________________
ઉવસગ્ગહરં સ્તોત્ર-વિશેષ કથન
૮૭
છે. આવા મહા માંગલિકરૂપ નવે સ્મરણોમાં ઉવસગ્ગહર સ્તોત્ર એ બીજા સ્મરણરૂપે સ્થાન પામેલું છે.
(૭) નિત્ય ક્રિયાવિધિમાં સ્થાન :ઉવસગ્ગહરં સ્તોત્રનું નિત્ય ક્રિયાવિધિમાં અનેરું સ્થાન છે. જેમકે–
(૧) પ્રતિક્રમણમાં સ્થાન – રોજ વહેલી સવારે કરાતા રાઈ પ્રતિક્રમણમાં ચૈત્યવંદનમાં જગચિંતામણિથી જયવીયરાય મધ્યે ઉવસગ્ગહરં બોલાય છે.
– સાંજના પ્રતિક્રમણમાં શ્રાવકો સામાયિક (કે પૌષધ) પારે ત્યારે પણ ચૈત્ય વંદન સૂત્રોમાં ઉવસગ્ગહરં બોલાય છે.
- પકિખ, ચૌમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં સક્ઝાયમાં નવકારમંત્ર પછી અને સંસારદાવા, સ્તુતિ પૂર્વે ઉવસગ્ગહરં બોલાય છે.
(૨) પચ્ચકખાણ પારતી વખતે કરતા ચૈત્યવંદનમાં બોલાય છે. (3) ભોજન/ગૌચરી પછીના ચૈત્યવંદનમાં પણ બોલાય છે. (૪) રાત્રિપૌષધ કે સાધુક્રિયામાં સંથારા પોરિસિમાં બોલાય છે.
(૫) સામાન્યથી પરમાત્મા સન્મુખ થતા ચૈત્યવંદનમાં પણ સ્તવન બોલ્યા પછી ઉવસગ્ગહરં બોલવાની પરંપરા અત્યારે ચાલી રહી છે.
| (૬) ક્વચિત્ જો સંધ્યા પ્રતિક્રમણ અવસરે કોઈ નુતન સ્તવન બોલે કે અન્ય ગચ્છના કર્તાનું સ્તવન બોલે તો ત્યારપછી ઉવસગ્ગહરં બોલવાની પરંપરા ઘણા સ્થાને જોવા મળેલી છે.
(૮) રચના કાળ :- જો કે આ સ્તોત્રના રચયિતા ભદ્રબાહુ સ્વામી વિશે વિદ્વાનો મતભેદ ઉભો કરીને બીજી સદી કે છઠી સદીનો રચનાકાળ હોવા વિશે પોતાની માન્યતાના સમર્થનમાં પુષ્ટ દલીલો કરે છે, ભિન્ન ભિન્ન રચના સમયના વિધાનો કરે છે અથવા રચનાકાળ વિશે પ્રશ્નાર્થ ઉભો કરે છે.
પરંતુ વિક્રમ સંવત ૧૩૬૫માં જિનપ્રભસૂરિજીએ ઉવસગ્ગહર સ્તોત્ર પર અર્થકલ્પલતા નામની વૃત્તિની રચના કરી તેમાં તેઓ તો સ્પષ્ટ અભિપ્રાય આપતા એક જ વાતનો નિર્દેશ કરે છે કે, ઉવસગ્ગહરં સ્તોત્રના પ્રણેતા શ્રી ભદ્રબાહુસ્વામી વીર નિર્વાણની બીજી શતાબ્દિમાં થયા છે.
- આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીનો જન્મ વીર સંવત ૯૪માં થયો હતો. ૪૫ વર્ષનો ગૃહસ્થ પર્યાય હતો. ત્યારપછી વી.સં. ૧૩૯માં તેમણે દીક્ષા લીધી. ૧૭ વર્ષ મુનિપણે રહ્યા. વીર સંવત ૧૫૯માં તેઓ યુગપ્રધાન આચાર્ય બન્યા. ૧૪ વર્ષ યુગપ્રધાન આચાર્યરૂપે રહ્યા. વીર સંવત ૧૭૦ સુધી તેઓ રહ્યા. તેથી આ સ્તોત્ર રચના વીર સંવત ૧૫૬ થી ૧૭૦ મધ્યે થઈ હોવી જોઈએ, તેવું અનુમાન થઈ શકે છે.
(૯) ગાથા સંખ્યા :
વર્તમાનકાળે પાંચ ગાથાનું ‘ઉવસગ્ગહર' સ્તોત્ર જોવા મળે છે. તે પહેલા જ ગાથાનું હતું, સાત ગાથાનું હતું તેવા ઉલ્લેખો પણ મળે છે. જ્યારે નવ ગાથાનું, તેર ગાથાનું સત્તરગાથાનું અને વીસ કે એકવીસ ગાથાનું મુદ્રિત થયેલું ઉવસગ્ગહર