________________
સૂત્ર-૧૬
જાવંત કે વિ સાહૂ સૂત્ર સર્વ સાધુ વંદન સૂત્ર
= સૂત્ર-વિષય :- આ સૂત્રમાં સર્વ કર્મભૂમિમાં રહેલા અર્થાત્ ભરત, ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સર્વે સાધુને નમસ્કાર કરાયેલ છે. " સૂત્ર-મૂળ :
જાવંત કે વિ સાહૂ, ભરહેરવય-મહાવિદેહે અ; સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણં. ॥ સૂત્ર-અર્થ :
(1)
ભરત, ભૈરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જે કોઈ સાધુ ત્રણ દંડથી અટકેલા છે તેઓને હું (મન, વચન, કાયાથી) ત્રિવિધે વાંદુ છું.
” શબ્દજ્ઞાન :જાવંત - જેટલા સાહૂ - સાધુઓ એરવય ઐરવત ક્ષેત્રમાં
-
અ - અને, (અન્યત્ર રહેલ) પણઓ - પ્રણત, નમેલો ત્રણ દંડથી
તિદંડ
૬૧
કે વિ - કોઈ પણ
ભરહ - ભરતક્ષેત્રમાં મહાવિદેહે - મહાવિદેહ ક્ષેત્રમાં સવ્વેસિ ર્સિ - તે સર્વેને
તિવિહેણ વિરયાણં
-
ત્રણ પ્રકારે
વિરામ પામેલાને
– વિવેચન :
આ સૂત્ર પણ ‘જંકિંચિ' અને ‘જાવંતિ ચેઇયાઇ'ની માફક એક નાનું સૂત્ર છે. જે રીતે તે સૂત્રોમાં જિનાલય અને જિનપ્રતિમાજીને વંદના કરાયેલ છે, તે રીતે આ સૂત્ર દ્વારા સાધુ ભગવંતોને વંદના કરાયેલ છે. સૂત્ર-૧૧ ‘જગચિંતામણિ' સૂત્રમાં ઉત્કૃષ્ટા મુનિ ભગવંતોની અને વર્તમાનકાળે વિહરમાન મુનિ ભગવંતોની સંખ્યા દર્શાવી છે. પણ આ સૂત્રમાં કર્મભૂમિમાં વસતા સર્વે મુનિ મહારાજોની વંદના
કરાયેલ છે.
આ સૂત્રનો ઉલ્લેખ પણ અન્ય કોઈ આગમોમાં કે આવશ્યક સૂત્ર નામના આગમમાં ક્યાંય પણ થયેલ નથી. નિર્યુક્તિમાં પણ આ સૂત્રનું કોઈ સૂચન જોવા મળતું નથી. માત્ર વંદિત્તુ સૂત્રની ગાથા-૪૫ મુજબ આ સૂત્ર જણાય છે.
• ખાવંત - જેટલા, આ સંખ્યાવાચી શબ્દ છે. જે ‘સાદૂ’ શબ્દની સંખ્યા નિર્ધારણ કરવા માટે વપરાયેલા વિશેષણ સ્વરૂપ છે.