________________
૯૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
– લોકોના જીવનના પ્રયોજનને સારવું એટલે કે પરહિત કરવું તે.
– શ્રાવકના ૩૬ કર્તવ્યોમાં આ સત્તરમું કર્તવ્ય છે અને શ્રાદ્ધ ગુણોમાં 33મો ગુણ છે – પરોપકાર'.
૦ લઘુ દૃષ્ટાંત :- ખંધક ઋષિઓ ભગવંત મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. તેમના ૫૦૦ શિષ્યો હતા. અનુક્રમે તેઓ ગીતાર્થ થયા. કોઈ દિવસે ભગવંતને પૂછ્યું કે, હે ભગવન્! આપની આજ્ઞા હોય તો બધાં શિષ્યો સાથે મારી બહેનના દેશમાં જાઉં. ભગવંતે કહ્યું, સર્વેને મરણાંત ઉપસર્ગ થશે. ત્યારે ખંધકઋષિએ ફરી પૂછયું કે ભગવન્! ઉપસર્ગમાં અમે આરાધક થઈશું કે વિરાધક? ભગવંતે કહ્યું કે, તમને છૉડીને બધાં આરાધક થશે. ખંધકઋષિએ પુનઃ પ્રશ્ન કર્યો– તે બધાં કોના નિમિત્તે આરાધક થશે ? ભગવંતે કહ્યું, તમારા નિમિત્તે.
ખંધકઋષિએ વિચાર્યું કે મારા નિમિત્તે જો પ૦૦ સાધુઓ આરાધક થતા હોય તો તેનાથી વિશેષ રૂડું શું ? પરોપકારના આદર્શ સાથે બંધક ઋષિ પહોંચ્યા કુંભકાર નગરના ઉપવનમાં. ત્યાં નગરનો રાજમંત્રિ પાલક હતો. પાલકમંત્રીને પૂર્વે ખંધકઋષિ સાથે વાદ-વિવાદ થયેલો હતો. તેથી તેના મનમાં વૈરની ગાંઠ હતી. તેણે વૈર લેવાનો ઉત્તમ સમય માની કપટ જાળ બિછાવી. ખંધક ઋષિ પર ખોટું આળ ચડાવ્યું. રાજાએ પણ ક્રોધથી કહી દીધું કે, મંત્રીશ્રી ! તમને યોગ્ય લાગે તે સજા આ સાધુઓને કરો.
પાલકે એક એક સાધુને પાણીમાં નાંખી પીલવાના શરૂ કર્યા. ખંધક ઋષિએ બધાં શિષ્યોને એવી ઉત્તમ નિર્ધામણા કરાવી, એટલો સુંદર બોધ આપ્યો કે સમભાવમાં સ્થિર થયેલા સાધુઓ કેવળજ્ઞાન પામી મોક્ષે જવા લાગ્યા. છેવટે એક બાળમુનિ બાકી રહ્યા ત્યારે ખંધકઋષિએ પાલકને ઘણી વિનંતી કરી કે આ બાળમુનિને મરતા હું જોઈ શકીશ નહીં, પાલક ન માન્યો ત્યારે બંધક ઋષિએ ક્રોધથી નિયાણું કર્યું, હું આખા નગરને બાળીને ભસ્મ કરનારો થાઉં. બાળમુનિને સુંદર નિર્ધામણા કરવી, બાળમુનિ મોક્ષે સિધાવ્યા. પછી અંધકષિ મરીને અગ્નિકુમાર દેવ થયા. નગર આખાને બાળીને ભસ્મ કરી દીધું.
પ૦૦ શિષ્યોના મોક્ષ માટે પોતાનું વિરાધકપણું કબુલીને પણ પરોપકાર કરવા તૈયાર થયા. આ કહેવાય “પરોપકારપણું'.
(૭) સુહાનીનો - સારા ગુરુનો સંયોગ, સદ્ગરનો યોગ મળવો તે.
– ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, લોકવિરુદ્ધ ત્યાગ આદિની પ્રાપ્તિરૂપ લૌકિક ઉત્તમતાને પામેલો જીવ લોકોત્તર ધર્મમાં અધિકારી થાય છે. તેથી લોકોત્તર યોગ્યતા જણાવતા કહ્યું, શુભ ગુરુનો યોગ (આદિ)
– પવિત્ર ચારિત્રવાળા ધર્માચાર્ય-ગુરુનો યોગ કે નિશ્રા મળવી તે. – ઉત્તમ ગુણવાળા ગુરુનો યોગ - સાધુજનોનો પરિચય અને નિશ્રા.
- કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મને અનુસરતા પંચ મહાવ્રતધારી સાધુને શુભગર કે સદ્ગુરુ કહેવાય છે. તેમનો સંયોગ પરમ ભાગ્યોદયે મળે છે.