________________
ઉવસગ્ગહરં સ્તોત્ર-વિવેચન
ઉવસગ્ગહરંપાસું એવું એક પદ ગણીને વસાહતું શબ્દને વાસં - પાર્શ્વયક્ષનું વિશેષણ ગણીશું તો પછી તે બહુવ્રીહિ સમાસથી નિષ્પન્ન એવું સામાસિક પદ બની જશે. તો પ્રશ્ન એ છે કે - ત્યાં વસાદર એવું દ્વિતીયા એકવચન કઈ રીતે થાય ? શ્રી જિનપ્રભસૂરિજી અર્થકલ્પલતા વૃત્તિમાં જણાવે છે કે, અહીં હૈં ઉપર આવેલો અનુસ્વાર દ્વિતીયાના એકવચનનો સૂચક નથી પણ આર્ષના નિયમાનુસાર અલાક્ષણિક છે. માટે વ્યાકરણના નિયમનો કોઈ બાધ આવશે નહીં.
♦ પાસું - પાર્શ્વનાથને, આ ચોવીસીમાં ભરતક્ષેત્રમાં થયેલા ત્રેવીશમાં તીર્થંકર ભગવંત પાર્શ્વનાથને (નામના રહસ્ય માટે સૂત્ર-૮ ‘લોગસ્સ’ જોવું.)
આખી ગાથામાં મૂળ અર્થ એટલો જ લેવાનો છે કે પાસ વામિ હું પાર્શ્વનાથ ભગવંતને વંદન કરું છું. પણ પાર્શ્વનાથ પ્રભુ કેવા છે ?
તેના વિશેષણો માટે બીજા બધાં પદો મૂક્યા છે. જેમકે વસાહä પાસ, कम्मघणमूकं विसहरविसनिन्नासं ने मंगलकल्लाणआवासं.
૦ ભગવંત પાર્શ્વ કોણ ?
-
૭૧
આ અવસર્પિણીકાળમાં આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચોવીશ તીર્થંકરો થયા છે. તેમાંના તેવીસમાં તીર્થંકર તે આ પાર્શ્વનાથ ભગવંત.
આ અવસર્પિણીનો ચોથો આરો જ્યારે ૩૫૩ વર્ષ અને ૭-માસ જેટલો બાકી હતો, ત્યારથી આરંભીને તે ૨૫૩ વર્ષ અને ૭ માસ જેટલો બાકી રહ્યો ત્યાં સુધીનો અર્થાત્ ૧૦૦ વર્ષનો સમયગાળો એ પાર્શ્વનાથનો અસ્તિત્વકાળ હતો.
ભગવંત પાર્શ્વના પિતાનું નામ અશ્વસેન હતું, માતાનું નામ વામાદેવી હતું. તેમનો જન્મ ઇ.સ. પૂર્વે ૮૭૬માં વારાસણી અર્થાત્ કાશીનગરીમાં થયો હતો. ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ ઇ.સ. પૂર્વે ૭૭૬માં બિહારમાં સમેત શિખરગિરિ પર નિર્વાણ પામ્યા હતા. તેઓ પુરુષાદાનીય અને પ્રગટપ્રભાવી વિશેષણોથી શાસ્ત્રમાં મશહુર થયા છે.
આજે ભારતભરમાં જેના સૌથી વધુ તીર્થો વિદ્યમાન છે અને નવસ્મરણમાં પણ ત્રણ-ત્રણ સ્મરણો પાર્શ્વનાથ પ્રભુના જોવા મળે છે. મંગલિક પ્રતિક્રમણ તથા નંદીની ક્રિયામાં ઉપધાન, દીક્ષા, પદવી, યોગાદિ ક્રિયામાં પણ તેમનું જ ચૈત્યવંદન કરવામાં આવે છે. એવા પાર્શ્વનાથ ભગવંતની વંદના કરવાની છે.
થાય
-૦- જો કે અર્થકલ્પલતાવૃત્તિ પાસું શબ્દના બે અર્થો કર્યા છે. એક તો ઉપરોક્ત પાર્શ્વનાથ ભગવંત અને બીજું જો દેવ-દેવી અર્થમાં આ સ્તોત્રનું અર્થઘટન કરીએ તો ાસ એટલે પદ્માવતી. જેના હાથમાં પાશ છે તે અર્થાત્ પદ્માવતી દેવી. (પણ આ બીજો અર્થ અન્ય કોઈ વૃત્તિકારે કરેલ નથી.) ♦ વૈવામિ - હું વંદન કરું છું, નમસ્કાર કરું છું, સ્તવું છું.
આ પદ સૂત્ર-૩ ‘ખમાસમણ’માં, સૂત્ર-૮ ‘લોગસ્સ'માં આવી ગયું છે. • उवसग्गहरं पासं पासं वंदामि આ આખા વાક્યના અર્થો આ પ્રમાણે
-