________________
ઉવસગ્ગહરં સ્તોત્ર-વિવેચન
૭૫
ક્રમરચનામાં નિબદ્ધ થયેલા દેવતાની પ્રસન્નતા વડે થાય છે.
- બીજી ગાથાનો આરંભ “વિસર ફૂલિંગ મંત” શબ્દોથી આ કારણે જ થયો છે. વિસર અને ફૂલિંગ શબ્દો જેમાં છે તેવા મંત્રને. (ગણવાથી જુદા જુદા લાભ થાય છે. આ મંત્ર મૂળ તો અઢાર અક્ષરી છે. “મિ પર વિસદર વર્લ્ડ નિ નિં.'' ઉવસગ્ગહર સ્તોત્ર સૂત્રાત્મક હોવાથી અહીં બીજી ગાથામાં માત્ર સૂચન કર્યું છે પણ સંપૂર્ણ મંત્ર લખ્યો નથી. પ્રસ્તુત મંત્રને જુદા જુદા વૃત્તિકારોએ જુદી જુદી રીતે હીં ઇત્યાદિ બીજમંત્રોનો આગળ-પાછળ ઉપયોગ કરીને આ મંત્ર ગણવા જણાવેલ છે. જેથી આ મંત્ર જુદી જુદી છ-સાત રીતે જોવા મળે છે. (જે વર્ણન જિજ્ઞાસુઓએ “ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય” પુસ્તકથી જાણવું.).
૦ મંત્ર એટલે જે મનનું રક્ષણ કરે અથવા ગુપ્ત રીતે કહેવાય છે.
– પાર્શ્વનાથને આશ્રીને અર્થ કરતા એવું કહ્યું છે કે, ‘વિસર ફૂલિંગમ' નામના આ મંત્ર વિશેષમાં જેનો સંનિવેસ થયેલ છે એવા સં - તમને અર્થાત્ પાર્શ્વનાથ ભગવંતને. (અહીં વિસદરનિયામં અને તે જુદા પાડેલ છે.)
– આ મંત્રમાં વિહિર અને કૃતિ શબ્દોનો અર્થ અનુક્રમે “સર્પો અને ‘અગ્નિકણો' થાય છે. ઉપલક્ષણથી સર્વે ઉપદ્રવો થાય છે. એટલે આ મંત્ર સર્વે ઉપદ્રવોનું નિવારણ કરે છે તે સૂચવવા આ બંને શબ્દો ગાથામાં મૂકાયા છે. વળી આ મંત્ર ધરણેન્દ્ર, પદ્માવતી અને પાર્શ્વયક્ષથી અધિષ્ઠિત હોવાને કારણે તે મહિમાવંત અને નિશ્ચિતુ ફળદાયક છે. માનતુંગસૂરિજી મહારાજે રચેલ “નમિઊણ સ્તોત્ર'ની છેલ્લી ગાથામાં કહ્યું છે કે, આ અઢાર અક્ષરી મંત્રનો જાપ કરવાથી પરમપદમાં રહેલા પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનમાં પ્રત્યક્ષ થાય છે.
• વરે ઘરેફ નો સંય મજુવો - જે મનુષ્ય સદા કંઠમાં ધારણ કરે. ૦ વડે ઘરે - કંઠને વિશે કે ગળામાં ધારણ કરે.
– તેની વ્યાખ્યા વૃત્તિકારે બે રીતે બતાવી – (૧) આ મંત્રને કંઠસ્થ કરે અને અહોનિશ તેનો જાપ કરે. (૨) મંત્રને યંત્ર સ્વરૂપે લખી માદળિયામાં નાખી જે પોતાના ગળામાં ધારણ કરે. (અથવા ધારણ કરાવે.)
૦ ની સયા મજુમો - જે મનુષ્ય સદાકાળ (હંમેશાં કે નિરંતર) - અહીં “યા' શબ્દ આ મંત્રના નિરંતર જાપનું સૂચન કરે છે.
– મો શબ્દનો અર્થ સામાન્યથી તો “મનુષ્ય' થાય છે. કેમકે મનુષ્ય યોનિમાં જ મંત્ર સાધના કે મંત્રપાઠ સરળતાથી સંભવે છે.
મgો શબ્દનો બીજો અર્થ “માંત્રિક' કરાયો છે. મંત્રને જાણનારો એટલે કે તેના આમ્નાય, વિધિ આદિને જાણનારો એમ સમજવું.
• તસ - તેના, આ મંત્રને કંઠમાં ધારણ કરનારના અથવા આ મંત્રને કંઠસ્થ કરી તેનો નિરંતર જાપ કરનારના.
• નારીગરા - ગ્રહ, રોગ, મારી, દુષ્ટ-જ્વર. – આ પદો દ્વારા મંત્ર જાપ કરનારને કયા કયા ઉપદ્રવોનું નિવારણ થાય છે