________________
ઉવસગ્ગહર સ્તોત્ર-વિવેચન
૬૯
n વિવેચન :
સ્તોત્રના પ્રારંભિક શબ્દ “ઉવસગ્ગહર' પરથી આ સ્તોત્ર “વલાદ” નામથી ઓળખાય છે. પ્રાકૃતમાં તેને ‘વસાદર થોત્ત' કહે છે. નવસ્મરણમાં બીજા સ્મરણરૂપે સ્થાન પામેલું, પરમ મંગલરૂપ અને મંત્રગર્ભિત એવું આ પ્રભાવક સ્તોત્ર છે. પ્રસિદ્ધ પરંપરાનુસાર તેની રચના પૂજ્ય ભદ્રબાહુસ્વામી દ્વારા કરાયેલ છે. પરમાત્મા સન્મુખ કરાતા ચૈત્યવંદનમાં પણ સ્તવનને અંતે બોલવાની પરંપરાવાળા આ સ્તવનારૂપ સ્તોત્રનું દૈનિક ક્રિયામાં પણ અનેરું સ્થાન છે. પ્રાતઃકાલીન પ્રતિક્રમણમાં, પચ્ચક્ખાણ પારતી વખતે, ભોજન પછીના ચૈત્યવંદનમાં અને રાત્રે સંથારા પોરિસીમાં કે શ્રાવકને સામાયિક પારતી વખતે એમ અનેક પ્રસંગે ઉપયોગી થતા એવા આ સૂત્રનું વિવિધ અર્થસભર વિવેચન અહીં રજૂ કરીએ છીએ
• વાસદ પાસં - ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વયક્ષ જેમનો સેવક છે તે.
અહીં બે પદો છે - ૩વસહિર અને પસં. બંનેનો અલગ અલગ અર્થ અને સંયુક્ત અર્થ એમ બંને રીતે વિચારણા કરવી આવશ્યક છે.
૦ ૩પ એટલે વિન, હાનિ, વ્યાધિ આદિ થાય પણ આગમિક રીતે તેનો અર્થ વિચારીએ તો જેના વડે કરીને જીવ પીડા આદિ સંબંધવાળો થાય તેને ઉપસર્ગ કહેવાય છે. આ ઉપસર્ગોના ત્રણ કે ચાર ભેદ તેની આગમ આદિ વ્યાખ્યાઓમાં જોવા મળે છે. (૧) દેવકૃત, (૨) તિર્યચકૃત્ (૩) મનુષ્યવૃત્ અને ઠાણાંગ સૂત્રકારે આ ત્રણ સિવાય ચોથો આત્મસંવેદનીય નામે ઉપસર્ગ પણ કહ્યો છે.
– દેવકૃત્ ઉપસર્ગ - હાસ્યથી, કેષથી, પરીક્ષા માટે અને મિશ્રરૂપે કરાયેલ.
– મનુષ્યવૃત્ ઉપસર્ગ - હાસ્યથી, કેષથી, પરીક્ષા માટે અને અબ્રહ્મચર્યના સેવન નિમિત્તે કરાયેલ હોય છે.
– તિર્યચકૃત્ ઉપસર્ગ - ભયથી, પ્રàષથી, આહાર હેતુથી અને પોતાના બચ્ચા, ગુફા કે માળાના રક્ષણની બુદ્ધિથી કરાયેલ હોય છે.
– આત્મસંવેદનીય ઉપસર્ગ પણ ચાર પ્રકારે જોવા મળે છે– ૧. ઘટ્ટનથી - આંખમાં રજ આદિ પડે, ગળામાં કંઈક ખૂંચી જાય. ૨. પ્રપતનથી - ધ્યાનથી ન ચાલતા પડે આખડે, તેથી પીડા ઉપજેતે. 3. સ્તંભનથી - બેઠા, ઉભા કે સૂતા રહેવાથી પગ ખંભિત થઈ જાય તો. ૪. શ્લેષ્ણથી – પગ વાળીને વધુ સમય બેસતા પગ અકડાઈ જાય છે.
અથવા કોઈપણ ભેદ ન ગણતા - જેના યોગે જીવ પીડા પામે તે રૂપ ઉપસર્ગ એટલો જ અર્થ સ્વીકારીએ તો તેવા ઉપસર્ગને - ઉપદ્રવને જે દૂર કરે તેને ઉપસર્ગહર કહેવાય છે.
૦ હર - હર એટલે હરણ કરનાર કે દૂર કરનાર. ૦ પાસ શબ્દના વિવિધ અર્થો જુદા જુદા વૃત્તિકારે કર્યા છે.
(૧) જો આ શબ્દને પાર્શયલ' અર્થમાં સ્વીકારીએ તો ‘રસમદર' શબ્દ તેનું વિશેષણ થશે. તે મુજબ - શાસનનો અધિષ્ઠાયક હોવાથી વિદ્ગોનો નાશ