________________
૮૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
અને કલ્પવૃક્ષ ઐહિક અને ચિંતવેલું ફળ જ આપે છે, જ્યારે સમ્યક્ત્વ તો પારલૌકિક ફળ આપે છે અને ચિંતવ્યાથી વિશેષ ફળ આપે છે.
– ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ આ લોક સંબંધી સર્વ ચિંતિત વસ્તુ આપી શકે છે, પણ સ્વર્ગ કે અપૂવર્ગના સુખો આપી શકતા નથી, જ્યારે પાર્શ્વનાથ ભગવંતનું સમ્યક્ત્વ તો સ્વર્ગ અને મોક્ષનાં સુખ આપી શકે છે માટે તેને અભ્યધિક ફળદાયી કહ્યું છે.
– દેવ-દેવીઓના અર્થમાં આ સૂત્રના અર્થો ઘટાવનાર વૃત્તિકાર આ પદનો અર્થ કરતા કહે છે - મનથી ચિંતિત રસને પૂરવામાં તત્પર એવા જે ભોજન અને પાન મેળવી આપનાર તમારું વલ્લભપણું પ્રાપ્ત થવાથી.
• પાવતિ વિશે નવા વરીમાં ટi - જીવો વિનરહિત એવા અજરામર સ્થાન અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરે છે.
૦ પાવૅતિ - પામે છે, પ્રાપ્ત કરે છે. ૦ વિધેvi - વિદનરહિત, સરળતાથી, નિર્વિદને.
– જીવ સમ્યકત્વ પામે પણ મોક્ષે ન પહોંચે ત્યાં સુધીના સંસારભ્રમણ દરમિયાન મનુષ્ય જન્મ, આર્યદેશ, પરિપૂર્ણ પંચેન્દ્રિયતા, જિનધર્મની પ્રાપ્તિ, સરનો યોગ, ધર્મશ્રવણેચ્છા ઇત્યાદિ સર્વે અનુકુળતા પામે છે જેથી તેને મુક્તિની પ્રાપ્તિમાં કોઈ વિદન આવે તેવા સંયોગો ઉત્પન્ન થતા નથી.
૦ નીવા - જીવો, પ્રાણીઓ. અહીં જીવ શબ્દથી ભવ્ય પ્રાણિઓ લેવા. – “જીવ' શબ્દની વિશેષ વ્યાખ્યા સૂત્ર-૫ ‘ઇરિયાવહીમાં જોવી. ૦ યરામ ઠાઇ અજરામર સ્થાનને અર્થાત્ મોક્ષને. – જ્યાં વૃદ્ધાવસ્થા કે મરણ નથી એવું સ્થાન, મુક્તિરૂપી સ્થાન.
– લોકના અગ્રભાગે “સિદ્ધશિલા' આવેલી છે, ત્યાં સિદ્ધિગતિ પામેલા સઘળા જીવો સ્થિર થાય છે. એટલે તે સ્થાન “મોક્ષ' કહેવાય છે.
– અજરામર સ્થાન એટલે કે મોક્ષપ્રાપ્તિ માટેની પૂર્વશરત છે સમ્યકત્વપ્રાપ્તિ. સમ્યક દર્શન આવે પછી જ સમ્યકજ્ઞાન પ્રાપ્ત થઈ શકે પછી જ સમ્યક ચારિત્ર પ્રાપ્ત થઈ શકે પછી મોક્ષની પ્રાપ્તિ થાય. પણ મોક્ષ પ્રાપ્તિનો પાયો સમ્યકત્વથી નિશ્ચિત થાય માટે આ પૂર્વેના પદમાં ‘તમારું સમ્યકત્વ પ્રાપ્ત થવાથી' એવું વાક્ય મૂક્યું છે.
– દેવ-દેવીના અર્થમાં ઘટાવતા અહીં “શ્રેષ્ઠ સામ્રાજ્ય આદિને પામે છે.
આ રીતે ચોથી ગાથામાં સમ્યકત્વથી મોક્ષ સુધીના વિશિષ્ટ ફળનું કથન કરીને હવે પાંચમી ગાથામાં ભગવંત પાસે સમ્યકત્વની પ્રાર્થના કરી છે.
૦ રૂ સંયુકો મહીયર - આ પ્રમાણે સ્તવાયેલા હે મહાયશસ્વી ! ૦ રૂષ - આ પ્રમાણે, પૂર્વોક્ત પ્રમાણે ૦ સંથકો- સ્તવાયેલા, સારી રીતે સ્તવના કરાયેલ કે વર્ણવેલ.
– અહીં “મારા વડે’ એ પદ અધ્યાહારથી જાણવું અર્થાત્ મારા વડે એ પ્રમાણે સારી રીતે ખવાયેલા કે વર્ણવાએલા.