________________
ઉવસગ્ગહરં સ્તોત્ર-વિવેચન
૭૭ અર્થ પીડા કરવા સમર્થ થતા નથી, એ પ્રમાણે કરવો. એટલે કે મારી, રોગ, દુષ્ટ જ્વર વિનાશ પામે છે, અને ગ્રહો વગેરે શાંત થઈ જાય છે.
– ૩ - નિશ્ચયપૂર્વક. સામે - વશગામિપણું. ગ્રહ આદિ સર્વે આ મંત્રથી વશ થાય છે.
– આ રીતે બીજી ગાથામાં વિસહર કૃલિંગ શબ્દ ગર્ભિત મંત્રના નિત્ય જાપની મહત્તા જણાવી. હવે ત્રીજી ગાથામાં ભગવંત પાર્શ્વને કરાયેલ એક નમસ્કાર પણ મંત્રજાપ કરતા વધુ ફળદાયી છે તે જણાવે છે
• વિકટ ટૂરે સંતો – (ઉપરોક્ત) મંત્ર તો દૂર રહો –
- બીજી ગાથામાં વર્ણવેલ “નમિઝા પાસ વિસરર વસહ નિ[ફન્નિા” મંત્રનો જાપ કે કંઠે ધારણ કરવાની વાત તો દૂર રહો અર્થાત્ આ મંત્ર કરતા પણ વધુ ફળદાયી શું છે ? તે આગળના પદમાં જણાવે છે.
– મંત્ર તો પુરશ્ચરણ, ઉત્તર ચરણ, હોમ, તપ, જપ આદિ પ્રક્રિયાથી સિદ્ધ કરાતો હોવાથી કષ્ટદાયી છે અથવા તમારા નામથી ગર્ભિત આ મંત્રથી નિર્દિષ્ટ ફળો પ્રાપ્ત થાય તેમાં તો કશું જ આશ્ચર્ય નથી.
- તેથી આ મંત્રની વાત તો એક તરફ રહી (પણ).
• તુ પણાનો વિ વહુ હો - તમને કરેલો પ્રણામ પણ ઘણો જ ફળદાયી થાય છે. (આ ફળનું વર્ણન પછીના ચરણમાં છે)
૦ તુન્સ - તમને કરેલો, તમારો. ૦ પUાનો - પ્રણામ, નમસ્કાર. (વિશુદ્ધ ભાવથી કરાયેલો નમસ્કાર)
– અહીં પ્રણામ શબ્દ એકવચનમાં છે, તેનો અર્થ - એક જ વખત કરાયેલો નમસ્કાર પણ બહુ ફળદાયી થાય છે. (આવું જ કથન સૂત્ર-૨૩ ‘સિદ્ધાણં બુદ્ધાણં'માં રૂક્ષો વિ નમુનો ગાથા-૩માં કરાયેલ છે.)
૦ વિ એટલે પણ. “પણ' શબ્દપ્રયોગ અન્ય દર્શન, પૂજન, વંદન, આજ્ઞાપાલન આદિની ફળદાયિતાના સ્વીકાર સાથે પ્રણામની મહત્તા જણાવે છે. અર્થાત્ પરમાત્માની પર્યાપાસના આદિ ફળદાયી છે જ પણ પ્રણામ પણ ફળદાયી છે.
૦ વહનો દોડ઼ - ઘણાં ફળવાળો થાય છે. જેમકે - સૌભાગ્ય, આરોગ્ય, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય, સ્વર્ગ આદિ.
-૦- અહીં જે નમસ્કાર કરવાનું કહ્યું છે તે પ્રકૃષ્ટ કોટિનો એટલે કે વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ. આ પ્રણામ કે નમસ્કાર ઉપરોક્ત અનેક ફળ તો આપે છે. પણ બીજુ શું આપે ? તે હવેના પદમાં જણાવે છે–
• નર-તિરહુ પિ નવા પાવંતિ ન દુર રોકાઇ - મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિમાં પણ જીવો દુઃખ તથા દુર્ગતિને પામતા નથી
૦ નરસિરિયું - મનુષ્ય અને તિર્યંચ ગતિમાં. અહીં નર શબ્દથી મનુષ્ય ગતિ લીધી છે અને તિરિય શબ્દથી તિર્યંચ ગતિ લીધી છે.