________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
મહારાજે ચૈત્યનો અર્થ જિન પ્રતિમા કરેલ છે. તેથી ચૈત્યો એટલે જિનાલયો અથવા જિનપ્રતિમાઓ એવો અર્થ થશે.
૫૮
-૦- હવે જો ચૈત્યનો અર્થ જિનાલય લઈએ તો :
-
- અહીં શાશ્વત ચૈત્યો લેવા કે અશાશ્વત ચૈત્યો, તેવી કોઈ જ સ્પષ્ટતા નથી માટે શાશ્વત અને અશાશ્વત બંને પ્રકારના ચૈત્યો - જિનાલયોનું ગ્રહણ કરવું જોઈએ. – જગચિંતામણિ સૂત્ર-૧૧ની ગાથા-૩માં શાશ્વત ચૈત્યોનો ઉલ્લેખ તો થયો જ છે. તેથી શાશ્વત ચૈત્યો સંબંધી વિવરણ ત્યાં જોવું.
જંકિંચિ સૂત્ર-૧૨ના પૂર્વાર્ધમાં ‘તીર્થ’ શબ્દથી જિનાલયનો ઉલ્લેખ આવે છે. તેના વિવેચનમાં શાશ્વત કે અશાશ્વત સર્વે ચૈત્યોની સમજ વિસ્તારથી
અપાયેલી છે.
--
હવે જો ચૈત્યનો અર્થ જિનપ્રતિમા સ્વીકારીએ તો :
અહીં પણ શાશ્વત કે અશાશ્ર્વતની કોઈ સ્પષ્ટતા નહીં હોવાથી તે બંને પ્રકારના જિનપ્રતિમાનું ગ્રહણ કરવું જોઈએ.
શાશ્વત જિનપ્રતિમા સંબંધી વિસ્તૃત વિવરણ ‘જગચિંતામણિ' સૂત્ર૧૧ માં કરાયેલ છે, ત્યાં જોવું. તે સિવાય ‘સકલતીર્થ' સૂત્રમાં પણ આ વિષયમાં ઉલ્લેખો આવે જ છે.
· સૂત્ર-૧૨ ‘જંકિંચિ' સૂત્રમાં ઉત્તરાર્ધમાં ‘“નિવિવારૂં’’ શબ્દથી જિનપ્રતિમાઓનો ઉલ્લેખ છે, તેના વિવરણમાં શાશ્વત-અશાશ્વત બંને પ્રકારની જિનપ્રતિમાઓનું વિવેચન કરાયેલ છે.
-
અહીં એક વાત નોંધપાત્ર છે કે, જે ‘શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર-અર્થદીપિકા ટીકા''ને આધારે અહીં ચૈત્યનો જિનપ્રતિમા અર્થ સ્વીકારેલ છે. તે ટીકામાં તો માત્ર શાશ્વત પ્રતિમાજીની જ ત્રણે લોકની સંખ્યા દર્શાવેલ છે. પરંતુ ખાતિ શબ્દથી ‘‘જેટલાં પણ’' અર્થ વિચારતા સર્વે કોઈ જિનાલયોને તથા જિનપ્રતિમાજીને વંદના કરવી જોઈએ એ દૃષ્ટિએ અહીં શાશ્વત-અશાશ્વત બંને પ્રકારના ચૈત્યો તથા જિનપ્રતિમાજીનું ગ્રહણ કરેલ છે. વળી આ ટીકામાં પણ પૂર્વે શાશ્વત અને અશાશ્વત બંને ચૈત્યોની વંદના કરેલી જ છે.
-૦- જેનો ઉલ્લેખ સંખ્યામાં થઈ શકતો નથી તેવા અસંખ્યાત ચૈત્યો અને અસંખ્યાત જિનપ્રતિમાજી પણ જ્યોતિષ્ક અને વ્યંતરોના સ્થાનમાં છે તે સર્વેની પણ વંદના સમજી લેવી- તેમ વંદિત્તુ સૂત્ર-ટીકામાં જણાવે છે.
ઉર્દૂ - ઉર્ધ્વલોકમાં, દેવલોકમાં.
ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્રલોકમાં ઉપરના સાત રાજલોક (૯૦૦-યોજન સિવાયના) છે તેમાં બાર દેવલોક, નવત્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનો આવેલા છે. આ બધાં વિમાનોમાં ચૈત્યો અને પ્રતિમાજી આવેલા છે. તે રૂપ ઉર્ધ્વલોક અહીં સૂચિત કરાયેલ છે.
૦ TM - અધોલોકમાં, ભવનપતિ આદિના ભવનોમાં.