________________
૭૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ મંગલ અને કલ્યાણના નિવાસરૂપ એવા પાર્શ્વનાથ ભગવંત છે. તેમના દર્શન, વંદન, પર્યાપાસના, ભક્તિ આદિ કરનાર આત્મા મંગલ અને કલ્યાણનાં પાત્ર બને છે. જેથી વિપત્તિઓનું ઉપશમન અને સંપત્તિનો ઉત્કર્ષ થવામાં (સુખ પ્રાપ્તિમાં) ભગવંત પાર્શ્વનાથ નિમિત્તભૂત છે.
– પૂર્વે વિશેષણ મૂક્યું “વિસર-વિસ-નિન્નાસ" પણ જેમને દ્રવ્યથી કે ભાવથી વિષધરનો ઉપદ્રવ ન થયો હોય કે અલ્પ હોય તેવા જીવો માટે ભગવંત (પાર્થ) શું વિશેષતા ધરાવે છે ? તે જણાવવા માટે આ વિશેષણ મૂક્યું – “માનામાવા'. ભગવંત વિપત્તિઓનું ઉપશમન (મંગલ) તથા સંપત્તિઓનો ઉત્કર્ષ (કલ્યાણ) કરનારા છે.
- દેવ-દેવી અર્થમાં આ સ્તોત્રની વિચારણા કરતી વ્યાખ્યામાં કહ્યું છે કે, મંત્ત પાજ્ઞISSવાકં એવું પણ સંસ્કૃત રૂપાંતર આ પદનું થઈ શકે છે. જેમાં મંજિત્ત્વ એટલે મંગલ કરવામાં તત્પર એવી જે આજ્ઞા. સાજ્ઞા એટલે ભગવંતનું શાસન. શીવાસ શબ્દમાં ઉમા એટલે સંપૂર્ણતયા અને વાસ એટલે વાસના કે ભાવના – “કલ્યાણકારી ભગવંતની આજ્ઞાથી ભાવિત છે મન જેમનું એવા ધરણેન્દ્ર, પાર્શ્વયક્ષ, પદ્માવતી એવા ત્રણેને.” એ પ્રમાણે અર્થ કરેલ છે. (જો કે તે જ ટીકાકારે પાર્શ્વનાથની વંદના' અર્થમાં “મંગલ અને કલ્યાણના આવાસરૂપ' એવા ભગવંત અર્થ પણ કર્યો જ છે.)
આ રીતે ભગવંત પાર્શ્વની વિવિધ વિશેષણો પૂર્વક વંદના કરવા સંબંધી પહેલી ગાથાનું વિવેચન પૂર્ણ થયું. હવે બીજી ગાથામાં તેમના મંત્ર દ્વારા થતા લાભોનું વર્ણન કરાયેલ છે.
• વિસદર-ત્તિન-મi - “વિસહર લિંગ' નામના મંત્રને
– પાર્શ્વનાથ પ્રભુના નામથી યુક્ત એવો આ મંત્ર છે. તે આ પ્રમાણે- ૐ ह्रीं श्रीं नमिऊण पास विसहर वसह जिण फुलिंग ह्रीं श्रीं नमः
આ મંત્ર વિસર ફૂલિંગ નામે ઓળખાય છે. તે “મંત્રરૂપે કહેવાયેલ હોય તેનો અર્થ કરાતો નથી. પંચાશક-૧૩ની અભયદેવસૂરિજી કૃત ટીકામાં કહ્યું છે કે, જે દેવ વડે અધિષ્ઠિત હોય અથવા જેની સિદ્ધિ માટે અન્ય સાધનોની અપેક્ષા ન હોય તેવી વિશિષ્ટ અક્ષર રચનાને મંત્ર કહે છે. - પંચકલ્પ ભાષ્યમાં પણ કહ્યું છે કે, “મંત્ર' એ પાઠ માત્રથી સિદ્ધ થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્ર બૃહદુવૃત્તિમાં પણ શાંત્યાચાર્યજી જણાવે છે કે, જેની આદિમાં ૐકાર હોય છે અને અંતમાં સ્વાહા હોય છે, તેવો હીં કાર આદિ વર્ણ વિન્યાસવાળો તે મંત્ર કહેવાય છે.
આ મંત્રોની સિદ્ધિ અનેક સંખ્યામાં જાપ કરવાથી તથા વિધિપૂર્વક પૂજનાદિથી થાય છે. આ મંત્ર સિદ્ધિથી અનેક પ્રકારના કાર્યો કરી શકાય છે. તે માટે વિશેષાવશ્યક ભાષ્યની કોટ્ટાચાર્ય કૃત્ ટીકામાં જણાવેલ છે કે, મંત્ર વડે આકાશગમન આદિ કાર્ય પ્રત્યક્ષ સિદ્ધ જણાય છે તે કાર્ય મંત્રાલરોની પરિપાટી