું કે, પૂર્વભવે સાધુજીવન કરતાં ઉંદરના જીવનને ધન્ય ગણેલું તેના ફળરૂપે આ ઉંદરપણું પામ્યો છે. ઉંદરે પણ ભગવંતના વચનથી જાણ્યું કે પોતે આવી દુર્ગતિ કેમ પામ્યો ?
ત્યારપછી તે ઉંદર વનસ્થલી જવા નીકળ્યો. તે વિચારવા લાગ્યો કે અહો આ સંસાર કેવો દુઃખના છેડાવાળો છે ? જીવોના ચિત્ત પણ કેવા ચંચળ છે ? હવે મારે એ જ શ્રેષ્ઠ છે કે નવકારમંત્રની સહાય લઉં, મરીને જ્યાં વિરતિ પ્રાપ્ત થાય ત્યાં જન્મ. એમ વિચારી ઉંદર પોતાના દરના એક ભાગમાં જઈ સર્વ આહારના પચ્ચક્ખાણ કરી, સંસારને દુઃખમય જાણી ભગવંતનું વચન યાદ કરતો રહ્યો.
ત્યાં રણની ઉંદરી ચોખા લાવીને મૂકે છે ત્યારે ઉંદરે વિચાર્યું કે દુરંતમંત લક્ષણવાળા હે જીવ ! અનાદિકાળથી જીવને આહારસંજ્ઞા લાગી છે. હવે આહાર ત્યાગ કરી સંસાર તરવાનું નાવ મેળવ. એમ વિચારી આહાર જોઈને લેશમાત્ર હર્ષિત ન થયો. ત્યારે જુદી જુદી ઉંદરીઓ તેને મનાવવા તેને આલિંગન આદિ ઘણી ક્રિયા કરે છે.
૧૦૨
આ વખતે તે ઉંદર વિચારે છે કે આ સ્ત્રીઓ પુરુષને નરકમાં મોકલનારી અને સ્વર્ગમાં વિઘ્ન સમાન છે, સંસારમાં દુઃખનું કારણ છે એમ વિચારી ક્ષોભ પામ્યા વિના ત્રીજે દિવસે મૃત્યુ પામશે, સમાધિમરણના પ્રભાવે મિથિલા નગરીના મિથિલા રાજાની ચિત્રા નામે મહાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ત્યાં મિત્રકુમાર નામ પડાયું. આઠ વર્ષનું પૂર્ણ આયુ થતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો, દીક્ષાના ભાવો ઉત્પન્ન થયા, ત્યાં જ અપૂર્વકરણ, ક્ષપકશ્રેણિ, અનંત એવા કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થયા. કેવલોત્પત્તિ સાથે આયુકર્મનો ક્ષય થતાં અંતકૃત્ કેવલ થયા.
એક વખતનું સમાધિમરણ અનેક ભવોને અટકાવનારું બન્યું. સર્વથા દુઃખના ક્ષય અને કર્મના ક્ષય માટે આવું સમાધિમરણ મને હે વીતરાગ પ્રભુ ! આપના પ્રભાવથી પ્રાપ્ત થાઓ.
(૪) વોહિનામ
બોધિલાભ, સમ્યકત્વની પ્રાપ્તિ.
વૌધિ - શબ્દની વ્યાખ્યા સૂત્ર-૮ ‘લોગસ્સ’ સૂત્રમાં કરાયેલી છે. સમકિત કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, મોક્ષમાર્ગનાં સાધનોનો લાભ. સર્વથા દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય કે પંડિતમરણ યુક્ત એવા સમાધિ
મરણની પ્રાપ્તિ માટે બોધિનો લાભ આવશ્યક છે. આ ચારે વસ્તુની પ્રાપ્તિ થાય કઈ રીતે ? તે જણાવવા ચોથી ગાથાનું છેલ્લું પદ મૂક્યું – સંપન્ન૩ માઁ ઝં તુહ નાહ ! પળામ ળેળ હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને આ બધું પ્રાપ્ત થાઓ. ૦ તુરૢ નાહ ! હે નાથ ! (હે ભગવંત !) તમને-આપને.
નાહ (નાથ) શબ્દની વ્યાખ્યા જુઓ સૂત્ર-૧૧ ‘જગચિંતામણિ'માં.
• पणाम करणेणं પ્રણામ કરવાથી, નમસ્કાર કરવાથી.
● संपजउ मह एअं
www
-
-
-
.
આ બધું મને સાંપડજો - સંપ્રાપ્ત થજો.