________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
(૧) ઉપસર્ગને હરણ કરનાર પાર્થ નામનો યક્ષ જેમનો સેવક છે તેવા પાર્શ્વનાથ ભગવંતને હું વંદન કરું છું – અથવા
(૨) ઉપસર્ગને દૂર કરનારા ધરણેન્દ્ર આદિ દેવો જેમની સમીપમાં રહે છે તેવા પાર્શ્વનાથ ભગવંતને હું વંદન કરું છું - અથવા
(૩) ઉપસર્ગોને દૂર કરનારા તથા ભક્તજનોને માટે જેઓ સમીપ છે તેવા પાર્શ્વનાથ ભગવંતને હું વંદન કરું છું - અથવા
(૪) ઉપદ્રવોને હરનારા તથા ત્રણે કાળમાં વર્તતી વસ્તુ (દ્રવ્ય)ને (કેવળજ્ઞાન-કેવળદર્શન વડે) જોનાર (જાણનાર) ભગવંત પાને વંદના કરું છું - અથવા
(૫) ઉપસર્ગોન - ઉપદ્વવોને હરનારા તથા જેની આશાઓ સંપૂર્ણપણે ચાલી ગઈ છે તેવા નિરવકાંક્ષ પાર્થપ્રભુને હું વંદના કરું છું.
• મેઘધનુદ – ગાઢ કર્મોથી મૂકાયેલા (એવા) – આ ભગવંત પાર્શ્વના વિશેષણરૂપે પ્રયોજાયેલ શબ્દ છે.
– H - જે કરાય તે કર્મ. આત્મા સુધી ખેંચાઈને આવતી અનંતાનંત કાર્પણ વર્ગણાને પણ કર્મ જ કહે છે, જે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારે છે.
૦ મેઘ – ઘન કર્મો. ઘન એટલે ગાઢ, ભારે, નિબિડ ઇત્યાદિ. ૦ મુ - મૂકાયેલાને.
| મુ એટલે મુક્ત કે રહિત. – સમગ્ર પદના અર્થો આ પ્રમાણે કરાયેલા છે.
(૧) કર્મો મેઘ-વાદળ જેવા છે અને (પાર્શ્વનાથ ભગવંતનો) આત્મા ચંદ્ર જેવો છે. વાદળથી ઢંકાયેલા ચંદ્રની માફક આત્મા કર્મોથી ઢંકાયેલ હતો, પણ તેમાંથી હવે ભગવંત પાર્થ મુક્ત થયા છે. (તેવા)
(૨) દીર્ધકાળ પર્યત રહેનારા અથવા બહુ પ્રદેશવાળા એવા (ઘાતી) કર્મોને ઘનકર્મ કહ્યા છે. તેનાથી મુક્ત થયેલા એવા).
(૩) જેમના ઘાતકર્મો ક્ષય પામવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા.
– અહીં ઘUT શબ્દ વિશેષણ છે, છતાં આર્ષવથી પરનિપાત થયો છે. તે કારણે ઘાછમ્મ ને બદલે “મેઘ' શબ્દ બન્યો છે.
હવે જેઓ આ સમગ્ર સ્તોત્રને દેવ-દેવીના અર્થમાં ઘટાવે છે તેવી અર્થકલ્પલતાની એક વ્યાખ્યામાં મેધામુ શબ્દનું શ્રાચઘનમુક્ઝામ રૂપાંતર કરીને અર્થ કર્યો – પોતાના દિવ્ય મનોહર દેહદ્વારા જોનારાઓને પ્રમોદ ઉત્પન્ન કરનારીને.
• વિસદવિનિન્ના – વિષધરના ઝેરનો નાશ કરનારા અથવા મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરનારા.
૦ વિદર – એટલે વિષધર. જે વિષ અર્થાત્ ઝેરને ધારણ કરે તે.
– આ વિષધર બે પ્રકારના છે. દ્રવ્યવિષધર અને ભાવ વિષધર. તેમાં દ્રષ્ટિવિષ, આશીવિષ ઇત્યાદિ અનેક પ્રકારના સર્પો છે, તે દ્રવ્ય વિષધર કહેવાય છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાય આદિ દોષોને ભાવ વિષધર