________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
♦ . વિ - કોઈપણ, આ બંને શબ્દો પણ ‘સારૂં’ સાથે સંબંધિત છે. ♦ સારૂં - સાધુઓ. અહીં સાધુ શબ્દથી ઉપલક્ષણથી સાધ્વી પણ લેવા. પૂર્વે જેટલા અને જે કોઈપણ શબ્દ સાથે આ પદને જોડવાનું છે. જેટલા અર્થાત્ સંખ્યાની દૃષ્ટિએ જેટલી સંખ્યામાં સાધુ છે, તે બધાં જ સાધુ (અને સાધ્વી) અને ‘જે કોઈપણ' શબ્દથી સાધુઓના વિશિષ્ટ ગુણો અને ભિન્ન ભિન્ન સ્થિતિ આધારે અનેક પ્રકારના સાધુઓનું અહીં ગ્રહણ કરાય છે.
જેમકે - કેવલજ્ઞાની, ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની, સામાન્ય કે પરમ અવધિયુક્ત અવધિજ્ઞાની, વિશિષ્ટ શ્રુતધર-ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી ઇત્યાદિ, દ્વાદશાંગધર, એકાદશાંગધર ઇત્યાદિ. તદુપરાંત જિનકલ્પી કે સ્થવીર કલ્પી, યથાલકિ, (યથાખ્યાત) પરિહાર વિશુદ્ધિ, સામાયિક ચારિત્રધર, વિશિષ્ટ લબ્ધિવંત જેવા કે વિદ્યાચારણ, જંઘાચારણ, પદાનુસારિલબ્ધિધર, વૈક્રિયલબ્ધિધર, આશીવિષલબ્ધિધર, પુલાક, નિર્પ્રન્થ, સ્નાતક, ગણિ, આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક ઇત્યાદિ સર્વે સાધુ.
-
સાધુ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ ‘નમસ્કારમંત્ર’માં જોવી.
भरवय महाविदेहे अ - ભરતક્ષેત્ર, ભૈરવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા. અહીં ક્ષેત્રને આશ્રીને ત્રણ નામો જણાવ્યા છે.
સૂત્ર-૧૧ ‘ઝાચિંતાળિ’ માં ‘“ભૂમિર્દિ’ શબ્દની વ્યાખ્યા અવસરે આ ક્ષેત્રનુ કથન કરાયેલું છે. જંબુદ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ સહિત ગણતા નવ મોટા ક્ષેત્રો છે કે જેને વર્ષક્ષેત્રો કહે છે. આ નવ ક્ષેત્રોમાં ત્રણ ક્ષેત્રો ભરત, ઐરવત, મહાવિદેહ એ ત્રણેને કર્મભૂમિ કહી છે. જ્યાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, સાધુ, સાધ્વી આદિનું અસ્તિત્વ હોય છે.
સમગ્ર મનુષ્યલોકનો વિચાર કરીએ તો તેમાં અઢી દ્વીપ અને બે સમુદ્રોનો સમાવેશ થાય છે. કોઈપણ મનુષ્યનો જન્મ (કે મૃત્યુ) આ અઢી દ્વીપમાં જ થાય છે. તેમાં જંબૂદ્વીપ તે ફરતો લવણ સમુદ્ર અને તેને ફરતો ધાતકી ખંડ દ્વીપ છે. ધાતકી ખંડને ફરતો કાલોલધિ સમુદ્ર અને તેને ફરતો પુષ્કરાવર્ત્ત દ્વીપ છે. આ પુષ્કરાવર્તની મધ્યમાં માનુષોત્તર પર્વત છે. ત્યાં મનુષ્યક્ષેત્ર પૂર્ણ થતું હોવાથી પુષ્કરાવર્ત્તદ્વીપ અડધો જ લેવાનો છે, માટે અઢી દ્વીપ કહ્યા છે.
આ અઢીદ્વીપને આશ્રીને ક્ષેત્રોની વિચારણા કરીએ તો - જંબુદ્વીપમાં જે ત્રણ કર્મભૂમિ ક્ષેત્રો જણાવ્યા. તે જ ભરત-ઐરવત અને મહાવિદેહ ધાતકી ખંડ પૂર્વમાં પણ છે અને ધાતકી ખંડ પશ્ચિમમાં પણ છે અર્થાત્ ત્યાં બબ્બે ભરત, બબ્બે ઐરવત, બબ્બે મહાવિદેહ છે. એવી જ રીતે પુષ્કરવરદ્વીપાર્ધમાં પણ બબ્બે ભરત, ઐરવત, મહાવિદેહ છે. તેથી બધાં મળીને પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ એમ ૧૫-કર્મભૂમિ ક્ષેત્રો થાય છે.
આ પંદર કર્મભૂમિઓમાં રહેલા સર્વે સાધુઓની ગણના કરવાની છે. તદુપરાંત મહાવિદે પછી મૂકાયેલ ઝૂ શબ્દની શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રમાં
૬૨
—
---