________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
૦ વયરીવે – હે વીતરાગ ! રાગ-દ્વેષ રહિત એવા. – ર્વત - એટલે ચાલ્યો ગયો છે રાગ જેનો તે વીતરાગ'.
– રાગ શબ્દથી અહીં મોહ, મમત્વ, આસક્તિ આદિ સમજવાના છે. વળી રાગ હોય ત્યાં તેષ પણ જરૂર હોય છે. રાગ નષ્ટ થતાં તેષ પણ નષ્ટ થાય છે. તેથી “વીતરાગ' શબ્દથી રાગ અને દ્વેષ એ બંનેનો અભાવ જાણવો. વીતરાગ એ અરિહંત પરમાત્મા માટેનું એક સંબોધન છે.
– પિંડનિર્યુક્તિ-૩૯માં વીતરાગનો અર્થ સર્વજ્ઞ અને ભગવંત કર્યો છે. ૦ ગઇ હે જગશ્રુ !, ત્રણ જગના ગુરુ. – આ શબ્દનું વિવેચન સૂત્ર-૧૧ “જગચિંતામાણિ' ગાથા-૧માં જોવું.
– અરિહંત પરમાત્મા જગના સર્વ મનુષ્યોને યોગ્યતા પ્રમાણે વસ્તુતત્ત્વનો યથાર્થ ઉપદેશ કરે છે. તેથી તેઓ જગના ગુરુ કહેવાય છે.
-૦- એ રીતે વીતરાગ તથા જગગુરુ શબ્દોથી ભગવંતને સંબોધન કરીને કે આમંત્રણ આપવા દ્વારા ભક્તજન પોતાની ભાવના વ્યક્ત કરતા આગળ બોલે છે કે, રોહ માં તુ માવો ભવહે ભગવન્! આપના પ્રભાવથી - સામર્થ્યથી મને હોજો-મને થાઓ – પ્રાપ્ત થાઓ.
દોડ - હો, હોજો, થાઓ. આ ક્રિયાપદ છે. માં - મને. જેઓ પ્રણિધાન-પ્રાર્થના કરી રહ્યા છે, તે પોતા માટે કહે છે. તુદ - આપના, તમારા. (અર્થાત્ વીતરાગ ભગવંતના) Tમાવો - પ્રભાવથી, સામર્થ્યથી. – પ્રભાવ એટલે પ્રતાપ, તેજ, શક્તિ કે સામર્થ્યથી (પ્રાપ્ત થાઓ)
– શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે, વીતરાગ ભગવંત કોઈ પર રોષ કે તોષ કરતા નથી, તો પણ તેમના અવલંબનથી તેમના ઉપાસકો-આરાધકો આત્મશક્તિનો અપૂર્વ વિકાસ સાધી શકે છે. તેથી આ બધાં જ લાભો તેમના સામર્થ્યથી જ પ્રાપ્ત થયેલા ગણાય છે.
– આ વિષયમાં વિશેષ વિવેચન “લોગસ્સ સૂત્રમાં કરાયું જ છે. – શેષ કથન આ આઠે પ્રાર્થનાઓને અંતે પણ કરવાનું છે. મથવું - હે ભગવન્! “ભગવંત' શબ્દનું વિવેચન “લોગસ્સ'માં જોવું.
હવે પહેલી ગાથાના ઉત્તરાર્ધમાં અને બીજી ગાથામાં આઠ બાબતોની પ્રાપ્તિ ભગવંતના પ્રભાવથી થવા માટેનો નિર્દેશ છે. તે આ પ્રમાણે–
(૧) મનિāો - ભવ નિર્વેદ, સંસાર પરથી કંટાળો. – સંસારનો ત્યાગ કરવાની ઇચ્છા, જન્મ મરણથી કંટાળો.
– યોગશાસ્ત્રવૃત્તિમાં જણાવે છે કે વસ્તુતઃ જીવ સંસારના દુઃખોથી થાકતો નથી ત્યાં સુધી તેનો મોક્ષનો ઉદ્યમ વાસ્તવિક થતો નથી. કેમકે જે સંસારથી કંટાળ્યો નથી, તેનો સંસારનો રાગ હોવાથી મોક્ષ માટે ઉધમ કરે તો પણ તે સાર્થક બનતો નથી. તેનો ઉદ્યમ જડની ક્રિયા જેવો ઉદેશ શૂન્ય હોય છે. માટે આ પ્રથમ