________________
૧૦૦
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨
૦ સમય – વ્યવહારમાં સમય શબ્દ કાળ કે વખતના અર્થમાં વપરાય છે. સૈદ્ધાંતિક રીતે ‘સમય' એટલે “કાળનો અતિ સૂક્ષ્મ ભાગ’ એવો અર્થ કરાય છે. પણ અહીં સમય શબ્દ સિદ્ધાંત-આગમ કે પ્રવચનના અર્થમાં વપરાયેલ છે. પંચાશક ગ્રંથમાં પણ સમય એટલે “સિદ્ધાંત' અર્થ જ છે.
આ રીતે ગાથા-૩ના પૂર્વાર્ધનો અર્થ – “હે વીતરાગ ! આપના શાસનમાં અથવા આપના આગમશાસ્ત્રોમાં જો કે નિયાણું કરવાની મનાઈ છે.” એ પ્રમાણે થયો. પણ પછી શું ? તે ઉત્તરાર્ધમાં તથા ગાથા-૪માં કહે છે.
• તદ વિ મન સેવા ભવે ભવે તુષ્ઠ રતા - તો પણ મારે તો ભવોભવમાં તમારા ચરણોની સેવા પ્રાપ્ત થાઓ.
૦ તર વિ - તથાપિ, તો પણ. ૦ મન દુઝ - મને હોજો - મળજો ૦ સેવા - સેવા, ભક્તિ, ઉપાસના ૨ મ મ - પ્રત્યેક ભવમાં ૦ તદ વર્તi - આપના ચરણોની, તમારા કદમોની
અહીં ઉપાસકના ભાવો પ્રગટ થયા છે, હે ભગવન્! આપના પ્રવચનમાં, સિદ્ધાતમાં, આગમમાં નિયાણું કરવાની અર્થાત્ સુઆચરિત તપ, સંયમ કે ક્રિયારૂપ ધર્માનુષ્ઠાનના ફળની માંગણી કે સંકલ્પ કરવાની મનાઈ છે તે વાત હું જાણું જ છું, તો પણ મોક્ષ ન થાય ત્યાં સુધી હું પ્રત્યેક ભવમાં આપના ચરણોની સેવા મળે તેવી અભિલાષા રાખું છું.
– આવી અભિલાષા એ એક પ્રકારની પ્રાર્થના છે. તે વાસ્તવિક રીતે નિયાણું નથી પણ “સમ્યકત્વ' છે. આવી પ્રાર્થના શ્રી હેમચંદ્રાચાર્યજી કે શ્રી હરિભદ્રસૂરિજીએ પણ તેમની રચનાઓમાં કરી છે, તેમાં કોઈ નિદાન બંધન થતું નથી પણ પરમાત્માના સાંનિધ્યની ઝંખના છે. કોઈપણ જીવ અપ્રમત્તગુણ સ્થાનકે ન પહોંચે ત્યાં સુધી આવી પ્રાર્થનામાં કંઈ ખોટું નથી. ત્યારપછી (ગાથા-૪માં પણ) આવી બીજી ચાર પ્રાર્થનાઓ છે.
(૧) તુવર - દુઃખનો ક્ષય, દુઃખનો નાશ. – શારીરિક અને માનસિક દુઃખોનો નાશ કે તેનો અભાવ થવો તે.
– દુઃખનો નાશ બે રીતે થઈ શકે છે (૧) સર્વથા અને (૨) આંશિક. સર્વથા દુઃખનો નાશ તો અશાતા વેદનીય કર્મના સર્વથા ક્ષયથી જ થાય છે પણ આંશિક દુઃખ ક્ષય તો ક્ષયોપશમ ભાવે અનેક વખત થાય. જો જીવ સંસાર અને જન્મ, જરા, મરણને જ દુઃખરૂપ માને તો તેના કારણરૂપ એવા કર્મોનો જ ક્ષય કરવો પડે છે, તે માટે પછીનું પદ મૂકયું છમ્મવવો .
– દુઃખ ને એક સ્થિતિ કે સંવેદનરૂપે વિચારવામાં આવે તો તેની અનુભૂતિનો સંબંધ મન સાથે રહે છે. આપણે ઘણી પરિસ્થિતિમાં દુઃખને અનુભવીએ છીએ, પણ સાચી સમજણ અને વીતરાગના માર્ગને પામેલો જીવ એ જ સ્થિતિને દુઃખરૂપ માનતો નથી અથવા જે સ્વરૂપે શરીર, મન, સમાજ આદિની સ્થિતિ સન્મુખ આવે તેને સ્વીકારીને જીવે છે ત્યાં 'દુ:ખલય'ની બીજી વ્યાખ્યા મુજબ દુ:ખની