________________
૮૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ બોહિ લાભ સમાપિ વરમુત્તમ દિતુ' પદોના વિવેચનમાં કરેલ છે, ત્યાંથી ખાસ જોવું.
૦ વોટું - બોધિ, સમકિત, જિનપ્રણિત ધર્મની પ્રાપ્તિ. – બોધિ' શબ્દના વિવેચન માટે જુઓ ‘લોગસ્સ' સૂત્ર-૮.
– અહીં બોધિ શબ્દનો અર્થ રત્નત્રયીની અથવા જૈનધર્મની પ્રાપ્તિ એ પ્રમાણે કરાયો છે. રત્નત્રયી એટલે સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્ર.
૦ મમવે - ભવોભવમાં, પ્રત્યેક ભવમાં. - જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક ભવમાં. ૦ પાસ હે પાર્શ્વ ! ત્રેવીસમાં તીર્થંકર પરમાત્મા. ૦ નિર્વિવું - જિનોમાં ચંદ્ર સમાન. – જિન એટલે સામાન્ય કેવલી. વિશેષ અર્થ “લોગસ્સ' સૂત્રમાં જૂઓ. – ચંદ્ર - શ્રેષ્ઠતા સૂચક વિશેષણ છે, કેવલીરૂપ જિનોમાં શ્રેષ્ઠ એવા.
-૦- આ રીતે પાંચમી અને છેલ્લી ગાથામાં ભગવંત પાર્થની પાસે બોધિ અર્થાત્ સમ્યકત્વ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી છે, આ પ્રાર્થનાને અમે આ સ્તોત્રના હાર્દરૂપ કથન ગણીએ છીએ. સમગ્ર સ્તોત્રનું માંત્રિકરૂપે માહાસ્ય તો સર્વત્ર પ્રસિદ્ધ અને વિદિત જ છે. પણ “સમ્યકત્વ' પ્રાપ્તિના ધ્યેય માટે કરાતી આ સ્તવના છે, આ સ્તોત્રમાં અજરામર એવા મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરાવવા સમર્થ એવો નમસ્કાર કરવાનું સૂચન છે, તે સર્વ કથનો વિસરાઈ ન જાય, ગૌણ ન થઈ જાય તે લક્ષ્ય જ મહત્ત્વપૂર્ણ છે.
આ વિશેષ-કથન :
‘વિવેચન' વિભાગમાં સ્તોત્રના શબ્દોનું વિસ્તૃત અર્થઘટન કરાયું, તો પણ આ સ્તોત્ર કે સ્મરણ વિશે ઘણી જ હકીકતો અનુક્ત જ રહી છે. તેમાંની કેટલીક મહત્ત્વપૂર્ણ હકીકતોનું ધ્યાન દોરવાનો અહીં ‘વિશેષકથન'માં અમે પ્રયાસ કરીએ છીએ જેવી કે (૧) સ્તોત્રની ઉત્પત્તિ સંબંધે પ્રચલિત કથા, (૨) સ્તોત્રના મહત્ત્વને પ્રતિપાદિત કરતી કથા, (૩) આ સ્તોત્ર પર રચાયેલ વૃત્તિ આદિ, (૪) પાઠાંતર નોંધ, (૫) છંદ, (૬) નવસ્મરણોમાં સ્થાન, (૭) નિત્ય ક્રિયાવિધિમાં સ્થાન, (૮) રચના સમય.
(૧) આ સ્તોત્રની ઉત્પત્તિ સંબંધી પ્રચલિત કથા :
આચાર્ય ભદ્રબાહુસ્વામીને વરાહમિહિર નામે એક ભાઈ હતા. તેણે પણ જૈન દીક્ષા લીધી હતી. પણ ગુરુએ જ્યારે યોગ્યતા અનુસાર ભદ્રબાહુસ્વામીને આચાર્ય પદવી આપી અને વરાહમિહિર મુનિને આચાર્ય પદવી ન આપી ત્યારે નારાજગીથી તેણે જૈન દીક્ષાનો ત્યાગ કર્યો. જ્યોતિષશાસ્ત્ર દ્વારા પોતાની મહત્તા સ્થાપિત કરી વિચરવા લાગ્યો. તે પ્રસંગે-પ્રસંગે જૈન સાધુઓની નિંદા કરતો હતો. કોઈ વખતે રાજાને ત્યાં પુત્ર જન્મ થયો. બધાં જ તેની વધાઈ આપવા આવ્યા, પણ ભદ્રબાહુ સ્વામીજી ન ગયા (કારણ કે જૈન સાધુનો એ આચાર નથી) ત્યારે પણ વરાહમિહિરે રાજાના કાન ભંભેર્યા કે જૈન સાધુ તમારો આદર કરતા નથી.